Monday, October 5, 2026
HomeGujaratAhmedabadહેમંત ચૌહાણનો અચાકન યુ ટર્ન ઃ વિડિયો વાયરલ

હેમંત ચૌહાણનો અચાકન યુ ટર્ન ઃ વિડિયો વાયરલ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ભજન અને લોકગાયક હેમંત ચૌહાણે અંતે સ્પષ્ટતા કરતા રાજકારણમાં ચકચાર મચી ઃ ભાજપમાં સામેલ થયા નથી

અમદાવાદ, તા.૨૧
ભાજપના ભારતીય સદસ્યતા વૃદ્ધિ અભિયાનને આજે એક મોટો ફટકો પડ્‌યો હતો. હજુ બે દિવસ પહેલાં જ મોટા ઉપાડે ગુજરાતના અનેક લોક કલાકારોને ભારે તામ-ઝામ સાથે પક્ષમાં જોડાવાનો ભાજપે કાર્યક્રમ કર્યો હતો તેની ભીતરની પોલ જાણીતા ભજનિક અને લોકગાયક હેમંત ચૌહાણે ખોલી નાંખતા ગુજરાતના રાજકારણમાં ભારે ચકચારમ મચી ગઇ છે. હેમંત ચૌહાણે બુધવારે એક વીડિયો જારી કરીને સ્પષ્ટતા કરી હતી કે, તે ભાજપમાં જોડાયા નથી કારણ કે તે કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાઈને તેમની નામના હલકી કરવા માગતા નથી. હેમંત ચૌહાણે આ વીડિયોમાં જણાવ્યું છે કે, તેઓ લોકગાયક અને ભજનિક છે અને ભાજપની સિદ્ધિઓ બદલ તેઓ અન્ય સિનિયર ગાયકો અને સંગીતકારો તથા લોક કલાકારો સાથે મળીને અભિનંદન પાઠવવાના કાર્યક્રમમાં ગયા હતા. પરંતુ ત્યાં તેમનું સન્માન કરીને એવી જાહેરાત કરી નાંખવામાં આવી કે તેઓ ભાજપમાં જોડાયા છે. આવું કાંઈ નથી કારણ કે તેઓ તો લોક કલાકાર છે અને તેઓ કોઈ એક પક્ષની વિચારધારાને વરેલા નથી. તેમને મન તો તેમના ચાહકો જ સર્વસ્વ છે અને તેઓ તો ચાહકોના દિલોમાં બિરાજમાન રહેવા માગે છે.

કલાકારોનું જાહેરમાં અને રાજકીય પક્ષો દ્વારા સન્માન થવું એ બહુ સામાન્ય બાબત છે, એમ જણાવી હેમંત ચૌહાણે ઉમેર્યું હતું કે, અગાઉ કોંગ્રેસની સરકાર વખતે પણ તેમના સહિત બીજા ઘણા કલાકારોના સન્માન થતા હતા. તો તેનો મતલબ એવો તો નથી થતો કે તેઓ તથા અન્ય કલાકારો કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. કોઈ રાજકીય પક્ષમાં જોડાઈને તેઓ પોતાની નામનાને હલકી કરવા માગતા નથી. હેમંત ચૌહાણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, તેઓ આજીવન ભજનિક અને કલાકાર રહેવા જ માગે છે કારણ કે તેઓ ભજન માટે જ જન્મ્યા છે. તેમણે આગળના પાનાનું ચાલુ)
ઉમેર્યું હતું કે, હું તો મારા ચાહકોના દિલોમાં રહેવા માગું છું માટે કોઈ એવી જાહેરાત કરે કે હું તેમના પક્ષમાં જોડાઈ ગયો છું તો મારા કોઈ ચાહકે તે વાતનો વિશ્વાસ કરવો નહીં. તેનું કારણ છે કે કલાકારોનો કોઈ પક્ષ નથી હોતો અને હું તો માણસનો માણસ છું. ઉલ્લેખનીય છે કે, હજુ બે દિવસ પહેલાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગુજરાતના જાણીતા લોકસાહિત્ય કલાકારો, સંગીતકારો, લોકગાયક-ગાયિકા તથા ગુજરાતી ફિલ્મોના અભિનેતા-અભિનેત્રી ભાજપમાં જોડાયાં હતા.

જેમાં હેમંત ચૌહાણ, બંકિમ પાઠક, ભાવનાબેન લાબડીયા, સંગીતાબેન લાબડીયા, બિહારી હેમુભાઇ ગઢવી, ધનરાજભાઇ ગઢવી, અમુદાન ગઢવી, કિરીટદાન ગઢવી, શ્યામલ મુન્શી-સૌમિલભાઇ સહિતના કલાકારોનો સમાવેશ થતો હતો. પરંતુ હેમંત ચૌહાણના યુ ટર્ન બાદ ગુજરાત રાજકારણમાં જારદાર ચર્ચા જગાવી દીધી છે તે વાત નક્કી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here