Friday, August 21, 2026
HomeIndia23 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી "ગુજરાતમાં પણ અમુક જિલ્લામાં પુરની સ્થિતિ

23 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી “ગુજરાતમાં પણ અમુક જિલ્લામાં પુરની સ્થિતિ

Date:

Related stories

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

શિવ પુરાણમાં સ્વયં શિવે જ શિવલિંગને પોતાનાં નિરાકાર સ્વરૂપ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક શ્રાવણી અભિષેક.મિત્રો...

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

ભારે વરસાદના કારણે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં પણ અમુક જિલ્લાઓ પાણીમાં જળમગ્ન બન્યા છે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપતાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત 23 રાજ્યોમાં વરસાદ થવાની આગાહી છે.ગુજરાતના સુરત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે, પશ્ચિમ મધ્યપ્રદેશ અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાનમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે એલર્ટ જારી કરતાં લોકોને અપીલ કરી છે કે, તેઓ ઘરની બહાર નીકળતા પહેલાં આઈએમડીની લેટેસ્ટ અપડેટ અવશ્ય ચકાસે, નહીં તો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલ વરસાદના કારણે 200થી વધુ ગામડાંઓ પાણીમાં ડૂબી ગયા છે.તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં છેલ્લા 3 દિવસથી વરસાદના કારણે તારાજી સર્જાઈ છે. પુરના લીધે અનેક જિલ્લાઓ ડૂબી ગયા છે. આંધ્રપ્રદેશમાં 17 અને તેલંગાણામાં 16 લોકો સહિત આશરે 33 લોકોના મોત નીપજ્યા છે. 400થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે અને 140 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. સમગ્ર આંધપ્રદેશમાં આશરે સાડાચાર લાખ લોકો પુરગ્રસ્ત થયા છે. 100થી વધુ રાહત કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે. વિજયવાડા, ગુંટૂર, કૃષ્ણા, એલુરૂ, પાલનાડુ, બાપટલા, પ્રકાશમમાં પુરથી મોટાપાયે તારાજી સર્જાઈ છે.બચાવ કામગીરી માટે એસડીઆરએફ અને એનડીઆરએફની 40 ટીમ તૈનાત કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં વીજ સેવા ખોટવાઈ ગઈ છે. જન-જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ સેનાની ત્રણ પાંખોને હેલિકોપ્ટર, ડ્રોન, બોટ અને ટ્રેક્ટર્સ મારફત રાહત સેવાઓ પહોંચાડવા નિર્દેશ કર્યો છે. પુરના લીધે તેલંગાણાને ત્રણ દિવસમાં 5438 કરોડનું નુકસાન થયુ છે.

ગુજરાતમાં પણ અમુક જિલ્લામાં પુરની સ્થિતિ :
અતિભારે વરસાદને કારણે ગુજરાતમાં પણ પૂર આવ્યું હતું. 200થી વધુ તાલુકાઓ પૂરના પાણીમાં ડૂબી ગયા હતા. હવામાન વિભાગે આગામી 3 દિવસ ફરીથી ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યની 10 નદીઓ અને 100થી વધુ તળાવો છલકાઈ ગયા છે. 100થી વધુ રસ્તાઓ બ્લોક છે. માત્ર વડોદરામાંથી જ 20 હજાર લોકોને બચાવીને રાહત શિબિરોમાં લઈ જવામાં આવ્યા છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના 8 જિલ્લા ચંબા, કાંગડા, મંડી, શિમલા, સિરમૌર, સોલન, કુલ્લુ, કિન્નૌરમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વાદળો અને વરસાદ પડશે. નેશનલ હાઈવે સહિત 100થી વધુ રસ્તાઓ પહેલાથી જ બ્લોક છે. આ વર્ષે અત્યાર સુધીમાં કમોસમી વરસાદના કારણે અલગ-અલગ અકસ્માતમાં 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

શિવ પુરાણમાં સ્વયં શિવે જ શિવલિંગને પોતાનાં નિરાકાર સ્વરૂપ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક શ્રાવણી અભિષેક.મિત્રો...

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here