Friday, September 25, 2026
HomeAhmedabadદસક્રોઈમાં હીટ એન્ડ રનની ઘટનામાં 3 વર્ષના માસૂમનું મોત,

દસક્રોઈમાં હીટ એન્ડ રનની ઘટનામાં 3 વર્ષના માસૂમનું મોત,

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

મૂળ મહેસાણા જિલ્લાના વતની અને હાલ ગામડી ગામ પાસે રહીને મજૂરી કામ કરતા નવઘણભાઈ ઝાલાનો સાડા ત્રણ વર્ષનો પુત્ર ક્રિષ્ણા આ અકસ્માતનો ભોગ બન્યો છે. 

અમદાવાદના આઉટર વિસ્તાર ગણાતા દસક્રોઈ તાલુકાના ગામડી ગામ પાસે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં માતા સાથે ખરીદી કરી ઘર પાસે રસ્તા કિનારે ઊભેલા સાડા ત્રણ વર્ષના માસૂમ બાળકને એક બેફામ સ્પીડે આવતા પિક-અપ ટેમ્પોએ અડફેટે લીધો હતો. ગંભીર રીતે અકસ્માતમાં ઘવાયેલા બાળકનું SVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતાં શ્રમિક પરિવાર હીબકે ચડ્યો હતો. મૂળ મહેસાણા જિલ્લાના વતની અને હાલ ગામડી ગામ પાસે રહીને મજૂરી કામ કરતા નવઘણભાઈ ઝાલાનો સાડા ત્રણ વર્ષનો પુત્ર ક્રિષ્ણા આ અકસ્માતનો ભોગ બન્યો છે. 21 મેની સાંજે ક્રિષ્ણાની માતા વર્ષાબહેન અન્ય મહિલા અને બાળકો સાથે વટવા વિસ્તારમાં કરિયાણું ખરીદવા ગયા હતા. સાંજે આશરે 7 વાગ્યે તેઓ રિક્ષા પાછી બાંધીને ગામડી સ્થિત ‘સ્વાસ્તિક-2’ ફ્લેટ્સ નજીક પોતાના ઘર પાસે ઉતર્યા હતા.પરિવાર હજુ રસ્તાની સાઈડમાં ઊભો જ હતો, તે દરમિયાન અચાનક એક પિક-અપ ટ્રકના ચાલકે પોતાના વાહનને પૂરઝડપે અને બેજવાબદારીપૂર્વક હંકારી લાવી માસૂમ ક્રિષ્ણાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટેમ્પોનું વ્હીલ ફરી વળતાં બાળકને માથાના પાછળના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી ચાલક વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.ગંભીર હાલતમાં લોહીલુહાણ થયેલા માસૂમને તાત્કાલિક વટવાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે એલ.જી. હોસ્પિટલ અને ત્યારબાદ સિવિલ બોડીની SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર બાદ રાત્રે 10:34 વાગ્યે ફરજ પરના તબીબોએ માસૂમ ક્રિષ્ણાને મૃત જાહેર કર્યો હતો. ઘટના સમયે વટવા ખાતે મજૂરી કામે ગયેલા પિતાને ફોન પર આ અઘટિત ઘટનાની જાણ થતાં તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.આ મામલે વિવેકાનંદનગર પોલીસે અજાણ્યા પિક-અપ ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હિટ એન્ડ રનની આ ઘટનાને અંજામ આપી નાસી છૂટેલા ચાલકને પકડવા માટે પોલીસે હાઈવે અને આસપાસના CCTV ફૂટેજ તપાસવાની તજવીજ શરૂ કરી છે.
 
કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here