Wednesday, August 5, 2026
HomeGujaratસુરતમાં વરસાદે 3 લોકોનાં જીવ લીધા, 100થી વધુ વૃક્ષ ધરાશયી

સુરતમાં વરસાદે 3 લોકોનાં જીવ લીધા, 100થી વધુ વૃક્ષ ધરાશયી

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

રવિવારે સવારે સુરત શહેરમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડવાને કારણે 3 લોકોનાં મોત થયા હતા અને અલગ અલગ વિસ્તારોમાં 25 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.સુરતના ડભોલી વિસ્તારમાં તાપી નદીની પાળ પર સુઈ રહેલા 31 વર્ષીય પ્રકાશ દાસ પર વહેલી સવારે લગભગ 4 વાગ્યે ઝાડ પડતા તેમનું મૃત્યુ થયુ હતું. પાંડેસરાના ગણપત નગરમાં રહેતા 32 વર્ષીય ઉમાશંકર શ્યામ પાત્રા વિનાયક નગર પાસે આવેલા એક ખુલ્લા મેદાનમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. પોસ્ટ-મોર્ટમ રિપોર્ટ પ્રમાણે, ઉમાશંકર સ્લિપ થઈને જમીન પર પડી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા ત્યારપછી મોઢામાં પાણી અને કીચડ જવાને કારણે ગુંગળામણને કારણે તેમનું મોત થયું છે.કલ્યાણનગર વિસ્તારમાં રહેતા 45 વર્ષીય નયના રાઠોડ ઙર નજીક આવેલી કચરાપેટીમાં કચરો નાખવા જતા હતા ત્યારે રસ્તા પરના તૂટેલા વાયરનો કરંટ લાગવાને કારણે તેમનું મૃત્યુ થયુ હતું. આ સિવાય વાવાઝોડાને કારણે કોઈ ભારે વસ્તુ પડવાને કારણે ઈજાગ્રસ્ત થયેલા લોકો સુરતની ન્યુ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા.શહેરમાં લગભગ 110 વૃક્ષો ઉખડી ગયા હતા અને અનેક વીજળીના અમુક થાંભલા પણ પડી ગયા હતા. વહેલીસવારે 3થી 4 વાગ્યા દરમિયાન લગભગ એક કલાક વરસાદ અને વાવાઝોડુ ચાલ્યુ હતું. SMCના ફ્લડ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, શહેરમાં 22mm વરસાદ નોંધાયો છે. સૌથી વધારે નુકસાન રાંદેર વિસ્તારમાં થયું છે. આ સિવાય ઝાડ પડવાને કારણે અને લાઈટના થાંભલા પડી જવાને કારણે જહાંગીરપુરા, વણાકળા, પાલ અને ભાટા વિસ્તારમાં લાઈટ જતી રહી હતી.દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ(DGVCL)ની ટીમ દ્વારા આ વિસ્તારોમાં ડેમેજ થયેલા કેબલ રીપેર કરવામાં આવ્યા હતા. અમુક વિસ્તારોમાં રવિવારે સાંજે લાઈટ આવી હતી. ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, અઠવામાં 20 ઝાડ, ઉધનામાં 11, વરાછામાં 20, શહેરના સેન્ટ્રલ ઝોનમાં 10 અને કટારગામમાં 9 વૃક્ષો ધરાશયી થયા હતા.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here