Friday, June 5, 2026
HomeGujarat'કોરોનાની ચેઇન તોડવી જરૂરી છે, ત્રણથી ચાર દિવસ કર્ફ્યૂ અંગે નિર્ણય લો'...

‘કોરોનાની ચેઇન તોડવી જરૂરી છે, ત્રણથી ચાર દિવસ કર્ફ્યૂ અંગે નિર્ણય લો’ : ગુજરાત હાઇકોર્ટ

Date:

Related stories

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ભયજનક રીતે વધારો થતા ફરીથી લૉકડાઉન થાય તેવી શક્યતાઓ સર્જાઇ છે. હાઇકોર્ટે ગુજરાત સરકારને નિર્દેશ કર્યો છે કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાની જરૂરિયાત છે. કોરોનાના સંક્રમણની ચેઇન તોડવાની જરૂર છે. ગુજરાતમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે. આ ઉપરાંત રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો પણ આદેશ કર્યો છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠે સરકારને નિર્દેશ કર્યો છે. કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યૂ લાદવા અને વિક એન્ડ કરફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે. લૉકડાઉનની જરૂર પડે એવી સ્થિતિ હોવાનું હાઇકોર્ટનું અવલોકન છે.કોરોનાનો કહેર વધતા ગુજરાત રાજ્યના આઠ મહાનગર અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં 500-500 બેડના આઠ કોવિડ સેન્ટર ચાલુ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાહેરાત ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે. આ આઠ વિસ્તારમાં આઈએએસ અને આઈએફએસ અધિકારીને તબીબી કામગીરી પર સુપરવિઝન રાખવાની પણ જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત સરકારે ઓક્સિજનનું ઉત્પાદન કરતાં ગુજરાતના તમામ એકમોને આરોગ્ય સેવા માટે તેમના કુલ ઉત્પાદનમાંથી 60 ટકા ઓક્સિજન અનામત-રિઝર્વ રાખવાની સૂચના આપી દીધી છે.

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here