Saturday, September 26, 2026
HomeGujaratગુજરાતના 3 નાના શહેરોએ લોકડાઉન લંબાવ્યું, અહી સ્થિતિ હજી થાળે નથી પડી

ગુજરાતના 3 નાના શહેરોએ લોકડાઉન લંબાવ્યું, અહી સ્થિતિ હજી થાળે નથી પડી

Date:

Related stories

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે જાહેર આરોગ્ય અને નેતૃત્વ વિષય પર...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે મહારાષ્ટ્ર એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ વિદ્યાર્થીઓ...

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...
  • વડાલી શહેરમાં 9 મે થી 16 મે સુધી સ્વયંભૂ બંધ લંબાવાયું, આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહેશે
  • તલોદ સાત દિવસ માટે સ્વયંભુ બંધ રહેશે. 10 મે થી 16 મે સુધી તલોદ સ્વયંભુ બંધ રહેશે

સાબરકાંઠા :કોરોનાની સ્થિતિ પારખીને ગુજરાતના અનેક ગામડા અને નાના શહેરો સ્વંયભૂ લોકડાઉન તરફ વળ્યા છે. પરંતુ કોરોનાની સ્થિતિ હજી થાળે ન પડતા, જે ગામડા અને શહેરોમાં સ્વંયભૂ લોકડાઉન રાખવામાં આવ્યું હતું, તેની મર્યાદા વધારી દેવામાં આવી છે. ઉત્તર ગુજરાતના સાંબરકાંઠા જિલ્લાના 2 શહેરોએ સ્વંયભૂ લોકડાઉન વધારી દીધું છે. સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા આ નિર્ણય લેવાયો છે. વડાલી શહેરમાં 9 મે થી 16 મે સુધી સ્વયંભૂ બંધ લંબાવાયું છે. ફરીથી વડાલી શહેરમાં 7 દિવસનું સ્વયંભુ બંધ લંબાવવાનો નિર્ણય કરાયો છે. સવારે ૬ થી ૧૨ સુધી આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહેશે. 2 મે થી ૮ મે સ્વયંભુ બંધ રાખવાનો નિર્ણય વેપારીઓ દ્વારા કરાયો હતો. વડાલી તાલુકામાં અત્યાર સુધીમાં સરકારી ચોપડે ૨૧૮ કેસ પોઝિટિવ નોધાયા છે. તો વડાલીના શહેરી વિસ્તારમાં ૮૩ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૩૫ કેસ નોંધાયા છે. બીજી તરફ સ્વંયભુ બંધનો ભંગ કરનાર વેપારીઓને દંડ ફટકારવામાં આવશે. પરંતુ શહેરમાં મેડિકલ સેવાઓ ચાલુ રહેશે.તો બીજી તરફ, સાબરકાંઠાના તલોદ ગામમાં પણ કોરોનાનું સંક્રમણ અટકાવવા નિર્ણય લેવાયો છે. તલોદ સાત દિવસ માટે સ્વયંભુ બંધ રહેશે. 10 મે થી 16 મે સુધી તલોદ સ્વયંભુ બંધ રહેશે. તલોદ તાલુકામાં અત્યાર સુધીમાં સરકારી ચોપડે 575 કેસ પોઝિટિવ નોધાયા છે. શહેરી વિસ્તારમાં ૧૮૨ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૯૩ કેસ નોંધાયા છે. ત્યારે અહી પણ આવશ્યક ચીજ વસ્તુઓ જેમ કે, દૂધ, દહીંનું વેચાણ સવારે ૬ થી ૯ અને સાંજે ૪ થી ૬ કરી શકાશે. મેડિકલની દુકાન ખુલ્લી રહેશે. પંચમહાલના મોરવા હડફમાં વધુ એકવાર સ્વૈચ્છિક બંધની સમય મર્યાદા વધારવામાં આવી છે. આજથી 12 મે સુધી બજારો સંપૂર્ણ પણે બંધ રહેશે. વધતા જતાં કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ લોકલ ટ્રાન્સમીશન અટકાવવા આ નિર્ણય લેવાયો છે. ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરના જાહેરનામા અંગે દુકાનો બંધ રાખવા માટે લાઉડ સ્પીકર દ્વારા સૌને જાણ કરવામાં આવી રહી છે. અગાઉ પણ મોરવા હડફના બજારો ત્રણ દિવસ સુધી વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાળ્યું હતું. 

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે જાહેર આરોગ્ય અને નેતૃત્વ વિષય પર...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે મહારાષ્ટ્ર એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ વિદ્યાર્થીઓ...

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here