Friday, June 5, 2026
HomeGujaratAhmedabadગુજરાતની વધુ નજીક પહોંચ્યું તાઉ-તે, માત્ર ૨૫૦ કિમી દૂર, ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતની વધુ નજીક પહોંચ્યું તાઉ-તે, માત્ર ૨૫૦ કિમી દૂર, ઓરેન્જ એલર્ટ જાહેર

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

સંભવિત તાઉ-તે વાવાઝોડું ગુજરાતના વેરાવળ બંદરથી ૨૫૦ કિલોમીટર દૂર છે. સોમવારે ગુજરાતના કાંઠે આશરે પવનની ઝડપ ૧૫૦ થી ૧૬૦ કિલોમીટર રહેવાની સંભાવના છે. જેના કારણે કાંઠાળ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અત્યારે તાઉતે વાવાઝોડું ૨૫૦ કિમી દૂર છે. આ દરમિયાન રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે.

અમદાવાદ : આજે તા. ૧૭ મેના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જયારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દિવમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. તેમણે ઉમેર્યું કે, તા. ૧૭ અને ૧૮મી મેના રોજ પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, આણંદ, દક્ષિણ અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી અને ખેડામાં ૭૦ થી ૧૭૫ કિ.મી. સુધીનો પવન રહે એવી સંભાવના છેદક્ષિણ અમદાવાદ, અમરેલી, આણંદ, કચ્છ, ભરૂચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, રાજકોટ, મોરબી, નવસારી પોરબંદર, સુરત, વલસાડ અને બોટાદ મળી કુલ ૧૭ જિલ્લાઓમાં ૧૫ હજારથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ માટે ૨૦ NDRFની ટીમો સૌરાષ્ટ્ર અને કચ્છ ખાતે, ૪ ટીમો દક્ષિણ ગુજરાતમાં અને ૧૫ વધારાની ટીમો હવાઈ માર્ગે મંગાવાઈ છે. એટલુ જ નહીં પાંચ NDRFની ટીમો રિઝર્વ રાખવામાં આવી છે એટલે કે કુલ ૪૫ NDRFની ટીમો રેસ્કયુ કામગીરી માટે ફાળવવામાં આવી છે. આ ઉપરાંત ૬ SDRFની ટીમો પણ ડિપ્લોય કરી દેવાઈ છેતેમણે કહ્યું કે, માછીમારોને આગામી ૫ દિવસ માટે દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે અને મરીન પોલીસ તથા કોસ્ટગાર્ડને દરિયામાં રહેલ માછીમારોની બોટોને પરત બોલાવવા જરૂરી સૂચનાઓ આપી છે. અત્યાર સુધીમાં ૧૯૭૭ બોટો પરત આવી ગઈ છે. મીઠાના અગરિયાઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છેતાઉતે વાવાઝોડાની અસરને પગલે નવસારી શહેર સહીત જીલ્લાના ઘણા વીસ્તારોમાં વરસાદ થયો છે. સુરતમાં ભારે પવન સાથે વરસાદ થયો છે. તાપી જલ્લાના વ્યારા – ડોલવણ તાલુકાઓમાં વાતાવરણમાં પલટો સાથે હળવો વરસાદ જોવા મળ્યો હતો. વલસાડ જીલ્લાના ઉમરગામે એનડીઆરએફન એક ટીમ તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડાની અસરના પગલે ધરમપુરમાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો.ભરૂચ જીલ્લાના ૩૦ ગામો એલર્ટ કરાયા છે. દહેજ બંદરે બે નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યુ છે. અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે. દહેજમાં પાંચ ઔદ્યોગીક વસાહતોને એલર્ટ કરાયા છે. પાટણમાં એક હજારથી વધુ પરીવારો રણમાં રહે છે તેમાંથી ૯૦ ટકા જેટલા પરીવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મોડાસામાં વાતાવરણ પલટાતા વરસાદી ઝાપટા થયા છે.વાવાઝોડાને કારણે સુરત જીલ્લાના ૪૦ ગામોને એલર્ટ કરાયા છે. દરીયાકિનારે ઓલા ઝીંગાના તળાવોમાં રહેતા ૮૦૦ મજુરોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જીલ્લા વહીવટી તંત્રે દરિયાકાંઠા નજીકના લોકોને સલામત સ્થળે ખસી જવાસુચના આપી છે. વાવાઝોડાના પગલે મુન્દ્રા વહીવટતંત્ર સજજ થયું છે. દરિયાકાંઠાના વિસ્તારોના માછીમારો અને અગરીયાઓનું સ્થળાંતર કરવામાં આવી રહયું છે.વાવાઝોડાને પગલે અમરેલીના રાજુલા-જાફરાબાદ તાલુકાના છ હજાર લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. રાજપીપળામાં આજે રવિવારે સાડા ચાર વાગે પવનના સુસવાટા સાથે ધુળની ડમરીઓ ઉડી છે. અચાનક ગાજવીજ સાથે વરસાદ તુટી પડયો હતો

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here