Monday, October 5, 2026
HomeGujaratગુજરાતના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની બદલીનો આદેશ આવ્યો

ગુજરાતના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની બદલીનો આદેશ આવ્યો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાની સાથે જ એકાએક જયંતિ રવિની બદલી ભારે ચર્ચાનો વિષય બન્યો

ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવીની તાત્કાલિક અસરથી એરોવિલ ફાઉન્ડેશન તામિલનાડુના સચિત તરીકે 3 વર્ષ માટે બદલી કરવાના આદેશો થયા હતા. કોરોનાના કાળમાં ગુજરાતના આરોગ્ય સચિત તરીકેની જવાબદારી નિભાવનાર જયંતિ રવિ અનેક વિવાદોમાં રહ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાની સાથે જ એકાએક જયંતિ રવિની બદલી થતા સચિવાલય અને ઉચ્ચ અધિકારીઓમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.ગુજરાતમાં કોરોના શરૂ થતાની સાથે જ આરોગ્ય સચિવ તરીકે જયંતિ રવિના માથે મોટી જવાબદારી આવી પડી હતી. રાજ્યમાં કોરોનાના કેસોની સાથે હોસ્પિટલ, બેડ, સારવાર, ટેસ્ટિંગ, ટ્રેસિંગની પણ સંપૂર્ણ જવાબદારી હતી.ખાસ કરીને કોરોનાની પ્રથમ લહેર દમિયાન પણ ગુજરાતનું આરોગ્ય તંત્ર નિષ્ફળ ગયું હોવાનું બૂમરાણો મચી ગઈ હતી. જ્યારે બીજી લહેર દમિયાન ઓક્સિજન અને ઈન્જેક્શનની અછતની સાથે હોસ્પિટલોમાં બેડ પણ ખુટી પડતા રાજ્યમાં મેડિકલ ઈમરજન્સી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. રાજ્યના આરોગ્ય સચિવ તરીકે સૌથી પહેલી જવાબદારી જયંતિ રવિના માથે હોવાથી બીજી લહેરની મેડિકલ ઈમરજન્સીમાં સરકારના તમામ વિભાગો અને રાજકીય આગેવાનોએ જયંતિ રવિના માથે માછલા ધોયા હતા. પરિણામે છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોને કાબુમાં લાવવા માટે જયંતિ રવિ દ્વારા આપવામાં આવતી સલાહ અને સૂચનોને કેટલાક ચોક્ક્સ અધિકારીઓ અવગણીને સરકાર સાથે બેસી જયંતિ રવિની ઉપરવટ જઈને નિર્ણયો લેતા હોવાની ફરિયાદોને આધારે જયંતિ રવિ નારાજ હતા.ગુજરાતમાં કોરોનાની પ્રથમ લહેર બાદ જયંતિ રવિએ પોતાની બદલી ગુજરાત બહાર ખાસ કરીને તામિલનાડુમાં કરવા માટેની રજૂઆતો કરી હતી. પરંતુ રાજ્યમાં કોરોનાની બીજી લહેર ભારે કહેર વર્તાવતા કેન્દ્ર સરકારે પણ જયંતિ રવિની બદલી તે સમયે અટકાવી દીધી હતી. જ્યારે હાલ બીજી લહેરમાં કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો થતા અને ત્રીજી લહેર આવે તે પહેલા જયંતિ રવિની આજે સવારે એકાએક બદલીના ઓર્ડર થતા મોટો ચર્ચાનો વિષય બન્યો છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here