Wednesday, March 11, 2026
HomePoliticsમોદીના પૂર્વ મંત્રી બનશે ગવર્નર!: રવિશંકર પ્રસાદ તામિલનાડુના રાજ્યપાલ બને એવી શક્યતા

મોદીના પૂર્વ મંત્રી બનશે ગવર્નર!: રવિશંકર પ્રસાદ તામિલનાડુના રાજ્યપાલ બને એવી શક્યતા

Date:

spot_img

Related stories

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...
spot_img

નવી દિલ્હી: મોદી કેબિનેટમાંથી હટાવવામાં આવેલા રવિશંકર પ્રસાદને તામિલનાડુના રાજ્યપાલ બનાવવાની અટકળો છે. સ્થાનિક મીડિયાએ માહિતી આપી છે કે રવિશંકર પ્રસાદને તામિલનાડુના રાજ્યપાલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જોકે આ અંગેની અધિકારિક જાહેરાત થવાની બાકી છે.જોકે આ અંગે અત્યારસુધીમાં સંગઠન કે સરકાર તરફથી કંઈ જ કહેવામાં આવ્યું નથી, જ્યારે પ્રસાદ તરફથી આવી કોઈ માહિતી મળી નથી. તામિલનાડુમાં હાલ બનવારીલાલ પુરોહિત ગર્વનર છે.મોદી કેબિનેટમાંથી હટાવવામાં આવેલા મોટા ચહેરાઓમાં રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરને સંગઠનમાં કોઈ મોટું પદ આપવાની ચર્ચા પહેલેથી ચાલી રહી છે. એવામાં રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાની પાર્ટી મહાસચિવની સાથેની બેઠક પછી રવિશંકર પ્રસાદની તામિલનાડુના રાજ્યપાલ તરીકે નિમણૂકની વાત કહેવાઈ રહી છે.પાર્ટીનાં સૂત્રોનો દાવો છે કે આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત 5 રાજ્યમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલાં રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરને સંગઠનમાં રાષ્ટ્રીય મહાસચિવ કે ઉપાધ્યક્ષ બનાવવામાં આવી શકે છે.ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ કેન્દ્રીય કેબિનેટમાં થયેલી ફેરબદલમાં પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ ભૂપેન્દ્ર યાદવને સામેલ કરવામાં આવ્યા છે. એવામાં તેમની જગ્યાએ કોઈ મજબૂત અને અનુભવી નેતાને સ્થાન મળી શકે છે. પ્રસાદ અને જાવડેકર પહેલાં પણ પાર્ટી સંગઠનમાં મોટી જવાબદારી નિભાવી ચૂક્યા છે.રવિશંકર પ્રસાદને તામિલનાડુના રાજ્યપાલ બનાવવામાં આવશે તો તે થાવરચંદ ગેહલોત પછી ગવર્નરની જવાબદારી સંભળનારા બીજા નેતા હશે. ગેહલોતે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું કે તરત તેમને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, પ્રસાદ અને જાવડેકરને મહત્ત્વની જવાબદારી સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here