Monday, October 5, 2026
HomeGujaratMonsoon સીઝન-2 : 24 કલાક દરમિયાન 228 તાલુકામાં વરસાદ, 12 ઈંચ...

Monsoon સીઝન-2 : 24 કલાક દરમિયાન 228 તાલુકામાં વરસાદ, 12 ઈંચ વરસાદથી વલસાડ પાણી પાણી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ગાંધીનગર :ગુજરાતમાં આખરે મેઘ મહેર થઈ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોવાતી હતી, જેથી આખરે હાશકારો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. 24 કલાક દરમિયાન 228 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં 12 ઇંચ ખાબક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 14 તાલુકામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. તો રાજ્યના 31 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 76 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. તો બુધવારે સવારથી પણ ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. આજે 6:00 થી 8:00 સુધી માં 83 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળિયામાં 2.5 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો ગીર સોમનાથના ગીરગઢડામાં 2 ઇંચ જેટલો વરસાદ (heavy rain) નોંધાયો છે. આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં 14 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં 12 ઈંચ વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ છે. ત્યારે ઉમરગામના કલગામ હનુમાનજી મંદિરના પટાંગણમાં વરસાદી પાણી ભરાયા છે. જેને લઈ સ્થાનિક લોકોમાં વરસાદ આવવાથી ઉત્સાહનો માહોલ છે. સ્થાનિક યુવકોએ સારે વરસાદ પડતાં હરે કૃષ્ણની ધૂન બોલાવી પાણીમાં કૂદી પડ્યા હતા. યુવકો મન મૂકીને ઝૂમ્યા હતા અને બીજી તરફ મંદિરમાં ધૂન વાગતી હતી. જોકે કલગામનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.વલસાડ જિલ્લામાં બુધવારે બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે. ઉપરવાસમાં વરસાદને લઈ નદીઓમાં પાણીનું વહેણ વધ્યું છે. જેને લઈ કપરાડાના ફતેપુર અને પીપરોણી ગામની વચ્ચે આવેલ કોઝવે પુલ ઉપર ભારે વરસાદના કારણે પાણી ફરી વળ્યું છે. જેના કારણે મોટાભાગના લોકોનો સંપર્ક પણ તૂટ્યો છે. આવામાં સેલવાસ ખાતે કંપનીમાં કામ અર્થે જતા આવતા મજૂરો પણ આ પાણીમાં ફસાયા હતા. જેઓ માંડ માંડ બહાર નીકળી શક્યા હતા. તો બીજી તરફ વરસાદ ધોધમાર વરસી રહેતા લોકોની અવરજવર પણ બંધ થઈ છે. જ્યારે વાતાવરણમાં ભારે પલ્ટો આવી જતા મોસમ ઠંડુગાર બની ગયું છે.ઉલ્લેખનીય છે કે, આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાને એલર્ટ અપાયુ છે. વલસાડ, નવસારી અને ડાંગ હાઇ એલર્ટ પર છે. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના અપડેટ અનુસાર, પોરબંદર અને દ્વારકામા આગામી બે દિવસમાં વરસાદની સંભાવના છે. NDRF ની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. દક્ષિણ ગુજરાત માટે વધુ એક ટીમ વડોદરાથી મોકલાશે. 

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here