Friday, June 5, 2026
HomeGujaratગુજરાતના નવા મુખ્યમંત્રીએ કહ્યું, 'મને વિશ્વાસ છે કે તમે લાફા નહીં મારો,...

ગુજરાતના નવા મુખ્યમંત્રીએ કહ્યું, ‘મને વિશ્વાસ છે કે તમે લાફા નહીં મારો, પણ શીખવાડશો…’

Date:

Related stories

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નવા બનાવવામાં આવેલ PSA ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરશે. ત્યારે આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી વાત કહી હતી. ભરૂચમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં કહ્યું હતું કે, કોરોના કાળમાં ભારતે લોકોની સારી સેવા કરી છે. લોકોના હિત માટે મારો વિસ્તાર મારો વિસ્તાર ન કરવું. નવા આવ્યા એટલે ઉત્સાહ હોય પણ પછી લાફા પડે. મને વિશ્વાસ છે કે, તમે લાફા નહીં મારો, પણ શીખવાડશો. નવા મંત્રીમંડળમાં નવા આવ્યા હોય એટલે ઉત્સાહ હોય. ધીરે ધીમે આજુબાજુથી લાફા પડે તેમ કામ ઉતરતુ જાય. પણ મને વિશ્વાસ છે કે તમે મને લાફો નહિ મારો, પણ શીખવાડશો કે આવુ કરવુ જોઈએ. સારુ કામ થશે તેવો મારો વિશ્વાસ છે. મારા પહેલાના મિત્રોએ ગુજરાતને એક લેવલ પર પહોંચાડ્યુ છે. હવે ગાંધીનગરને પણ આપણે જીત્યુ છે. અમારી હજી શરૂઆત છે. જ્યારે જ્યારે કોરોનામાં ભાઈ ભાઈની સાથે ઉભો ન રહે, માતાપિતા દીકરા સાથે ઉભા ન રહે, પતિ પત્ની સાથે ઉભો ન રહ્યો, પણ ભાજપનો કાર્યકર્તા લોકોના સુખ સાથે સુખી થયો છે અને લોકોના દુખ સાથે દુખી થયા છે. તેમણે કહ્યું હતું કે, આપણને ઘણીવાર એમ થાય કે વિદેશીઓ દરેક બાબતમાં અવ્વલ છે. પણ કોરોનાકાળમાં સૌથી સારી સેવા ભારત અને ગુજરાતે કરી છે. ગુજરાત એક મોડલ છે કે, પ્રાઈવેટ હોસ્પિટલના બેડ રાખીને ટ્રીટમેન્ટ કરાવવામાં આવી છે. કોર્ટે પણ કહ્યું કે, આ મોડલ દરેક રાજ્યએ સ્વીકારવુ જોઈએ. ગુજરાતે કોરોનામાં જે કામગીરી કરી, તે શ્રેષ્ઠ હતી. આત્મનિર્ભર થઈને ભારતમાં કોરોનાકાળમાં કામગીરી થઈ છે. ગુજરાતમાં જ્યારે હિત જોવાનો હોય ત્યારે મારો વિસ્તાર જોવાનો ન હોય. છેવાડાના માનવીનો વિચાર કરીને સેવા આપવાની હોય. ગુજરાત ઓક્સિજન ક્ષેત્રે આત્મનિર્ભર થવા જઈ રહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે રાષ્ટ્રવ્યાપી સામુહિક ઇ-લોકાર્પણ અંતર્ગત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ.કેયર્સ ફંડમાંથી રૂ.૮૦ લાખના ખર્ચે ૧.૮૭ મેટ્રીક ટન કેપીસીટીના PSA ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ થવાનું છે. આ કાર્યક્રમમાં કોરોના વોરિયર્સ અને વેક્સીનેશનમાં પોતાનું યોગદાન આપનાર પદાધિકારીઓ – અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યના કુલ ૧૮ સ્થળોએ PSA ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ થનાર છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ રાજ્યને આવરી લેવામાં આવ્યા છે.
 
સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here