Monday, September 14, 2026
HomeGujaratરંગીલા સુરતીઓની અશ્લીલતા, બર્થડે પાર્ટીમાં ડાન્સર્સના ઠુમકા, હદ તો ત્યારે થઈ જ્યારે...

રંગીલા સુરતીઓની અશ્લીલતા, બર્થડે પાર્ટીમાં ડાન્સર્સના ઠુમકા, હદ તો ત્યારે થઈ જ્યારે બાળકોએ પણ ડાન્સ કર્યો

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

સુરતમાં રાત્રિ કર્ફ્યૂ અને પોલીસ કમિશનરના જાહેરનામાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. ભાગાતળાવ ખાતે બર્થ ડે પાર્ટીમાં બાર ડાન્સર બોલાવી ટપોરી તત્ત્વોએ ઠૂમકા મારવા સાથે ચલણી નોટોનો પણ વરસાદ કર્યો હતો. અઠવા પોલીસ સ્ટેશનના થોડા અંતરે જ જન્મદિવસ ઉજવણીમાં નામે થયેલા આ તાયફામાં કોવિડ ગાઇડલાઇન્સના ધજાગરા ઊડ્યા હતા. હાલ કથિત રીતે પાંચેક દિવસ જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.જેથી તપાસ કરી પોલીસે કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે.કોરોનાને કારણે રાત્રિ દરમિયાન કર્ફ્યૂ જાહેર કરાયો છે. નવરાત્રિ મહોત્સવમાં પણ રાત્રિના 12 વાગ્યા બાદ ગરબા રમવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, સાથે જ જાહેરમાં જન્મદિવસ ઊજવવાની મનાઈ છે. જોકે પોલીસના આ જાહેરનામાનો કેટલાંક અસામાજિક તત્ત્વો જ સરેઆમ ભંગ કરે છે. બર્થ ડે સેલિબ્રેશન સહિતના પ્રોગ્રામોની ઉજવણી કરી જાહેરનામાના લીરેલીરા ઉડાવાયા છે. સોશિયલ મીડિયામાં બર્થ ડે પાર્ટીમાં બાર ડાન્સર બોલાવી નોટોનો વરસાદ કરાયો હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં મૈં હું ડોન, તમંચે પે ડિસ્કો, એક દો તીન ચાર વગેરે જેવાં બોલિવૂડનાં ગીતો સ્થાનિક યુવકો બાર ડાન્સર સાથે ઠૂમકા લગાવતા નજરે પડે છે. શરમ નેવે મૂકી યુવકો બાર ડાન્સર પર ચલણી નોટો ઉડાવતા પણ વીડિયોમાં નજરે પડે છે.આ વીડિયો કથિત રીતે ભાગાતળાવના સિંધીવાડનો છે અને પાંચેક દિવસ પહેલાં એક છોકરીના જન્મદિવસ નિમિત્તે અહીં મોટો સ્ટેજ બાંધી સેલિબ્રેશનનો કાર્યક્રમ યોજાયો હતો. વીડિયોમાં ઠૂમકા મારતા સુકરી અને મીંડી ગેંગના સભ્યો નજરે પડે છે, સાથોસાથ રુસ્તમપુરાનો નામચીન જાફર ગોલ્ડન પણ આ વીડિયોમાં દેખાય છે. કોવિડ ગાઇડલાઇન્સના ધજાગરા ઉડાવી બર્થ ડે સેલિબ્રેશનના નામે થયેલા આ તાયફાનો વીડિયોએ પોલીસના નાઇટ પેટ્રોલિંગની પણ પોલ ઉઘાડી પાડી દીધી છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here