Wednesday, August 5, 2026
HomeReligionશુક્રવારે ગણેશજીને દૂર્વાની 21 ગાંઠ ચઢાવો અને મંત્રજાપ કરીને ઘરમાં જ વિઘ્નહર્તાની...

શુક્રવારે ગણેશજીને દૂર્વાની 21 ગાંઠ ચઢાવો અને મંત્રજાપ કરીને ઘરમાં જ વિઘ્નહર્તાની પ્રતિમાનું વિસર્જન કરો

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

અમદાવાદ : શુક્રવાર, 9 સપ્ટેમ્બરના રોજ ભાદરવા મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિ છે, જેને અનંત ચૌદશ કહેવામાં આવે છે. આ તિથિએ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, માટીની ગણેશમૂર્તિનું વિસર્જન ઘરમાં જ કરવું જોઈએ. કોઈ નદી કે તળાવમાં પ્રતિમાનું વિસર્જન કરવું નહીં. આવું કરવાથી નદી-તળાવમાં ગંદકી વધે છે અને ગણેશજીની પ્રતિમા ગંદકીમાં વિસર્જિત થવાથી આપણને દોષ લાગે છે. અગ્નિપુરાણ પ્રમાણે, હિન્દુ કેલેન્ડરના ભાદરવા મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિએ અનંત ચૌદશ પર્વ ઊજવવામાં આવે છે, જે આ વર્ષે 9 સપ્ટેમ્બરના રોજ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે શહેરના મોટા ભાગના પંડાલોએ સ્થળ પર જ વિસર્જનનું આયોજન કર્યું છે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર, આ દિવસે ગણેશવિસર્જન સાથે દસ દિવસના ગણેશોત્સવનું સમાપન થાય છે. એવું માનવામાં આવે છે કે મહાભારતમાં આ વ્રતની શરૂઆત થઇ હતી. જ્યારે પાંડવો પાસેથી તેમનું રાજ્ય છીનવી લેવામાં આવ્યું હતું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને આ વ્રત કરવાની સલાહ આપી હતી. અનંત ચૌદશના દિવસે ગણેશજીની પૂજા કર્યા પછી ઘરમાં જ કોઈ મોટા વાસણમાં કે કુંડામાં ગણેશની પ્રતિમાનું વિસર્જન કરવું જોઇએ. ત્યાર બાદ બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપવી જોઇએ. અનંત ચૌદશનું વ્રત ધન, સંતાનની કામના સાથે કરવામાં આવે છે.પં. મિશ્રના જણાવ્યા પ્રમાણે, ભગવાન ગણેશજી જળતત્ત્વના અધિપતિ દેવતા છે, એટલે તેમની પ્રતિમાનું વિસર્જન જળમાં કરવામાં આવે છે. જળ પંચ તત્ત્વોમાંથી એક છે. એમાં મિશ્રિત થઇને પ્રાણપ્રતિષ્ઠિત ગણેશમૂર્તિ પંચ તત્ત્વોમાં સમાહિત થઇને પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. જળમાં વિસર્જન થવાથી ભગવાન ગણેશનું સાકાર સ્વરૂપ નિરાકાર થઇ જાય છે. જળમાં મૂર્તિવિસર્જનથી એવું માનવામાં આવે છે કે જળમાં મિક્સ થઇને પરમાત્મા પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. આ પરમાત્માનું એકાકાર થવાનું પ્રતીક પણ છે.ભાસ્કર સમૂહ અનેક વર્ષોથી માટીના ગણેશ-ઘરમાં જ વિસર્જન અભિયાન ચલાવી રહ્યું છે. તેનો મૂળ ઉદેશ એ જ છે કે આપણે આપણાં તળાવ અને નદીઓને પ્રદૂષિત થતાં બચાવી શકીએ, એટલે તમે ઘર અથવા સોસાયટીમાં કુંડ બનાવીને વિસર્જન કરો અને એ પવિત્ર માટીમાં એેક છોડ વાવી દો, જેથી તમને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તેમની યાદ પણ ઘરના ફળિયામાં મહેકતી રહેશે. આ છોડ મોટો થઇને પર્યાવરણમાં યોગદાન આપશે, સાથે જ ઘરમાં નવી સમૃદ્ધ પરંપરાનું સંચાર થશે. સવારે જલદી જાગીને સ્નાન કરો અને માટીના ગણેશજીની પૂજા કરો. ચંદન, ચોખા, મોલી, અબીલ, ગુલાલ, સિંદૂર, અત્તર, જનોઈ ચઢાવો. ત્યાર બાદ ગણેશજીને 21 દૂર્વા ચઢાવો. 21 લાડવાનો ભોગ ધરાવો. પછી કપૂરથી ભગવાન શ્રીગણેશની આરતી કરો. ત્યાર બાદ પ્રસાદ અન્ય ભક્તોમાં વહેંચી દો. માન્યતા છે કે મહાભારતકાળમાં આ વ્રતની શરૂઆત થઇ હતી. જ્યારે પાંડવો જુગારમાં પોતાનું રાજ્ય ગુમાવીને વન-વન ભટકી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને રાજ્ય પાછું મેળવવા માટે અનંત ચૌદશ વ્રત કરવા માટે કહ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞાથી યુધિષ્ઠિરે અનંત ભગવાનનું વ્રત કર્યું હતું, જેના પ્રભાવથી પાંડવોને મહાભારતના યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયો તથા તેઓ ચિરકાળ(કાયમ) સુધી રાજ્ય કરતા રહ્યા. ગણેશજીની મૂર્તિનું વિસર્જન પોતાના ઘરમાં જ કરવું શ્રેષ્ઠ રહે છે. ઘરમાં કોઈ સાફ વાસણમાં સાફ જળ ભરવું અને એમાં મૂર્તિ વિસર્જિત કરી શકાય છે. જ્યારે મૂર્તિની માટી પાણીમાં મિક્સ થઈ જાય ત્યારે એ માટીને ઘરના પવિત્ર છોડમાં પ્રવાહિત કરવી જોઈએ. વિસર્જન પહેલાં ઉત્તર પૂજા કરવામાં આવે છે અને ગણેશજીનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે. એ ભગવાન ગણેશ સાથે જ પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here