Saturday, June 13, 2026
HomeGujaratAhmedabadભેંસો સાથે અથડાઈને 'ઘાયલ' થયેલી 'વંદે ભારત'નું રાતોરાત કરાયું સમારકામ, રાખવામાં આવશે...

ભેંસો સાથે અથડાઈને ‘ઘાયલ’ થયેલી ‘વંદે ભારત’નું રાતોરાત કરાયું સમારકામ, રાખવામાં આવશે આ તકેદારીઓ

Date:

Related stories

નામદેવ ફિનવેસ્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી જીતેન્દ્ર...

નામદેવ ફિનવેસ્ટ ખાતે, અમે વંચિત અને ઊભરતા બજારોમાં સતત...

સીઆઇડી દ્વારા રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ કરાઇ

જમીનના હક્કપત્રકની નોંધને ગેરકાયદેસર રીતે પ્રમાણિત દ્વારા ધરપકડ કરી...

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાબરમતી લોકોશેડ તથા રેલવે હોસ્પિટલ...

“એક વૃક્ષ માંના નામે” અભિયાન હેઠળ પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ...

વૈશ્વિક મંદીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે, અને છતાં વિદેશી...

અમેરિકાનાં સાંસદો એ ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ અટકાવવાની ચીમકી આપી!...

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ‘મેગા એગ્રી ક્રેડિટ આઉટરીચ...

*વડોદરા, ૦૬ જૂન, ૨૦૨૬* – સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા,...

 નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ...

પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા...

અમદાવાદ : દેશની સૌથી વધારે ઝડપ ધરાવતી ‘વંદે ભારત એક્સપ્રેસ’ ગુરૂવારે નાનકડી દુર્ઘટનાનો ભોગ બની હતી. અમદાવાદમાં વટવા અને મણિનગર સ્ટેશન પાસે બપોરે 11:18 કલાકે ટ્રેનની સામે ભેંસોનું એક ઝુંડ આવી ગયું હતું. આ કારણે ટ્રેનનો આગળનો હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો હતો અને 20 મિનિટ જેટલો વિલંબ થયો હતો.  સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ઈજાઓ નહોતી પહોંચી અને માત્ર ટ્રેનના આગળના હિસ્સાને નુકસાન પહોંચ્યું હતું. ટ્રેનના ફંક્શનલ હિસ્સાને કોઈ નુકસાન નહોતું પહોંચ્યુ અને બાદમાં તેનું સમારકામ કરી દેવામાં આવ્યું છે. ટ્રેન જ્યારે મુંબઈથી ગાંધીનગર જઈ રહી હતી તે સમયે આ પ્રકારે દુર્ઘટના બની હતી. રેલવે સીપીઆરઓ સુમિત ઠાકુરે જણાવ્યું કે, ગ્રામીણોને તેઓ પોતાના ઢોરને ટ્રેક પાસે ન આવવા દે તે માટે સલાહ આપવામાં આવી છે. અકસ્માતના 24 કલાકની અંદર જ કોચિંગ કેર સેન્ટરમાં ટ્રેનનું સમારકામ કરી દેવામાં આવ્યું છે. મુંબઈ સેન્ટ્રલ ડેપો ખાતે ક્ષતિગ્રસ્ત હિસ્સાને બદલી દેવામાં આવ્યો હતો. અકસ્માત વખતે ટ્રેનનો ચાલક સંપૂર્ણપણે સતર્ક હતો અને તેણે તરત જ ટ્રેનની વ્હીસલ વગાડી હતી અને બ્રેક પણ મારી હતી. જોકે સમય ઓછો હતો અને નાનકડો અકસ્માત થયો હતો. ગ્રામીણોને તેમના પશુઓને રેલવે ટ્રેકથી દૂર રાખવા સલાહ આપવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે વાડ પણ બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ દેશની ત્રીજી વંદે ભારત ટ્રેન છે. અગાઉ નવી દિલ્હી અને વારાણસી તથા નવી દિલ્હી અને માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે વંદે ભારત ટ્રેન દોડી રહી હતી. આ ટ્રેન ગાંધીનગરથી અમદાવાદ થઈને મુંબઈ સુધી જાય છે. સાથે જ તે રૂટ પર પરત ગાંધીનગર આવે છે. પશ્ચિમ રેલવે ગાંધીનગર-અમદાવાદ રૂટ પર ટ્રેનની ઝડપ વધારીને 160 કિમી પ્રતિ કલાક કરવા માટે તૈયારીઓ કરી રહ્યું છે. 

નામદેવ ફિનવેસ્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી જીતેન્દ્ર...

નામદેવ ફિનવેસ્ટ ખાતે, અમે વંચિત અને ઊભરતા બજારોમાં સતત...

સીઆઇડી દ્વારા રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ કરાઇ

જમીનના હક્કપત્રકની નોંધને ગેરકાયદેસર રીતે પ્રમાણિત દ્વારા ધરપકડ કરી...

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાબરમતી લોકોશેડ તથા રેલવે હોસ્પિટલ...

“એક વૃક્ષ માંના નામે” અભિયાન હેઠળ પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ...

વૈશ્વિક મંદીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે, અને છતાં વિદેશી...

અમેરિકાનાં સાંસદો એ ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ અટકાવવાની ચીમકી આપી!...

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ‘મેગા એગ્રી ક્રેડિટ આઉટરીચ...

*વડોદરા, ૦૬ જૂન, ૨૦૨૬* – સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા,...

 નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ...

પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here