Monday, October 5, 2026
HomeGujarat6 વર્ષની માસૂમ રમતાં રમતાં ખુલ્લી ગટરમાં પડી હતી, 22 કલાક બાદ...

6 વર્ષની માસૂમ રમતાં રમતાં ખુલ્લી ગટરમાં પડી હતી, 22 કલાક બાદ અંબિકા નદીમાંથી મૃતદેહ મળ્યો.

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

બીલીમોરાના વખારિયા બંદર પાસે ખુલ્લી ગટરમાં ખાબકેલી બાળકીનો આજે 22 કલાક બાદ માત્ર મૃતદેહ હાથ લાગ્યો હતો. 22 કલાકની ભારે શોધખોળ બાદ વઘારિયા બંદર નજીક વાડિયા શિફ્ટ યાર્ડ ખાતેથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો. જેને પગલે બાળકીનાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. પિતા અજિત શેખે બાળકીના મૃતદેહને ઊંચકી ગળે લગાડી લીધો હતો. પોતાની વહાલી બાળકીને હાથમાં લઈ પિતા તેમજ પરિવારજનો ઘર તરફ આગળ જઈ રહ્યાં હતાં ત્યારે ત્યાં શોકનો માહોલ છવાયો હતો. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બીલીમોરાની મેંગોશી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

નવસારીના બીલીમોરામાં તંત્રની બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં 6 વર્ષની બાળકી પડી જતાં લાપત્તા બની હતી. સીસીટીવી ચેક કર્યા બાદ બાળકી ખુલ્લી વરસાદી ગટરમાં પડી હોવાની જાણ થતાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે પાંચ-છ કલાક સુધી શોધખોળ કર્યા બાદ રાત્રે 10 વાગ્યા પછી ફરી વરસાદ શરૂ થતાં બચાવ કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો. ત્યારે આજે વહેલી સવારથી ફરી બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન 22 કલાકની શોધખોળ બાદ માસૂમ શાહીનની માત્ર લાશ જ મળી હતી. અંબિકા નદીમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો.

બીલીમોરા ફાયરની ટીમ દ્વારા વહેલી ફાયર બોટ લઈને બાળકીની શોધખોળ હાથ ધરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ત્યારે ઘટના બન્યાને 22 કલાક બાદ બાળકીનો માત્ર મૃતદેહ મળ્યો હતો. ખુલ્લી ગટરને કારણે પોતાની વહાલસોયી દીકરી ગટરના પાણીમાં ગરકાવ થતાં દુઃખ સાથે પરિવાર અને સ્થાનિકોમાં પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસામાં ખુલ્લી ગટરને જો બંધ કરવામાં આવી હોત અથવા કોઈ વ્યવસ્થિત કામગીરી થઈ હોત તો આ માસૂમનો કદાચ જીવ બચી ગયો હોત.

બાળકી ગટરમાં પડ્યાના અઢી કલાક બાદ વાલીને ખબર પડી, બીલીમોરાના વખારિયા રોડ પર રહેતા શેખ પરિવારની 6 વર્ષીય બાળકી શાહીન ગઈકાલે બપોરે અઢી વાગ્યાના અરસામાં લાપત્તા બનતાં તેનાં માતાપિતા દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ, શાહીનનો પતો ન લાગતા આસપાસના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. જેમાં સીસીટીવીમાં શાહીન રમતાં રમતાં પોતાના ઘર નજીક આવેલી ખુલ્લી પડેલી વરસાદી ગટરમાં પડતી જોવા મળી હતી. ખુલ્લી ગટરમાં પડ્યાની ગણતરીની સેકન્ડોમાં જ શાહીન ગરકાવ થતી જોવા મળી હતી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here