Monday, October 5, 2026
HomeBreaking Newsસરદાર સરોવર ડેમ 50 ટકાથી વધુ ભરાયો, સૌરાષ્ટ્રના બે જળાશયો છલોછલ, હાઈ...

સરદાર સરોવર ડેમ 50 ટકાથી વધુ ભરાયો, સૌરાષ્ટ્રના બે જળાશયો છલોછલ, હાઈ એલર્ટ જાહેર

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Sardar Sarovar Dam: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજા મનમુકીને વર્ષી રહ્યા છે. અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે કેટલીક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. તો કેટલાક વિસ્તારમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 50 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યના કુલ 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 32.48 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે
સૌરાષ્ટ્ર વિસ્તારના આ ડેમ છલકાતા હાઈ એલર્ટ અપાયું

સરદાર સરોવરમાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના 50.66 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ વરસાદ થતા જામનગર જિલ્લાનો વઘાડિયા ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ 100 ટકા છલકાતા હાઈ એલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના 5 જળાશયો 80 ટકાથી 90 ટકા છલકાતા એલર્ટ પર છે જેમાં જૂનાગઢના ઓઝત-2, કચ્છના કાલાગોગા, મોરબીના ઘોડાધરોઈ, રાજકોટના ભાદર-2 અને સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમને એલર્ટ અપાયું છે.

સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 23 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો

રાજ્યના કુલ 5 જળાશયો 70 ટકાથી 80 ટકા વચ્ચે ભરાઈ જતા વોર્નીંગ આપવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લાના ફુલઝર-1, અને ફુલઝર(કેબી), જૂનાગઢના બાંટવા-ખારો, પોરબંદરના સરન તથા રાજકોટના આજી-2 ડેમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 35.31 ટકા, મધ્ય ગુજરાતના 17માં 41.59 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 32.62 ટકા, કચ્છના 20માં 21.57 ટકા, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 23 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.

એક વર્ષ અગાઉ આજના દિવસે આટલો પાણીનો સંગ્રહ નોંધાયો હતો

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં આજના દિવસે ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 48.72 ટકા, મધ્ય ગુજરાતના 17માં 42.04 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 35.39 ટકા, કચ્છના 20માં 50.95 ટકા, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 47.18 ટકાથી વધુ પાણીનો સંગ્રહ નોંધાયો હતો.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here