Wednesday, March 11, 2026
HomeGujaratAhmedabadSG Highway પર બનશે વધુ બે ઓવર બ્રિજ, ટ્રાફિકની સમસ્યા હળવી થવાની...

SG Highway પર બનશે વધુ બે ઓવર બ્રિજ, ટ્રાફિકની સમસ્યા હળવી થવાની આશા

Date:

spot_img

Related stories

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...
spot_img

અમદાવાદમાં દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બનતી જાય છે. આ ટ્રાફિક કાબુમાં રાખવા અમદાવાદ શહેરમાં ઘણાં નવા બ્રિજ અને અંડરપાસ બનાવાયા છે, પરંતુ ટ્રાફિકનો પ્રશ્ન સહેલાઈથી ઉકેલાતો નથી. ત્યારે અમદાવાદીઓને રાહત સાથે ખુશી આપતા સમાચાર છે કે, અમદાવાદના સૌથી વ્યસ્ત એસ.જી. હાઈવે પર વધુ બે ઓવરબ્રિજ બનાવાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા બાદ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરુ થઈ જાય તેવી અપેક્ષા છે.

છેલ્લા બે દાયકામાં અમદાવાદ શહેરે વિકાસની હરણફાળ ભરી છે. જો કે વિકાસની હરફાળની સાથે શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ દિવસે દિવસે વકરી રહી છે. શહેરના મોટા રસ્તા પર અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. જો કે શહેરની ટ્રાફિક વ્યવસ્થાને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સતત પ્રયત્નશીલ છે.

આ પ્રયાસના ભાગરૂપે એસ.જી. હાઈવે પર એક ઓવરબ્રિજ ગોતાથી નિરમા વચ્ચે અને અન્ય એક YMCA ક્લબથી કર્ણાવતી વચ્ચે નિર્માણ કરાશે. આ બંને બ્રિજ બનતા જ એસ.જી. હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને રાહત મળશે. આ બંને ઓવરબ્રિજનો કુલ ખર્ચ રૂ. 210 કરોડ જેટલો અંદાજવામાં આવ્યો છે. જો કે આ બ્રિજના કામગીરી ક્યારે શરુ થશે તેની ચોક્કસ સત્તાવાર તારીખ જાહેર થઈ નથી, પરંતુ ચોમાસા બાદ ઓવરબ્રિજની કામગીરી શરુ થઈ જવાની આશા છે.

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here