Saturday, November 30, 2024
HomeGujaratAhmedabadઉનાળામાં પણ તળાવોમાંથી વેલ, લીલની સફાઈ માટે લાખો રૃપિયાનું ચૂકવણું કરાયું

ઉનાળામાં પણ તળાવોમાંથી વેલ, લીલની સફાઈ માટે લાખો રૃપિયાનું ચૂકવણું કરાયું

Date:

spot_img

Related stories

તમામ જમીન સંપાદિત થઈ હોય તેવા ખેડૂતો માટે મોટો...

ગુજરાત સરકારે વિવિધ વિકાસ પ્રોજેક્ટના નિર્માણમાં જેમની બધી જ...

‘નોકરી આપો, નશો નહીં…’, અદાણી પોર્ટની બહાર વિરોધ પ્રદર્શન...

ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચીબ ગુજરાતની ત્રણ...

રાજ્યમાં 24થી વધુ ઠેકાણે ITના મહેસાણાથી લઈને અમદાવાદ સુધી...

મહેસાણાના નામાંકિત રાધે ગ્રૂપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડાની...

જામનગરમાં ચેક પરત ફરવાના બે કેસમાં વેપારીઓને બે-બે વર્ષની...

જામનગરના દરેડ વિસ્તારમાં આવેલ ઋષભ મેટલ્સ નામની પેઢીના માલિકને...

વડોદરામાં બે દિવસથી બેવડી ઋતુના કારણે ખાંસી-શરદીના દર્દીઓ વધ્યા

ઠંડીની મોસમમાં વડોદરા ખાતે બે દિવસ ઠંડીનો ચમકારો જોવા...

શિંદે ડેપ્યુટી CM પદ લેવા તૈયાર નથી, મહારાષ્ટ્રમાંક્યાં ફસાયો...

મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સરકારમાં હિસ્સો લેવાનો ઈનકાર...
spot_img

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં હવે તો ઉડીને આંખે વળગે તેવી રીતે ખૂલ્લેઆમ ભ્રષ્ટાચાર શરુ થયો હોય તેમ ઉનાળાના સમયમાં પણ તળાવોમાંથી વેલ, લીલ અને વનસ્પતિની સફાઈના નામે લાખો રુપિયાના ચૂકવણા થઈ રહ્યા હોવાની વિગતો સામે આવી છે! ઉનાળામાં કોઈ તળાવમાં પાણી હોતા જ નથી, આ સ્થિતિ વચ્ચે વેલ અને લીલની સફાઈના નામે ત્રણ મળતિયા એજન્સીઓને ચૂકવાતી રકમ અંગે વિજીલન્સ તપાસની માંગ ઉઠી છે.અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની હદમાં આમ તો ૧૫૦થી વધુતળાવ આવે છે.

પરંતુ આ પૈકી ૩૭ તળાવની સફાઈ માટે નવ વર્ષમાં રુ.૧૨.૦૫ કરોડની રકમ ચૂકવવામાં આવી હોવાની વિગત બહાર આવી છે. લીલ, વેલ, જંગલી વનસ્પતિ અને કચરાની સફાઈ માટે કુમાર એજ્યુકેશન સોસાયટી, મિનાક્ષી દલિત સખી મંડળ અને દેવ રેસિડેન્સી વેલ્ફેર એસોસિએશન, એમ ત્રણ એજન્સીઓને આ રકમ ચૂકવવામાં આવી છે. ત્રણ જ એજન્સીઓને ચૂકવવામાં આવેલી આ કરોડો રુપિયાની રકમ અંગે સવાલ ઉઠાવતા શહેર કોંગ્રેસના લઘુમતી મોરચાના કાર્યકારી પ્રમુખે જણાવ્યું છે કે, મ્યુનિ.ના મેલેરિયા અને હેલ્થ વિભાગમાં તળાવોની સફાઈના નામે રીતસર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ત્રણ સિવાયની અન્ય કોઈ એજન્સી મ્યુનિ.ને મળતી જ નથી. વર્ષના ૧ર મહિનામાં ચાર-પાંચ મહિના તળાવોમાં પાણી હોય છે, બાકીના ૭ મહિના તળાવો સૂકા રહે છે. તેમ છતાં આખુ વર્ષ બીલો ચૂકવવામાં આવે છે. ત્યારે આ કૌભાંડ અંગે વિજીલન્સ તપાસ કરી તળાવની સાફ-સફાઈનો કોન્ટ્રાક્ટ રદ્દ કરી મ્યુનિ.ના સફાઈ કામદારો પાસે જ આ કામગીરી કરાવવાની માંગ કરવામાં આવી છે.

તમામ જમીન સંપાદિત થઈ હોય તેવા ખેડૂતો માટે મોટો...

ગુજરાત સરકારે વિવિધ વિકાસ પ્રોજેક્ટના નિર્માણમાં જેમની બધી જ...

‘નોકરી આપો, નશો નહીં…’, અદાણી પોર્ટની બહાર વિરોધ પ્રદર્શન...

ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચીબ ગુજરાતની ત્રણ...

રાજ્યમાં 24થી વધુ ઠેકાણે ITના મહેસાણાથી લઈને અમદાવાદ સુધી...

મહેસાણાના નામાંકિત રાધે ગ્રૂપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડાની...

જામનગરમાં ચેક પરત ફરવાના બે કેસમાં વેપારીઓને બે-બે વર્ષની...

જામનગરના દરેડ વિસ્તારમાં આવેલ ઋષભ મેટલ્સ નામની પેઢીના માલિકને...

વડોદરામાં બે દિવસથી બેવડી ઋતુના કારણે ખાંસી-શરદીના દર્દીઓ વધ્યા

ઠંડીની મોસમમાં વડોદરા ખાતે બે દિવસ ઠંડીનો ચમકારો જોવા...

શિંદે ડેપ્યુટી CM પદ લેવા તૈયાર નથી, મહારાષ્ટ્રમાંક્યાં ફસાયો...

મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સરકારમાં હિસ્સો લેવાનો ઈનકાર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here