Wednesday, August 5, 2026
HomeGujaratAhmedabadપાડાના વાંકે પખાલીને ડામ : લાંચ અધિકારીએ લીધી અને મ્યુનિ.એસ્ટેટ વિભાગે લોકોના...

પાડાના વાંકે પખાલીને ડામ : લાંચ અધિકારીએ લીધી અને મ્યુનિ.એસ્ટેટ વિભાગે લોકોના પ્રવેશ પર બૅન મૂક્યો

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

અમદાવાદ મ્યુનિ.ના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર હર્ષદ ભોજક દ્વારા રુપિયા વીસ લાખની લાંચ લેવામાં આવી હતી. આ ઘટના બાદ મ્યુનિ.તંત્રે તઘલખી નિર્ણય લઈ મધ્યઝોન એસ્ટેટ કચેરીના દરવાજા સામાન્ય લોકો માટે બંધ કરી દીધા છે. બપોરે 3 થી 5 કલાક દરમિયાન કોઈપણ વ્યકિત સીધો કચેરીમાં જઈ શકશે નહીં.

આર.ટી.આઈ.એકટિવિસ્ટોના કારણે આ નિર્ણય લેવાયો :
મધ્યઝોનના ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે કહયુ, આર.ટી.આઈ.એકટિવિસ્ટોના કારણે આ નિર્ણય કરાયો છે. કચેરી બહાર મ્યુનિ. કર્મચારી બેસાડાશે. જે આવનારા લોકોની ફરિયાદો કે રજુઆત સાંભળશે. મધ્યઝોન એસ્ટેટ વિભાગની કચેરીમાં લોકો માટે દરવાજા બંધ કરાયા હોવા છતાં કોઈ પ્રકારની સુચના કચેરી બહાર મુકાઈ નથી.

વીસ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા :

રુપિયા વીસ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા હર્ષદ ભોજક અગાઉ મધ્યઝોનમાં ફરજ બજાવતા હતા. મધ્યઝોનમાં જમાલપુરમાં 10 માળ સુધીનું બાંધકામ થઈ જવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા મ્યુનિ.કમિશનરે ભોજકને શોકોઝ નોટિસ આપી હતી. સસ્પેન્ડ કરાયા એ સમયે તે પૂર્વઝોનમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા.

લોકોની હાલાકીમાં વધારો થવા પામ્યો છે :

સોમવારે મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન દ્વારા મધ્યઝોનના ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત ઈન્ચાર્જ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર વગેરે સાથે એક બેઠક કરી હતી. આ બેઠક બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરીના કમ્પાઉન્ડમાં મધ્યઝોન માટે બનાવવામાં આવેલા બિલ્ડિંગના બીજા માળ ઉપર આવેલી એસ્ટેટ વિભાગની કચેરી કે જયાં લોકો કામકાજના દિવસ દરમિયાન બપોરે 3 થી 5 તેમની ફરિયાદ કે પ્રશ્નોની રજુઆત કરી શકતા હતા. તેના ઉપર પ્રતિબંધ મુકી દેવાનો નિર્ણય કરતા લોકોની હાલાકીમાં વધારો થવા પામ્યો છે.ઈન્ચાર્જ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ચિંતન એન્જિનિયરને પુછતાં તેમણે કહ્યુ, લોકોના પ્રવેશને લઈ ઉપરથી નિર્ણય લેવામાં આવ્યો છે. કચેરીની બહાર લોકોને નિર્ણય અંગે જાણ થાય એ પ્રકારની સુચના કયા કારણથી લગાવાઈ નથી એ અંગે તેઓ યોગ્ય જવાબ આપી શકયા નહોતા.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here