Saturday, July 25, 2026
HomeGujaratAhmedabadમિશન રફ્તાર: વંદે ભારત મુંબઈ-અમદાવાદ રૂટ પર 130 કિ.મી.ની ઝડપે દોડશે

મિશન રફ્તાર: વંદે ભારત મુંબઈ-અમદાવાદ રૂટ પર 130 કિ.મી.ની ઝડપે દોડશે

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Mumbai-Ahmedabad Vande Bharat Train: ભારતીય રેલવેના ‘મિશન રફ્તાર’ને ઝડપથી આગળ વધારવાનું કામ શરુ થઈ ગયું છે. જેને લઈને પશ્ચિમ રેલવે લાઇન પર મુંબઈ અને અમદાવાદ વચ્ચે નવમી ઑગસ્ટે 130 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પ્રથમ ટ્રાયલ થશે. આ ટ્રાયલમાં 20 કોચવાળી વંદે ભારત ટ્રેનનો ઉપયોગ કરવામાં આવશે. જે માટે રિસર્ચ ડિઝાઇન ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑર્ગેનાઇઝેશન(RDSO)ની ટીમ અમદાવાદ પહોંચી છે અને ટ્રાયલ રેકમાં ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે.

‘મિશન રફ્તાર’ શું છે? :
પાંચ વર્ષ પહેલા મુંબઈ અને દિલ્હી વચ્ચે 160 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડાવવા માટે ‘મિશન રફ્તાર’ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો હતો. 1,478 રૂટ કિ.મી. અને 8 હજાર કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ સાથે સંબંધિત કામ પૂર્ણ થઈ ગયું છે. મિશન સાથે સંકળાયેલા અધિકારીના જણાવ્યાનુસાર, પહેલા 130 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ થશે, ત્યારબાદ કેટલાક તબક્કામાં અને વિવિધ વિભાગોમાં 160 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ થશે. ટ્રેનને ફૂલ સ્પીડે દોડાવવા માટે આખા રૂટ પર ટ્રેકના બન્ને છેડે ફેન્સિંગ જરૂરી છે. આ રૂટના લગભગ 50 ટકા ભાગમાં કેટલ ફેન્સિંગ અને વોલ ફેન્સિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યાનુસાર, દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત પણ મુંબઈ અને દિલ્હી વચ્ચે દોડાવવામાં આવે તેવી શક્યતા છે.

ટ્રેસ કવચથી સજ્જ હશે :
ટ્રેનની સ્પીડ અને સલામતી વધારવા માટે ભારતીય રેલવેની ‘કવચ’ ટૅક્નોલૉજીનો ઉપયોગ સમગ્ર રૂટ ઉપર કરવામાં આવી રહ્યો છે. કવચ ધરાવતી ટ્રેન સામ-સામે અથડાતી નથી કારણ કે અથડામણ પહેલા ટ્રેનને ઓટોમેટિક બ્રેક લાગી જશે. ડિસેમ્બર 2022માં પશ્ચિમ રેલવે પર 735 કિ.મી. પર 90 એન્જિનમાં ‘કવચ’ ફીટ કરવા માટે 3 કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા, જેનું કામ પૂર્ણ થઈ ગયું છે. પશ્ચિમ રેલવે પર આ ટૅક્નોલૉજીનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં વડોદરા-અમદાવાદ સેક્શનમાં 62 કિ.મી., વિરાર-સુરત પર 40 કિ.મી. અને વડોદરા-રતલામ-નાગડા સેક્શનમાં 37 કિ.મી. પર ટ્રાયલ હાથ ધરવામાં આવી છે.

રેલવેનું લક્ષ્ય 160 કિ.મી. પ્રતિ કલાકનું છે :
હાલમાં ભારતીય રેલવેમાં ટ્રેનોની સરેરાશ સ્પીડ 70થી 80કિમી પ્રતિ કલાક છે. જેને વધારીને 160 કિ.મી. પ્રતિ કલાક કરવામાં આવશે. ટ્રેનોની સ્પીડ વધારવા માટે રેલવેએ પાટા નીચેનો આધાર પહોળો કર્યો છે, જેથી સ્પીડ સ્થિર રહે. તેના સમગ્ર રૂટ પર 2×25000-વોલ્ટ (25 હજાર વોલ્ટની બે અલગ પાવર લાઇન) પાવર લાઇન બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટના પશ્ચિમ રેલવે વિસ્તારમાં 134 વળાંકો સીધા કરવામાં આવ્યા છે. 160 કિ.મી. પ્રતિ કલાકની ઝડપ માટે 60 કિગ્રા 90 યુટીએસ ટ્રેક જરૂરી છે, જ્યારે મોટાભાગના ભારતીય રેલવે પાસે 52 કિગ્રા 90 યુટીએસ ટ્રેક છે. મુંબઈ-દિલ્હી રૂટ પર પ્રોજેક્ટ મુજબ ટ્રેક બદલવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ઝડપ વધારવા માટે, પાટા નીચે પથ્થરની બાલ્સ્ટની ગાદી 250 મિ.મી.થી વધારીને 300 મિ.મી. કરવામાં આવી છે.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here