
પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ બૂમ અને શહેરના ભવિષ્યના હાઉસિંગ લેન્ડસ્કેપને આકાર આપવામાં તેની વધતી ભૂમિકા પર પ્રકાશ પાડે છે.
24મી જુલાઈ 2026: મુંબઈના લીડિંગ રિયલ એસ્ટેટ એડવાઇઝરી અને મેન્ડે ફેર્મ્સમાંના એક પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપી દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના માર્કેટ રિપોર્ટ અનુસાર, રિડેવલપમેન્ટ મુંબઈના રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ માર્કેટને આકાર આપનાર સૌથી મોટું પ્રેરક બળ (કેટેલિસ્ટ) બનીને ઉભરી આવ્યું છે, જેમાં શહેરની રિડેવલપમેન્ટ પાઇપલાઇન હવે રૂ. 1.5 લાખ કરોડ હોવાનો અંદાજ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2020 થી મુંબઈભરમાં 1,094 હાઉસિંગ સોસાયટી રિડેવલપમેન્ટ કરારો એક્ઝિક્યુટ કરવામાં આવ્યા છે, જેનાથી લગભગ 432 એકર શહેરી જમીન ખુલ્લી થઈ છે અને આગામી વર્ષોમાં આશરે 59,000 નવા ઘરો બનાવવાનો માર્ગ મોકળો થયો છે.
પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના ડિરેક્ટર શ્રી કમલ શાહે જણાવ્યું હતું કે, “એક દાયકા પહેલાંની સરખામણીમાં આજના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ નોંધપાત્ર રીતે વધુ અત્યાધુનિક છે. ડેલવપર્સને ખાસ સલાહકાર ભાગીદારોની જરૂર હોય છે જેઓ કિંમત, ગ્રાહકના વર્તન, બ્રાન્ડિંગ અને વેચાણ વ્યૂહરચના સમજે છે. ત્યાં જ પલેડિયન જેવી ફર્મ્સ માપી શકાય તેવું મૂલ્ય ઊભું કરે છે.”
અહેવાલમાં વધુમાં નોંધવામાં આવ્યું છે કે 2026 માં રિડેવલપમેન્ટ પ્રવૃત્તિમાં વેગ સતત જળવાઈ રહ્યો છે, જેમાં માત્ર પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન જ 70 રિડેવલપમેન્ટ કરારો હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે સમગ્ર 2025 દરમિયાન થયેલા કરારોના લગભગ એક તૃતીયાંશ જેટલા છે. વાર્ષિક રિડેવલપમેન્ટ કરારો પણ 2024 માં 196 થી વધીને 2025 માં 229 થયા છે, જે બજારમાં સતત વૃદ્ધિ દર્શાવે છે.
રિપોર્ટ અનુસાર, મુંબઈની રિડેવલપમેન્ટ સ્ટોરી આગામી દાયકામાં વધુ ઝડપી બને તેવી શક્યતા છે કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણો સતત ચાલુ છે, નીતિગત સમર્થન અનુકૂળ રહે છે અને શહેર આડું વિસ્તારવાને બદલે ઊભું (વર્ટિકલી) વધી રહ્યું છે.
મુંબઈના રેસિડેન્શિયલ માર્કેટમાં રિડેવલપમેન્ટ એક વ્યાખ્યાયિત ટ્રેન્ડ તરીકે ઉભરી આવવાની સાથે, રિપોર્ટ તારણ આપે છે કે પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપી જેવી વિશિષ્ટ એડવાઇઝરી ફર્મ્સ ડેવલપર્સને પ્રોજેક્ટ પોઝિશનિંગ, માર્કેટ સ્ટ્રેટેજી અને સેલ્સ એક્ઝિક્યુશન નેવિગેટ કરવામાં મદદ કરવામાં વધુને વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જે આખરે સમગ્ર શહેરમાં વધુ સારા આયોજનબદ્ધ અને ભવિષ્ય માટે તૈયાર પડોશ (નેબરહૂડ)ના નિર્માણમાં યોગદાન આપશે.
મુંબઈમાં વિકાસ યોગ્ય જમીનની તંગી વધી રહી હોવાથી, રિડેવલપમેન્ટ એ વૈકલ્પિક વિકાસ વ્યૂહરચનામાંથી બદલાઈને શહેરના નવા રેસિડેન્શિયલ સપ્લાયનો મુખ્ય સ્ત્રોત બની ગયું છે. રિપોર્ટ દર્શાવે છે કે રિડેવલપમેન્ટ માત્ર જૂના થતા હાઉસિંગ સ્ટોકનું આધુનિકીકરણ જ નથી કરતું પરંતુ સ્થાપિત નેબરહૂડ ઇકોસિસ્ટમને જાળવી રાખીને જમીનનો વધુ સારો ઉપયોગ પણ સક્ષમ બનાવે છે.
વેસ્ટર્ન સબર્બ્સમાં બહુમતી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ ચાલુ છે, જેને જૂની હાઉસિંગ સોસાયટીઓ, મજબૂત એન્ડ-યુઝર માંગ અને મુંબઈ મેટ્રો વિસ્તરણ, કોસ્ટલ રોડ અને મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક જેવા પરિવર્તનકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો સપોર્ટ મળી રહ્યો છે.
રિપોર્ટ આ ક્ષેત્રના ગ્રોથ માટે DCPR 2034 ના અમલીકરણ, ઉચ્ચ મંજૂર ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (FSI), રિડેવલપમેન્ટ-સાંકળતી અનુકૂળ નીતિઓ અને ઝડપી મંજૂરી પ્રક્રિયાઓ સહિતના કેટલાક માળખાકીય સુધારાઓને આભારી ગણાવે છે, જેણે પ્રોજેક્ટની વ્યવહારુતા (વોયેબિલિટી)માં નોંધપાત્ર સુધારો કર્યો છે.
અહેવાલમાં એકલ દોકલ બિલ્ડિંગ રિડેવલપમેન્ટથી ક્લસ્ટર રિડેવલપમેન્ટ તરફનો ક્રમિક બદલાવ પણ જોવા મળ્યો છે, જે સંકલિત શહેરી આયોજન, શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુધારેલી ખુલ્લી જગ્યાઓ અને જમીનનો વધુ કાર્યક્ષમ ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.
