Wednesday, August 26, 2026
HomeAhmedabadનારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ, પસંદગી તેમજ જાપાન...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ, પસંદગી તેમજ જાપાન અને જર્મન ટેક્નોલોજીથી નિર્મિત 3ડી પ્રિન્ટેડ નારાયણ મોડ્યુલર આર્ટિફિશિયલ લિમ્બ મેજરમેન્ટ શિબિર 26મીએ

Date:

Related stories

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત, રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત સામાજિક સંસ્થા નારાયણ સેવા સંસ્થાન તથા સીએસઆર પાર્ટનર ઇંગરસોલ રેન્ડ દ્વારા અમદાવાદમાં એક વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ, પસંદગી તેમજ જાપાન અને જર્મન ટેક્નોલોજીથી નિર્મિત 3ડી પ્રિન્ટેડ નારાયણ મોડ્યુલર આર્ટિફિશિયલ લિમ્બ મેજરમેન્ટ શિબિરનું આયોજન રવિવાર, 26 જુલાઈના રોજ કરવામાં આવશે. આ શિબિર ગુજરાત યુનિવર્સિટી, અટલ-કલામ, કેમ્પસ લેન, નવરંગપુરા, અમદાવાદ, ગુજરાત ખાતે યોજાશે. શિબિરનું ઉદ્ઘાટન સવારે 11 વાગ્યે કરવામાં આવશે, જ્યારે નોંધણી અને તપાસ પ્રક્રિયા સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.

સંસ્થાના મીડિયા અને જનસંપર્ક પ્રમુખ ભગવાન પ્રસાદ ગૌરે જણાવ્યું કે એવા દિવ્યાંગજનો, જેમણે કોઈ અકસ્માત, બીમારી અથવા અન્ય કારણોસર પોતાના હાથ અથવા પગ ગુમાવ્યા છે, તેમને ફરીથી સન્માનજનક અને આત્મનિર્ભર જીવન પ્રદાન કરવું સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. પદ્મશ્રીથી સન્માનિત સ્થાપક કૈલાશ ‘માનવ’ની પ્રેરણાથી સંસ્થા છેલ્લા ચાર દાયકાથી માનવતાની સેવામાં સતત કાર્યરત છે.

તેમણે જણાવ્યું કે અમદાવાદ તથા આસપાસના વિસ્તારોના દિવ્યાંગજનોને વધુમાં વધુ લાભ પહોંચાડવાના હેતુથી આ વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગતા નિવારણ ઓપરેશન પસંદગી તથા નારાયણ લિમ્બ મેજરમેન્ટ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ વિશેષ શિબિરમાં સંસ્થાની અનુભવી તથા નિષ્ણાત ઓર્થોટિસ્ટ અને પ્રોસ્ટેટિસ્ટ તબીબોની ટીમ દ્વારા દિવ્યાંગજનોની તપાસ કરી ઉચ્ચ ગુણવત્તાયુક્ત, હળવા અને ટકાઉ નારાયણ લિમ્બ માટે ચોક્કસ માપ લેવામાં આવશે. જે દિવ્યાંગજનોનું માપ લેવામાં આવશે, તેમને અંદાજે બે મહિના બાદ ફરીથી આયોજિત શિબિરમાં તેમના માપ અનુસાર મોડ્યુલર કૃત્રિમ અંગ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. સાથે જ, જરૂરિયાત મુજબ નિઃશુલ્ક ઓપરેશન માટે પણ પસંદગી કરવામાં આવશે, જેમની સર્જરી સંસ્થાના ઉદયપુર સ્થિત અત્યાધુનિક હોસ્પિટલમાં કરવામાં આવશે.

શિબિરમાં આવનાર દિવ્યાંગજનો તથા તેમના પરિવારજનો માટે નિઃશુલ્ક ભોજન, ચા અને અલ્પાહારની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રસંગે અમદાવાદના જનપ્રતિનિધિઓ, ગણમાન્ય નાગરિકો તથા સમાજસેવીઓની ગૌરવમય ઉપસ્થિતિ પણ રહેશે.

સંસ્થાના અધ્યક્ષ પ્રશાંત અગ્રવાલે વધુમાં વધુ દિવ્યાંગજનોને આ શિબિરનો લાભ લેવા અપીલ કરતાં જણાવ્યું કે શિબિરમાં આવનાર ઇચ્છુક દિવ્યાંગજનો પોતાની સાથે આધાર કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર તથા સ્પષ્ટપણે દિવ્યાંગતા દર્શાવતા બે પાસપોર્ટ સાઇઝના ફોટા ફરજિયાત સાથે લઈને આવે.

શિબિર સંબંધિત વધુ માહિતી માટે સંસ્થાની હેલ્પલાઇન: 70235-09999, 78293-00000 પર સંપર્ક કરી શકાય છે.

પત્રકાર પરિષદ દરમિયાન, ભગવાન પ્રસાદ ગૌર (જનસંપર્ક વડા, NSS) અને કૈલાશ ચૌધરી (આશ્રમ પ્રભારી, NSS અમદાવાદ) એ શિબિર પોસ્ટરનું સત્તાવાર રીતે અનાવરણ કર્યું.

ઉલ્લેખનીય છે કે નારાયણ સેવા સંસ્થાન વર્ષ 1985થી નિઃસ્વાર્થ ભાવથી સમાજસેવામાં કાર્યરત છે. સંસ્થાના સ્થાપક શ્રી કૈલાશ માનવને તેમની અદ્વિતીય સેવાભાવના માટે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી અલંકારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે સંસ્થાના અધ્યક્ષ પ્રશાંત અગ્રવાલને વર્ષ 2023માં દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી સંસ્થા દ્વારા દેશ-વિદેશમાં 40,200થી વધુ દિવ્યાંગજનોને નિઃશુલ્ક કૃત્રિમ અંગો પ્રદાન કરવામાં આવ્યા છે તેમજ 4,54,081થી વધુ દિવ્યાંગજનોની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે.

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here