Saturday, March 7, 2026
HomeGujaratસુરત પાલિકાના લિંબાયત ઝોનની એક સોસાયટીના આંતરિક રોડ પર મંદિર બનાવી દેવાયું

સુરત પાલિકાના લિંબાયત ઝોનની એક સોસાયટીના આંતરિક રોડ પર મંદિર બનાવી દેવાયું

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

સુરત : સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનની એક રહેણાંક સોસાયટીના આંતરિક રોડ પર કેટલાક લોકોએ મંદિર બનાવી દેવાતા ઝોનમાં ફરિયાદ થઈ છે. ઝોન દ્વારા એક વખત ડિમોલીશન કર્યા બાદ ફરીથી મંદિર બનાવી પ્રતિમા મૂકી કબજો કરવાનો પ્રયાસ થતા ફરી ફરિયાદ થઈ છે. આ મંદિર બનાવવા પાછળ કેટલાક રાજકારણીઓની સોસાયટી ના ખાલી પ્લોટ પર નજર હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં આવેલી સાઈબાબા નગર સોસાયટી 63- 2 હેઠળના નિયમ પ્રમાણે બની હોવાથી આ સોસાયટીમાં રોડ-ડ્રેનેજ અને પાણી સહિતની સુવિધા પાલિકાએ વિના મૂલ્યે પૂરી પાડી છે. હવે આ સોસાયટીમાં 10 જેટલા પ્લોટ છે તે લાડશાખીય વાડી સમાજના છે તેની બાજુમાં થી પસાર થતા રસ્તા પર થોડા સમય પહેલા મંદિર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. સોસાયટી અને સમાજના લોકોએ ઝોનમાં અરજી કરતાં 16 ઓગસ્ટના રોજ ડિમોલીશન કર્યું હતું. ત્યાર બાદ એક રાજકારણી દ્વારા આ મંદિર માટે ખાત મુર્હુત કરી ફરી બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
સોસાયટીના આંતરિક રોડ પર મંદિર બનાવવા માટે કેટલાક ધાર્મિક સંગઠનો ને અંધારામાં રાખી તેમની મદદ લેવામા આવતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ ઉપરાંત એવા ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે કે, કેટલાક રાજકારણીઓની નજર આ પ્લોટ પર છે અને તેના કારણે આ મંદિરનું બાંધકામ થઈ રહ્યું છે. હવે જોવું રહ્યું કે પાલિકા એ બનાવેલા રોડ પર જ રાજકારણીના ઈશારે મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું છે તે પાલિકા દુર કરશે કે રાજકીય દબાણ માં કોઈ કામગીરી કરશે નહીં તે તો સમય જ બતાવશે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here