Wednesday, August 5, 2026
HomeGujaratત્રિનેત્રેશ્વર મહાદેવના સાંનિધ્યમાં લોક સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિશ્વ વિખ્યાત તરણેતરના મેળાનો પ્રારંભ

ત્રિનેત્રેશ્વર મહાદેવના સાંનિધ્યમાં લોક સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિશ્વ વિખ્યાત તરણેતરના મેળાનો પ્રારંભ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિ સાથે મેળાનું વિશેષ મહત્વ છે. તહેવાર અને જન્મદિવસની જેમ સૌરાષ્ટ્રના મેળાની લોકો કાગડોળે વાટ જોતા હોય છે. સુરેન્દ્ર નગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાંનિધ્યમાં યોજાતા જગવિખ્યાત તરણેતરના મેળાની આજથી શરૂઆત થઈ ચૂકી છે. ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે 9:30 થી મેળાનો આરંભ થઈ ચુક્યો છે. આજથી સતત ત્રણ દિવસથી સુધી સૌરાષ્ટ્રમાં લોકો આ મેળાનો આનંદ માણશે.મેળાનું નામ લેતાં મોટા-મોટા ચકડોળ, રમકડાંની દુકાનો, અવનવી ખાણી-પીણીની દુકાનો અને માનવ મહેરામણ નજરની સામે ફરવા લાગે છે. જોકે, તરણેતરનો મેળો આ બધી વાતોની સાથે પોતાના ઈતિહાસ અને પૌરાણિક કથાઓ અને ધાર્મિક મહત્વને લઈને પણ દેશ-દુનિયામાં પ્રખ્યાત છે. ભાદરવા સુદ ત્રીજથી શરૂ થતાં આ મેળાનો આરંભ મહાદેવની પૂજા સાથે થાય છે. ત્યારબાદ ચોથના દિવસથી મેળાની અસલ રંગત જામે છે. રાસ, ગરબા, દુહા અને છંદની રમઝટ બોલાય છે. ટીટોડી અને હુડા રાસ આ મેળાની આગવી ઓળખ છે.

છેલ્લે પાંચમના દિવસે સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળિયાદના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. મેળાના છેલ્લા દિવસે મંદિરની ત્રણ દિશામાં આવેલાં કુંડામાં ન્હાવાનું ખાસ મહત્વ છે. આ વર્ષે તરણેતરના મેળામાં દર વખતની જેમ પારંપારિક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભરતગૂંથણ, વેશભૂષા, છત્રી સજાવટ જેવી આશરે 24 જેવી સ્પર્ધાઓ યોજાઈ છે. આ ત્રણ દિવસના મેળામાં યોજવામાં આવેલી સ્પર્ધાઓ સમગ્ર સૌરાષ્ટ્રની ઝાંખી કરાવે છે.થાનગઢ સ્ટેશનથી છ માઈલ દૂર આવેલા તરણેતરમાં આ મેળો ભરાય છે. જંગલમાં તરણેતરનું પ્રાચીન મંદિર છે. એમ કહેવાય છે કે વાસુકિ નાગની આ ભૂમિ છે. અહીં તરણેતર (ત્રિનેત્રેશ્વર) મહાદેવનું દસમા સૈકાનું કલાપૂર્ણ મંદિર છે. આ ભૂમિ દેવપાંચાલ તરીકે જાણીતી છે. અર્જુને અહીં મત્સ્યવેધ કરીને દ્રૌપદી સાથે લગ્ન કર્યા હતાં એવી લોકવાયકા છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના નામ ઉપરથી આ ગામનું નામ અપભ્રંશ થઈને તરણેતર પડ્યું છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here