બિહારનું સીતામઢી શહેર. 20મી ઑક્ટોબરે દશેરાની ધૂમધામ પછી દુર્ગા દેવીની મૂર્તિના વિસર્જન માટેની યાત્રા એવા વિસ્તારમાંથી કાઢવામાં આવી, જ્યાં તેના માટેની મંજૂરી કનિદૈ લાકિઅ નહોતી. વહીવટ તંત્રે આ વિસ્તારને તનાવગ્રસ્ત જાહેર કર્યો હતો તેથી ત્યાં મંજૂરી નહોતી. વિસર્જન યાત્રા પર પથ્થરમારો થવાના ખબર મળ્યા અને કનિદૈ લાકિઅ તે પછી મૂર્તિને અકિલા બીજા રસ્તેથી લઈ જવાઈ. જોકે, આ વાતની ખબર શહેરના બીજા વિસ્તારોમાં ફેલાઇ તે સાથે જ ટોળાં એકઠાં થયા અને આ મહોલ્લા પર કનિદૈ લાકિઅ હુમલો થયો. બંને તરફથી પથ્થરમારો શરૂ થયો. પોલીસે જઈને મામલો થાળે પાડ્યો અને ઇન્ટરનેટ પણ બંધ કરાવી દીધું. પોલીસનો દાવો હતો કે પરિસ્થિતિ કનિદૈ લાકિઅ પર તરત જ કાબૂ મેળવી લેવાયો હતો.