Saturday, July 25, 2026
HomeIndiaબદ્રીનાથ-યમુનોત્રી હાઇવે વરસાદ અને ભૂસ્ખલનના લીધે બંધ, ગુજરાતના 40 શ્રદ્ધાળુઓ અટવાયા

બદ્રીનાથ-યમુનોત્રી હાઇવે વરસાદ અને ભૂસ્ખલનના લીધે બંધ, ગુજરાતના 40 શ્રદ્ધાળુઓ અટવાયા

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલના લીધે મુસીબત ઊભી થઈ છે. ચમોલીમાં બદ્રીનાથ હાઇવેનો વૈકલ્પિક માર્ગ નંદપ્રયાગ સેકોટ કોઠિયાલસેન માર્ગ ભૂસ્ખલનના લીધે બંધ થઈ ગયો છે. જ્યારે યમુનોત્રી, બદ્રીનાથ હાઇવે પણ બંધ પડ્યો છે. ત્યારે ચારધામની યાત્રાએ નીકળેલા બનાસકાંઠા પાલનપુરના 40 શ્રદ્ધાળુઓ પણ યમુનોત્રી માર્ગ પર ફસાયા છે. આ માર્ગ પર ભૂસ્ખલનના કારણે મોટી શીલાઓ રસ્તા ઉપર પડતાં રસ્તો બંધ થઈ ગયો છે. તો બીજી તરફ થરાલી ચેપડો પાસે થરાલી દેવાલ મોટર માર્ગ પર ભૂસ્ખલનના લીધે ચીડના બે મોટા વૃક્ષો રસ્તા પડી ગયા હોવાથી 12 કલાકથી રસ્તો બંધ છે. જેસીબીની મદદથી તેને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ નિષ્ફળતા મળી છે. જ્યારે કર્ણપ્રયાગ પાસે ચટવાપીપલમાં બદ્રીનાથ હાઇવે બંધ છે. અહીં અનેક શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. યમુનોત્રી હાઇવે પર પથ્થરો ધસી પડતાં ઠેર-ઠેર હાઇવે બંધ છે, જેના લીધે શ્રદ્ધાળુઓની સાથે-સાથે સ્થાનિક લોકો પણ હાઇવે ખુલવાની રાહ જોઈ રહ્યા છે. યમુનોત્રી હાઇવે રાડી નજીક બંધ થતાં યમુના ઘાટીના જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે. ભારે વરસાદના કારણે શનિવારે બદ્રીનાથ નેશનલ હાઇવે પર અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું છે, જેથી લામબગડ, નંદપ્રયાગ, સોનાલ અને બૈરાજ કુંજમાં રસ્તા બ્લોક થઈ ગયા છે. ભૂસ્ખલનના લીધે સાકોટ અને નંદપ્રયાગ વચ્ચે વૈકલ્પિક માર્ગ પણ બંધ થયો છે. ચમોલી પોલીસે જણાવ્યું હતું કે જિલ્લામાં ભારે વરસાદના લીધે બદ્રીનાથ નેશનલ હાઇવે પર ઠેર-ઠેર ભૂસ્ખલન જોવા મળ્યું છે, જેથી ઘણા રસ્તા બ્લોક થઈ ચૂક્યા છે. સુરક્ષા માટે ચમોલી પોલીસ શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ કરી રહી છે. હવામાન વિભાગે ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં રેડ ઍલર્ટ જ્યારે અનેક વિસ્તારોમાં ઑરેન્જ ઍલર્ટ પણ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઉત્તરાખંડના વિવિધ સ્થળોએ ભારે વરસાદના લીધે એસડીઆરએફની ટીમો અને જિલ્લાધિકારીઓને હાઇઍલર્ટ પર રહેવાની સૂચના આપી છે.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here