Friday, June 5, 2026
HomeGujaratવડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા પર ફરી મડરાતું...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા પર ફરી મડરાતું પૂરનું સંકટ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ છે, આજે સવારે નદી આ લેવલથી આશરે એક ફૂટ નીચે વહેતી હતી. જોકે ગઈ રાતથી વરસાદ બંધ છે અને આજે ઉઘાડ છે, પરંતુ નદીનું લેવલ ગઈકાલની સરખામણીએ ધીમી ગતિએ વધી રહ્યું છે, એટલે વડોદરામાં હજી પૂરનું સંકટ માથે ઉભું જ રહ્યું છે, હવે ભારે વરસાદ ન પડે તો જ શહેર ત્રીજી વખતના પૂરમાંથી બચી શકે તેવી સ્થિતિ છે.ગઈકાલની સરખામણીએ આજવા સરોવરમાં પણ લેવલ ખૂબ ધીમી ગતિએ વધે છે. ગઈકાલે વડોદરામાં ભારે વરસાદ પડ્યા બાદ અને ઉપરવાસમાંથી આવક થતા વિશ્વામિત્રી નદીની જળ સપાટી ખૂબ ઝડપભેર આગળ વધી ગઈ હતી. જેના કારણે કોર્પોરેશનનું તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. લોકો ત્રીજી વખત પૂર આવશે તેવી દહેજતથી ભયભીત બની ગયા હતા. ગઈ રાત સુધી લેવલ ખૂબ ઝડપથી વધતું હતું. રાત્રે બે વાગ્યે લેવલ 24 ફૂટ પહોંચી ગયું હતું. જોકે એ પછી સપાટીમાં વધારો ધીમી ગતિએ થઈ રહ્યો છે, એટલે તંત્ર થોડું નિશ્ચિંત બન્યું છે. રાત્રે બે વાગ્યાથી અત્યારે 11:30 વાગ્યા સુધીમાં નદીની સપાટીમાં 10:30 કલાકમાં 1.03 ફૂટનો વધારો થયો છે. આજવા સરોવર ખાતે પણ ગઈ રાત્રે 11 વાગ્યે લેવલ 213.13 ફૂટ હતું. જે આજે 12 કલાક પછી તેમાં 0.16 નો વધારો થયો છે. આજવાનું લેવલ હાલ 213.26 ફૂટ છે. વરસાદ થંભી જવાના કારણે લેવલ વધવાની ગતિ ઘટી ગઈ છે.

બીજી બાજુ વડોદરા શહેરમાં અફવા ફેલાતા કોર્પોરેશન તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈએ અફવા પર ધ્યાન આપવું નહીં. આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવશે નહીં. કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નદી કાંઠાના નીચાળવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. તંત્ર દ્વારા એન.ડી.આર.એફની બે ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે અને બચાવ કામગીરી માટે તરાપા રાખવામાં આવ્યા છે. આજની સ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરાની શાળાઓ અને એમ.એસ.યુનિવર્સિટી બંધ રાખવામાં આવી છે. હાલ નદીમાં પાણી જે વધી રહ્યું છે, તે વિશ્વામિત્રીના ઉપરવાસના વરસાદના લીધે વધે છે. સામાન્ય રીતે વરસાદ થયા બાદ 24 કલાક સુધી ધીમી ગતિએ પાણીની આવક ચાલુ રહે છે. કોર્પોરેશનના તંત્રનું માનવું છે કે હવે લેવલ ધીમે ધીમે સ્થિર થશે અને કલાકો બાદ પાણી ઉતરવાની શરૂઆત થશે, પરંતુ તે સમય દરમિયાન વરસાદ પડવો ન જોઈએ. જો વરસાદ પડે તો સ્થિતિ પાછી ચિંતાજનક બની જાય તેમ છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here