Friday, June 5, 2026
HomeBusinessકોને મળશે રતન ટાટાની નેટવર્થના 7,900 કરોડ રૂપિયા? આ ચાર લોકોને અપાઈ...

કોને મળશે રતન ટાટાની નેટવર્થના 7,900 કરોડ રૂપિયા? આ ચાર લોકોને અપાઈ વસિયતનામું લાગુ કરવાની જવાબદારી

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Ratan Tata Networth: ટાટા ગ્રૂપના પૂર્વ ચેરમેન રતન ટાટાનું હાલમાં જ મુંબઈમાં નિધન થયુ હતું. તેમની નેટવર્થ આશરે રૂ. 7900 કરોડ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની વસિયતને અમલમાં મૂકવાની જવાબદારી તેમના નજીકના વકીલ મિત્ર ડેરિયસ ખંભાટા અને સહયોગી મેહલી મિસ્ત્રીને સોંપી છે. તેમજ તેમની સાવકી બહેનો શિરીન અને ડિયના જીજીબાઈને પણ નોમિની બનાવ્યા છે.
રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટા ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન બન્યા છે. ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં ટ્રસ્ટ 66 ટકા હિસ્સો ધરાવે છે. ટાટા ગ્રૂપ દેશનું સૌથી મોટું ઔદ્યોગિક જૂથ છે

હુરૂન ઇન્ડિયા રીચ લિસ્ટ 2024 અનુસાર, રતન ટાટા ટાટા સન્સમાં 0.83 ટકા હિસ્સો ધરાવતા હતા, તેમની નેટવર્થ રૂ. 7900 કરોડ હતી. જેમાંથી મોટો હિસ્સો દાન અને સમાજના કલ્યાણમાં વાપરવામાં આવશે. તેમની ¾ નેટવર્થ ટાટા સન્સ સાથે જોડાયેલી છે. આ સિવાય ટાટા ઓલા, પેટેમ, ટ્રેક્સન, ફર્સ્ટક્રાય, બ્લૂસ્ટોન, કારદેખો, કેશકરો, અર્બન કંપની અને અપસ્ટોક્સ સહિત 12થી વધુ કંપનીઓમાં રોકાણ ધરાવતા હતા. તેમાંથી અમુક કંપનીઓમાં હિસ્સો વેચી દીધો હતો.

ક્યાં ક્યાં છે રોકાણ

મુંબઈના કોલાબા ઉપરાંત અલીબાગમાં અરબ સાગરના તટ પર હોલિડે હોમ ધરાવતા હતા. ટાટાની વસિયતની સંપૂર્ણ વિગતો ખાનગી છે. મેહલી મિસ્ત્રી રતન ટાટાના વિશ્વસનીય અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી હતા. આ બંને ટ્રસ્ટ ટાટા સન્સમાં 52 ટકા હિસ્સો ધરાવે છે. ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓમાં ટાટા સન્સની માર્કેટ વેલ્યુ રૂ. 16.71 લાખ કરોડ છે.

કોણ છે મેહિલ મિસ્ત્રી?

એક સૂત્રએ જણાવ્યું કે રતન ટાટાની વસિયત તૈયાર કરવામાં વકીલ ખંભાટાએ મદદ કરી હતી. લગભગ સાત વર્ષના અંતરાલ પછી, તેઓ ગયા વર્ષે ટાટાના બે પ્રાથમિક ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પાછા ફર્યા હતાં. તેમણે 2016માં પ્રોફેશનલ સર્વિસિઝનો હવાલો આપતાં ટ્રસ્ટ છોડી દીધું હતું. નિયમો અનુસાર, મૃતકની ઇચ્છાને અમલમાં મૂકવા માટે એક્ઝિક્યુટર હોવા જરૂરી છે.

રતન ટાટાએ નાણાકીય વર્ષ 2023 સુધીમાં તેમના પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ વ્હિકલ RNT એસોસિએટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 186 કરોડનું રોકાણ કર્યું. મિસ્ત્રી અને રતન ટાટા RNT એસોસિએટ્સના માત્ર બે બોર્ડ સભ્યો હતા. મેહિલ મિસ્ત્રી ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સ્વર્ગસ્થ સાયરસ મિસ્ત્રીના પિતરાઈ ભાઈ છે. ટાટા સન્સના ચેરમેન પદેથી સાયરસ મિસ્ત્રીને દૂર કરવા સંબંધિત વિવાદમાં તેમણે સતત રતન ટાટાને સમર્થન આપ્યું હતું. તેઓ તાજેતરના વર્ષોમાં રતન ટાટાના સ્વાસ્થ્યની સંભાળ પણ લઈ રહ્યા હતા.

ઑક્ટોબર 2022માં, મિસ્ત્રીને ટાટાના બે સૌથી મોટા ટ્રસ્ટના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેઓ એમ. પલોનજી ગ્રૂપની એક ડઝનથી વધુ કંપનીઓના બોર્ડમાં સામેલ છે. આ કંપનીઓ પેઇન્ટ, ડ્રેજિંગ ઓપરેશન, લોજિસ્ટિક્સ, શિપિંગ, ફાઇનાન્સ, ઓટો ડીલરશિપ અને જીવન વીમા સાથે સંકળાયેલી છે. તેઓ બ્રીચ કેન્ડી હૉસ્પિટલ, એડવાન્સ્ડ વેટરનરી કેર ફાઉન્ડેશન અને ટાટા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સ્કિલ્સના બોર્ડમાં પણ છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here