Sunday, October 4, 2026
HomeGujaratહેતની હવેલી ખાતે પ્રજાસત્તાક દિવસ પર ભારતમાતાની ભવ્ય આરતી અને પરમવીર વંદના

હેતની હવેલી ખાતે પ્રજાસત્તાક દિવસ પર ભારતમાતાની ભવ્ય આરતી અને પરમવીર વંદના

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

લાઠી દુધાળા ૨૬ મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની વિશેષ સંધ્યાએ હેતની હવેલી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પિત ભારતમાતા સરોવર પર ભારતમાતાની ભવ્ય આરતી તેમજ ૨૧ પરમવીર ચક્ર વિજેતા સૈનિકોની પરમવીર વંદના કરવામાં આવી હતી.પ્રજાસત્તાક પર્વની આ અનોખી ઉજવણીમાં સમગ્ર ગામ અને આસપાસના નાગરિકોએ ઉમળકાભેર ભાગ લીધો હતો. ધોળકિયા ફાઉન્ડેશન કમિટીના મિત્રોના પ્રેરણાત્મક નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રપ્રેમ અને પ્રકૃતિ સંરક્ષણનો અદભુત સમન્વય જોવા મળ્યો. ભારતમાતાનું પૂજન અને આરતી: મહાન રાષ્ટ્રમાતા અને વીર સપૂતો ને સન્માન આપવા માટે ભારતમાતાની ભવ્ય આરતીનું આયોજન થયું, જ્યાં ગામના શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, શિક્ષકો, વિદ્યાાર્થિઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.પરમવીર વંદના ૨૧ પરમવીર ચક્ર વિજેતા સૈનિકોના શૌર્ય અને પરાક્રમ ને સન્માન આપવા માટે આ યાદગાર વંદના કરવામાં આવી. કલામ કેમ્પસના વિદ્યાર્થીઓએ આ શૂરવીરોના પરાક્રમની વિગતો આપી સહભાગીઓમાં પ્રેરણા જગાવી હતી.ત્યારબાદ લાઠી, મતિરાળા, અકાળા પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ અને અમરેલી મુકબધીર શાળાના બાળકોએ દેશભક્તિથી યુક્ત રોચક સાંસ્કૃતિક પ્રસ્તુતીઓ રજૂ કરી, જેમણે ઉપસ્થીત સૌ કોઈના દિલ જીતિલિધા હતા.ધોળકિયા ફાઉન્ડેશનના કનકભાઈ પટેલે ફાઉન્ડેશનના વિઝન અને જળસંચયના અભિગમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.ભારતમાતાની ભવ્ય આરતીમાં ઉપસ્થિત ૮૫ વર્ષના એક વડીલે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે “૮૫ વર્ષના જીવનકાળમાં મેં આ રીતે ભારતમાતાની ભવ્ય આરતી પહેલી વાર કરી છે. આવી ઉજવણીમાં ભાગ લેવું ગર્વપૂર્ણ છે.”આ અનોખી ઉજવણીનો સમાપન રાષ્ટ્રગીત સાથે થયો, જ્યાં સૌ કોઈ રાષ્ટ્રગૌરવના ભાવથી ભરાઈ ગયા. ભારતમાતાની આરતી અને પરમવીર વંદનાની આ અનોખી ઉજવણી ઐતિહાસિક બની રહી આ ભવ્ય આયોજન માટે લોકોએ ધોળકિયા ફાઉન્ડેશનના સભ્યો તથા પદ્મશ્રી ડૉ.સવજીભાઈ ધોળકિયા સાહેબને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા હતા.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here