
ભારતની અગ્રણી ટેલિકોમ કંપની ભારતી એરટેલ (“એરટેલ”) એ ગુજરાતમાં વધતી ઓનલાઈન ઠગાઈ સામેના પોતાના મિશન માં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરવાની જાહેરાત કરી છે. દેશભરમાં લોન્ચ કરાયેલ એઆઈ આધારિત ફ્રોડ ડિટેક્શન સિસ્ટમના ભાગરૂપે, એરટેલે માત્ર 47 દિવસોમાં ગુજરાતમાં 41 લાખથી વધુ યુઝર્સને ઓનલાઇન ઠગાઈથી સફળતાપૂર્વક બચાવ્યા છે.આ અદ્યતન સુરક્ષા વ્યવસ્થા તમામ એરટેલ મોબાઈલ અને બ્રોડબેન્ડ ગ્રાહકો માટે આપમેળે સક્રિય થાય છે. તે એસએમએસ, વોટ્સએપ, ટેલિગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ઈ-મેઈલ અને અન્ય બ્રાઉઝર્સ પર મોકલવામાં આવેલા લિંક્સને સ્કેન અને ફિલ્ટર કરે છે. આ ટેક્નોલોજી રિયલ ટાઈમ થ્રેટ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે અને દરરોજ 1 અબજથી વધુ યુઆરએલ નું વિશ્લેષણ કરે છે. કોઈ પણ જોખમ ભર્યા સાઇટ પર યુઝર પહોંચે એ પહેલાં માત્ર 100 મિલિસેકન્ડમાં સિસ્ટમ તેને બ્લોક કરી દે છે.ઉદાહરણ તરીકે, જો અમદાવાદ વિસ્તારનો કોઈ રહેવાસી આ શંકાસ્પદ સંદેશ પ્રાપ્ત કરે: “તમારું પાર્સલ મોડું થયું છે. તેને ટ્રેક કરો: http://www.tracky0urparcell.com” અને તે વ્યક્તિ જો વાસ્તવિકતા ચકાસ્યા વિના એ લિંક પર ક્લિક કરે છે, તો એરટેલ નું એઆઈ-સિસ્ટમ તરત જ સક્રિય થઈ જાય છે. એ લિંકને સ્કેન કરીને જો તે શંકાસ્પદ જણાય, તો સિસ્ટમ એ સાઇટને તાત્કાલિક બ્લોક કરે છે. યુઝરને એક ચેતવણી સંદેશ વાળી પેજ પર રીડાયરેક્શન કરવામાં આવે છે, જેમાં લખેલું હોય છે: “બ્લોક કરી દેવામાં આવ્યું છે! એરટેલે આ સાઇટને જોખમભરી માનેલી છે!” આ આખી પ્રક્રિયા રિયલ ટાઈમમાં, ક્ષણોમાં પૂર્ણ થાય છે. આવી જ ઝડપ ભરી હસ્તક્ષેપ પ્રક્રિયા દ્વારા દરેક પ્રકારની ઓનલાઈન ઠગાઈથી યુઝર્સને બચાવવામાં આવી રહ્યા છે.આ પહેલ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં એરટેલના ગુજરાતના સીઇઓ શ્રી આદર્શ વર્મા એ જણાવ્યું “એરટેલમાં અમે અમારા ગ્રાહકોને દરેક પ્રકારના ઠગાઈથી બચાવવાનો પ્રથમ પ્રાધાન્ય આપીએ છીએ. આજે અમે જે ફ્રોડ ડિટેક્શન સોલ્યુશન શરૂ કર્યું છે તે અમારા તમામ ગ્રાહકોને વિવિધ પ્લેટફોર્મ પર સુરક્ષા આપવા માટે તૈયાર છે. આના દ્વારા ઈન્ટરનેટ સુરક્ષાને વધારવા અને સતત બદલાતા સાઇબર ખતરાઓ સામે રક્ષણ આપવાનો અમારો પ્રયાસ છે. અમને વિશ્વાસ છે કે આ સોલ્યુશન ગુજરાતના ગ્રાહકોને મજબૂત ડિફેન્સ આપે છે અને તેઓ ડિજિટલ દુનિયામાં આત્મવિશ્વાસ સાથે જોડાઈ શકે છે.”ભારતમાં ગુજરાત સૌથી વધુ ડિજિટલી વિકસિત રાજ્યોમાં આવતું હોવાથી, શહેરો અને ગામડાઓ બંનેમાં ઓનલાઈન ઠગાઈની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ફિશિંગ લિંક્સ, નકલી ડિલિવરી અને ખોટા બેંકિંગ એલર્ટના માધ્યમથી ઠગાઈના પ્રયાસો વધ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા ઉપરાંત ભાવનગર, અમરેલી, જામનગર અને ભુજ જેવા શહેરોમાં પણ આવા કેસોમાં ઉછાળો આવ્યો છે. એરટેલનું આ સોલ્યુશન સમગ્ર રાજ્ય માટે ડિજિટલ શીલ્ડની જેમ કાર્ય કરે છે – જે પરિવારજનો, વૃદ્ધો, ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ અને પ્રથમવાર સ્માર્ટફોન વાપરનારાઓને સુરક્ષિત બનાવે છે.આ એઆઈ આધારિત પ્લેટફોર્મ વપરાશકર્તાની પસંદગીની ભાષામાં ફ્રોડ ચેતવનીઓ આપે છે, જેમાં ગુજરાતી પણ સમાવેશ થાય છે, જેથી રાજ્યના વિવિધ વિસ્તારના લોકો માટે તે વધુ અસરકારક બને છે. ખાસ કરીને જ્યાં ડિજિટલ સાક્ષરતા ઓછી છે કે અંગ્રેજીનો ઉપયોગ ઓછો થાય છે ત્યાં આ ખૂબ ઉપયોગી સાબિત થાય છે.આ સોલ્યુશન પૃષ્ઠભૂમિમાં શાંતિથી કાર્ય કરે છે, તેમાં કોઈ ઇન્સ્ટોલેશન જરૂરી નથી અને તે સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ છે. ગુજરાત ડિજિટલ અપનાવટમાં આગવી ભૂમિકા ભજવી રહ્યું છે – ઑનલાઇન બેંકિંગથી લઈને શાસન સેવા સુધી – ત્યારે એરટેલની આ પહેલ રાજ્યમાં વધુ સુરક્ષિત ડિજિટલ ઇકોસિસ્ટમ ઉભું કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. સુરતના કાર્યરત વ્યાવસાયિકથી લઈને રાજકોટની ગૃહિણી કે વડોદરાના વિદ્યાર્થી સુધી – એરટેલ દરેક ડિજિટલ ઈન્ટરએક્શનને વધુ સુરક્ષિત બનાવે છે.એઆઈ-સંચાલિત ટૂલ કેવી રીતે કામ કરે છે: લૉન્ચ થયા બાદ માત્ર 47 દિવસમાં જ, એરટેલે સમગ્ર દેશમાં 201146 લાખથી વધુ ખતરનાક લિંક્સને બ્લોક કર્યા છે અને ૧૧ કરોડ ૭૦ લાખ થી પણ વધુ ગ્રાહકોને ઑનલાઇન ઠગાઈથી સુરક્ષિત કર્યા છે.


