Saturday, March 7, 2026
HomeEntertainmentઆ છે, પોતાની સંભાળનો મહિનો, ઝી ટીવીના કલાકારો પોતાની કાળજી કઈ રીતે...

આ છે, પોતાની સંભાળનો મહિનો, ઝી ટીવીના કલાકારો પોતાની કાળજી કઈ રીતે લે છે તે જણાવે છે

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

પોતાની સંભાળ ખૂબ જ સરળ હોવા છતા પણ ડગલેને પગલે પોતાની જાતને સૌથી પહેલા રાખવા માટેની એક શક્તિશાળી બાબત છે. આ તો, જીવનની સતત ભાગાદોડી વચ્ચે તમારા શારીરિક, માનસિક અને ભાવનાત્મક સુખાકારીને પોષવા માટે જગ્યા બનાવવા વિશે છે. પછી ભલે તે કોઈ સારા પુસ્તક સાથે વ્યસ્ત રહેવું હોય, કોઈ નપસંદ ફિલ્મ જોવી હોય, સ્પામાં દિવસ વિતાવવો હોય અથવા ટૂંકી રજા લેવી હોય, ત્યારે સ્વ-કાળજી તમને અલગ જ આનંદ આપે છે, તેની સાથે ફરીથી જોડાવવામાં મદદ કરે છે. એક દિનચર્યા કરતા પણ વધુ તે યાદ અપાવે છે કે, સાચું સંતુલન તો, વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન બંનેની જવાબદારીઓને આગળ વધારવાની સાથોસાથ તમારી જરૂરિયાતોનું સન્માન કરવાથી આવે છે. આ મહિનો છે, તો આ સ્વ-કાળજીના મહિનામાં ઝી ટીવીના કલાકારો જેમ કે, સરુની અનુષ્કા મર્ચન્ડે, વસુધાનો સચીન પરિખ, કુમકુમ ભાગ્યનો નમિક પૌલ, જાને અન્જાને હમ મિલેંની આયુષી ખુરાના, જમાઈ નં.1નો અભિષેક મલિક તથા તુમ સે તુમ તકની નીહારિકા ચૌક્સી સ્વકાળજીના મહત્વની સાથોસાથ તેમના જીવનની અંગત સુખાકારીનું મહત્વ પણ સમજાવે છે. અનુષ્કા મર્ચન્ડે, જે ઝી ટીવીના સરુમાં અનિકાનું પાત્ર કરી રહી છે, તે કહે છે, “સ્વ-કાળજીએ હંમેશા મારા જાતનો હિસ્સો છે, તે હું ફક્ત આજે જ કરું છું એવું નથી, પણ મને નાનપણથી જ યાદ છે. મને હજી પણ યાદ છે, એ રવિવારની સવાર જ્યારે બાળપણમાં હું મારા પિતરાઈઓ સાથે ઘરમાં ખુલ્લા પગે કલાકો દોડતી હતી, અમારું હાસ્ય દરેક રૂમમાં ગૂંજતું હતું. આ બધી જ ધમાચકડીની વચ્ચે મારી માતા અમને અકીને પાણી પિવાનું યાદ કરાવતી હતી. આ નાનકડી આદત જ અમને હાઈડ્રેટ રાખતી અને અત્યંત વ્યસ્તતાની વચ્ચે પણ અમારી ઉર્જાને સતત સપોર્ટ કરતા. આજે પણ હું ગમે ત્યાં જાઉં મારી સાથે મારું સિપ્પર રાખું છું, સરુના સેટ પર પણ. ત્વચાની જાળવણીમાં પણ હું પેઢીઓ જૂની પરંપરાને જ અનુસરું છું. મેં ક્યારેય કોઈ જટિલ પગલા નથી લીધા.રાત્રે ફક્ત 10 મિનિટ સુધી દેશી, ઘરે મારી બહેનને બનાવેલ હળદરનો ફેસપેકનો જ ઉપયોગ કરું છું. આ સ્વ-કાળજીના મહિના દરમિયાન મને લાગે છે કે, બધા લોકોએ નાની-નાની બાબતોથી જોડાયેલા છીએ, તેના માટે તમારે ફક્ત 30 મિનિટ જ દેવાની છે- જેથી તમને પણ તમારી જાતને પ્રેમ કરવો ગમશે. કેમકે સ્વ-કાળજીએ કોઈ ભોગવિલાસ નથી પણ એક સમતોલન જાળવવાની વાત છે.”નિહારિકા ચૌક્સી, જે ઝી ટીવીના તુમ સે તુમ તકમાં અનુની ભૂમિકા કરી રહી છે તે કહે છે, “મારા માટે સ્વ-કાળજી એટલે ડાયેટ અને વર્કઆઉટ નહીં- પણ થોડો પોતાના માટે સમય કાઢવો, જેનાથી સારું હોય તે મારી અંદર ખુશાલી લાવે. દરરોજ સવારે, હું મારા દિવસની શરૂઆત મને ભાવતા નાળિયેલ પાણીથી કરું છું. આ એક સરળ વિધી છે, પણ એક એવું જે મને તુરંત જ તાજગી આપે છે અને દિવસ માટે સકારાત્મક્તા સેટ કરે છે. હું અઠવાડિયા દરમિયાન શિસ્તબદ્ધ રહેવાનો પ્રયાસ કરું છું, પરંતુ સપ્તાહના અંતે, મારો આનંદ માણવાનો સમય છે. મને મિઠાઈઓ કેક, ડોનટ્સ, પેસ્ટ્રી બધું જ ભાવે છે અને હું તેનો આનંદ માણવામાં ક્યારેય પાછી નથી પડતી. સાચી સ્વ-સંભાળ તમારા શરીરને સાંભળવા, તમારી ઇચ્છોને સંતુલિત કરવા તથા તમારી જરૂરિયાતોને સ્વિકારવા વિશે છે. આ સ્વ-કાળજીના મહિનામાં હું મારી દિનચર્યાને આગળ વધારું છું, ફક્ત રસ્તામાં થોડી વધારાની મિઠાઈ લાગું છું- કેમકે તમારી સંભાળ રાખવાનું પણ હંમેશા સારું પણ લાગવું જોઈએ.” સચીન પરિખ, જે ઝી ટીવીના વસુધામાં પ્રભાતનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે, “નાનપણથી જ મેં મારા માતા-પિતાને કામ પર, ઘરે તથા આપણા માટે પોતાનું સર્વસ્વ આપતા જોયા છે. પરંતુ મારી સાથે સૌથી વધુ જે રહ્યું તે હતું કે, તેઓ હંમેશા થોડો સમય કાઢતા, રાત્રે ભોજન સમયે ટેબલ પર ભેગા થવું અને એકબીજાથી નજીક આવવા માટે સમય કાઢતા હતા. આપવા અને અટકવા વચ્ચેની આ શાંત સંતુલન એ એવી વસ્તુ છે, જે હું હજી પણ મારી સાથે રાખું છું. એક અભિનેતા તરીકે, સમયપત્રક શારીરિક અને ભાવનાત્મક બંને રીતે સમય માંગે છે, પરંતુ જે મને સૌથી વધુ મજા આપે છે તે છે, મારી દિકરીની સાથે ડાન્સ કરવું. સેટ પર લાંબા કલાકારો બાદ, તે થોડી મિનિટોની મસ્તી તથા આરામ મને ફરીથી જોડવામાં મદદ કરે છે અને જ્યારે આપણે છૂપાઈને વેકેશન પર બહાર જઈએ ત્યારે, તે મોટી રિશેષ છે. આ સરળ ધાર્મિક વિધીઓ મને યાદ અપાવે છે કે, તમારી સંભાળ રાખવી એ મુશ્કેલ હોય એ જરૂરી નથી,પણ તે અર્થપૂર્ણ છે, તમારા પ્રિયજનોને તે કહેવી જોઈએ. આ સ્વ-સંભાળ મહિનામાં મેં મારી જાતને જે સારું લાગે તે વધુ કરવાનું વચન આપ્યું છે- જેમાં વધુ નૃત્યુ, ધ્યાનથી ખાવું અને સૌથી અગત્યનું આરામ કરવો. શાંતિની ક્ષણોમાં આપણે રિચાર્જ થવાનું તથા આપણી જાતની સંભાળ રાખવાનું શરૂ કરીએ.” આયુષી ખુરાના, જે ઝી ટીવિના જાને અન્જાને હમ મિલેંમાં રીતનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે, “હું માનું છું કે, સ્વ- કાળજી એટલે એક સમતોલન જાળવતી ખુશાલી શોધવી- ખાસ તો કામ અને અંગત જીવનની વચ્ચે સમતોલન જાળવવી. એક અભિનેત્રી તરીકે, લાંબા શૂટિંગના દિવસો દરમિયાન સમતોલન જાળવવું એ મારું પ્રથમ પગલું છે. હું હંમેશાથી યોગ્ય ભોજન લેવામાં માનું છું- મને વધુ કંઈ નથી ભાવતું, પણ એક સામાન્ય ઘરે બનાવેલું ભોજન મને પોષણ અને ઉર્જા આપે છે. જ્યારે ત્વચાની જાળવણીની વાત આવે તો, મેં અગણિત પ્રોડક્ટ્સ ઉપયોગ કરી જોયા છે પણ અંતે ઘરગથ્થુ ઉપચાર પર જ આવીને ઉભી રહી જાઉં છું. તેનાથી મને કુદરતી રીતે મારી જાળવણીનો સંતોષ મળે છે- આ થોડું અંગત, અસરકારક તથા સલામત રાખે છે. બધાથી વધુ, હું માનું છું કે, સ્વ-કાળજીમાં સૌથી વધુ છે, તમારા પસંદગીના લોકો સાથે થોડો સમય વિતાવવો. જેનાથી તમે રિચાર્જ થઈ જશો.” અભિષેક મલિક, જે ઝી ટીવીના જમાઈ નં.1માં નીલની ભૂમિકા કરી રહી છે તે કહે છે, “સ્વ-કાળજી એ એક સમતોલન જાળવવાની વાત છે- ગ્રુમિંગ, રિલેક્શેશનની વચ્ચે અને તમને જે ખૂશ કરે તે કરો. એક કલાકાર તરીકે, મારા વાળને દિવસ દરમિયાન ઘણી સ્ટાઈલિંગમાંથી પસાર થવું પડે છે, તો વાળની જાળવણીએ મારી પ્રાથમિક્તા છે. હું સ્ટાઈલની સાથે ઘણ પ્રયોગ કરું છું, પણ હું હંમેશા એ બાબત પણ ધ્યાનમાં રાખું છું કે, મારા વાળ નિયમિત રીતે ધોવાઈ અને સપ્તાહમાં થોડા અંતરે ઓઇલ પણ લગાવું છું. તેનાથી વધુ, જ્યારે હું વાંચતો હોય, કસરત કરતો હોય અને કોઈ શાંત ડ્રાઈવ પર જવું હોય તે ક્ષણોમાં ખૂબ જ ગમે છે. ડ્રાઈવિંગ અને ખાસ તો, સારા વાતવારણમાં ડ્રાઈવિંગ કરવું એ મારી થેરપી છે. આ સ્વ-કાળજી મહિનામાં હું એટલું જ કહીશ કે, તમે તમારા વાળને પ્રેમ કરો, જે જરૂરી છે અને જે નાની-નાની બાબત તમને ખુશી આપતી હોય તે કરવાનું ભૂલશો નહીં.” નમિક પૌલ, જે ઝી ટીવીના કુમકુમ ભાગ્યમાં શિવાંશનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here