Friday, June 5, 2026
HomeGujarat“બોલ મારી અંબે, જય જય અંબે”ના નાદથી અંબાજી મંદિર ગુંજી ઉઠ્યું

“બોલ મારી અંબે, જય જય અંબે”ના નાદથી અંબાજી મંદિર ગુંજી ઉઠ્યું

Date:

Related stories

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

51 શક્તિપીઠોમાંનું એક ગણાતું અંબાજી ધામ આજે ભાદરવી પૂનમ મહામેળાના પ્રારંભ સાથે જાણે દિવ્ય આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.

અંબાજી: અરવલ્લીના પર્વતીય વિસ્તારોમાં વસેલું યાત્રાધામ અંબાજી આજે શ્રદ્ધા અને ભક્તિના રંગોથી રંગાયું છે. 51 શક્તિપીઠોમાંનું એક ગણાતું અંબાજી ધામ આજે ભાદરવી પૂનમ મહામેળાના પ્રારંભ સાથે જાણે દિવ્ય આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. “બોલ મારી અંબે, જય જય અંબે”ના નાદ સાથે સમગ્ર યાત્રાધામ શ્રદ્ધાભક્તિના ઉલ્લાસમાં ઝૂમી ઉઠ્યું છે.સાત દિવસ સુધી ચાલનારા આ મહામેળાનો પ્રારંભ આજે થયો છે અને તે આગામી 7 સપ્ટેમ્બર સુધી યથાવત રહેશે. આ સમયગાળા દરમિયાન માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી પણ લાખો યાત્રાળુઓ પગપાળા અંબાજી પહોંચે છે. પદયાત્રાના સંકલ્પ સાથે હજારો ભક્તો પોતાના ગામથી યાત્રા શરૂ કરી મા અંબેના દર્શનાર્થે અંબાજી પહોંચ્યા છે.લાખો ભક્તોના આગમનનો અંદાજ વહીવટી તંત્રના અંદાજ પ્રમાણે, આ સાત દિવસીય મહામેળામાં 30 લાખથી વધુ યાત્રિકો અંબાજી ધામ પધારશે. ખાસ કરીને પૂનમના દિવસે અંબાજી ધામે શ્રદ્ધાળુઓની ભીડ તૂટે તેવી શક્યતા છે. યાત્રાળુઓના આગમનને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓએ સર્વગ્રાહી તૈયારીઓ કરી છે. ડિજિટલ માધ્યમ થકી પણ પદયાત્રાળુઓને સ્વાગત સંદેશા પાઠવીને તેમને સુવિધાજનક યાત્રાનો સંદેશ આપવામાં આવ્યો છે.દર્શન માટે વિશેષ વ્યવસ્થા આ વર્ષે યાત્રાળુઓને સુગમ દર્શન મળી રહે તે માટે મંદિર પરિસરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વિશેષતાઓની વાત કરીએ તો, બસ સ્ટેન્ડથી મંદિર સુધી ખાસ રેલિંગ વ્યવસ્થા ઊભી કરાઈ છે. લાઇનમાં ઊભેલા યાત્રાળુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here