Wednesday, August 5, 2026
HomeGujaratગુજરાત કોંગ્રેસનું 'વોટ ચોર-ગદ્દી છોડ' અભિયાન શરૂ

ગુજરાત કોંગ્રેસનું ‘વોટ ચોર-ગદ્દી છોડ’ અભિયાન શરૂ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

ગુજરાતમાં હાલમાં ચાલી રહેલ ભાજપના પ્રદેશ પ્રમુખની ચર્ચાઓ વચ્ચે કૉંગ્રેસે આજે રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કર્યો છે, જેનું નામ આપવામાં આવ્યું છે – ‘વોટ ચોર – ગદ્દી છોડ અભિયાન’. આજે 3 ઓક્ટોબરથી શરૂ થયેલું આ અભિયાન 10 ઓક્ટોબર સુધી ચાલશે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ ચૂંટણીમાં થતી ગેરરીતિઓ, મતદાર યાદીમાં ખોટા નામો અને શંકાસ્પદ પ્રવૃત્તિઓને ઉજાગર કરવાનો છે.
આ અભિયાનની માહિતી આપવા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે, ‘દેશભરમાં ચૂંટણી પ્રણાલી અંગે શંકાઓ વધતી જતી હતી. હવે કોંગ્રેસે પુરાવાઓ સાથે બતાવ્યું છે કે મતદાર યાદીમાં મોટી ગેરરીતિઓ છે અને એનો લાભ ભાજપ લઈ રહ્યું છે.’ તેમણે આક્ષેપ કર્યો કે, “ચૂંટણી પંચે નિષ્પક્ષતા ગુમાવી છે અને આજે ભાજપની કઠપૂતળી બની ગયું છે.”અમિત ચાવડાએ આંકડાકીય માહિતી આપતા જણાવ્યું કે, ‘ગુજરાતમાં માત્ર 84 બેઠકો પર જ 2.40 લાખ મતદારોની ચકાસણી હાથ ધરતા, 30 હજારથી વધુ મતદારો શંકાસ્પદ, ડુપ્લીકેટ અથવા ખોટા હોવાનું સામે આવ્યું છે. આ આંકડા માત્ર શરૂઆત છે. સમગ્ર રાજ્યમાં જો ગંભીરતાથી ચકાસણી થાય તો આ સંખ્યા હજી વધી શકે છે. આ જ ગેરરીતિઓને કારણે ચૂંટણી પરિણામો પ્રભાવિત થાય છે. જેથી કોંગ્રેસ પક્ષે પુરાવાઓ એકત્ર કરીને તે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવાની કવાયત શરૂ કરી છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here