Saturday, July 25, 2026
HomeAhmedabadગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ભગવતીની ઉપાસના એ સનાતન વૈદિક આદેશ -...

ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ભગવતીની ઉપાસના એ સનાતન વૈદિક આદેશ – શ્રી મોરારિબાપુ

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ તીર્થસ્થાન ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં ધાર્મિક સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં રામકથા માનસ ગોપનાથ’ પ્રારંભ વેળાએ વ્યાસપીઠ પરથી શ્રી મોરારિબાપુએ ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ભગવતીની ઉપાસનાએ સનાતન વૈદિક આદેશ હોવાનું ભારપૂર્વક જણાવ્યું. ભક્તકવિ શ્રી નરસિંહ મહેતાની સાધના ભૂમિ, જ્યાં શ્રી કૃષ્ણ લીલા સાક્ષાત્કાર પામ્યા તે ગોહિલવાડનાં સમુદ્ર કિનારે સુપ્રસિધ્ધ તીર્થસ્થાન ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં રામકથા પ્રારંભ થયો છે. શ્રી મોરારિબાપુએ કથા મંગલાચરણ કરાવતાં આ સ્થાનનું મહત્વ ત્યાં કથા મહાત્મ્ય સાથે માત્ર સાત દિવસની સાધનામાં શ્રીનરસિંહ મહેતાને હરિ અને હર મળ્યા તે આ સ્થાન તેમ જણાવી તેમના વિવિધ સ્મરણો વાગોળ્યા. વ્યાસપીઠ પરથી શ્રી મોરારિબાપુએ ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ભગવતીની ઉપાસના એ સનાતન વૈદિક આદેશ હોવાનું ભારપૂર્વક જણાવ્યું. ક્થા પ્રવાહ શરૂ કરતાં પહેલા સ્વામી શ્રી કરપાત્રીજી દ્વારા રામકથા સાત કાંડની ભાવ વ્યાખ્યા રજૂ કરતાં કહ્યુંકે, બાલકાંડ એ સંકલ્પ, અયોધ્યાકાંડ એ સંસ્મરણ, અરણ્યકાંડ એ સંતૃપ્તિ, કિષ્કિંધાકાંડ એ સંરક્ષણ, સુંદરકાંડ એ સંતપ્ત, લંકાકાંડ એ સંઘર્ષ અને ઉત્તરકાંડ એ સંસ્પર્શ તત્ત્વ સાથેનાં સોપાનો છે. આ સાત સોપાનો નિસરણી રૂપ છે, જે ચડાવી અને ઊતારી શકે છે. ક્થા પ્રારંભ સંવાદ સાથે વાણી, વિનાયક…વગેરેની ક્રમશઃ વંદના પ્રસ્તુત કરી કથા પ્રવાહ આગળ વધાર્યો. શ્રી મોરારિબાપુએનરસૈયાની પ્રસંગ કથા સાથે કહ્યું કે, આપણી આસ્થા ઊંડી હોય તો આજે પણ ઈશ્વર હૂંડી સ્વીકારે છે.રામકથાના યજમાન ભક્તકવિ નરસિંહ મહેતાની જીવંત ચેતના હોવાના ભાવ સાથે નિમિત્તમાત્ર મનોરથી શ્રી રમાશંકરબાજોરિયા અને શ્રી શુભોદય બાજોરિયા પરિવાર દ્વારા પોથીયાત્રા કથા સ્થાન ચિત્રકુટધામ પંહોચી હતી. ગોપનાથ બ્રહ્મચારી જગ્યાના ગાદીપતિ શ્રી સીતારામબાપુએ આ કથા પ્રસંગની પ્રસન્નતા વ્યક્ત કરી. રામકથાના યજમાન ભક્તકવિ નરસિંહ મહેતાની જીવંત ચેતના હોવાના ભાવ સાથે નિમિત્તમાત્ર મનોરથી શ્રી રમાશંકર
બાજોરિયા અને શ્રી શુભોદય બાજોરિયા પરિવાર દ્વારા પોથીયાત્રા કથા સ્થાન ચિત્રકુટધામ પંહોચી હતી. ગોપનાથ બ્રહ્મચારી જગ્યાના ગાદીપતિ શ્રી સીતારામબાપુએ આ કથા પ્રસંગની પ્રસન્નતા વ્યક્ત કરી.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here