
ભારતની અગ્રણી બી-સ્કૂલ પૈકીની એક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) રાયપુરે મજબૂત ઇન્ડસ્ટ્રી-એકેડેમિયા ભાગીદારી દ્વારા રિટેઇલ એજ્યુકેશન, સ્કીલ ડેવલપમેન્ટ અને રિસર્ચને બળ આપવા માટે રિટેઇલર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (આરએઆઇ) સાથે હસ્તાક્ષર કર્યાં છે. આ પહેલનો ઉદ્દેશ્ય વિશિષ્ટ લર્નિંગ પ્લેટફોર્મ વિકસિત કરવાનો છે, જે વિદ્યાર્થીઓને ઉભરતાં રિટેઇલ લેન્ડસ્કેપને સમજવા, પ્રેક્ટિકલ એક્સપોઝર મેળવવા તથા ઇન્ડસ્ટ્રીની માગને અનુરૂપ ક્ષમતા નિર્માણ માટે સક્ષમ કરે છે.
એમઓયુ પર આઇઆઇએમ સંબલપુરના ડિરેક્ટર પ્રો. મહાદેવ જયસ્વાલ અને આરએઆઇના રિટેલ લર્નિંગ અને મેમ્બર રિલેશનશિપ ડિરેક્ટર ડો. લોરેન્સ ફર્નાન્ડિસે ફેકલ્ટી સભ્યો, વિદ્યાર્થીઓ અને આરએઆઇના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કર્યા હતા.
આ કરાર અંતર્ગત આઇઆઇએમ સંબલપુરને આરએઆઇ તરફથી એકેડેમિક મેમ્બરશીપ મળશે તેમજ તેના વિશાળ ઔદ્યોગિક નેટવર્કની એક્સેસ અને રિટેઇલ લીડરશીપ સમિટ, રીટેકકોન અને રિટેઇલ એચઆર ટેક સમિટ જેવા રિટેઇલ ઇવેન્ટ્સમાં ભાગીદારી મળશે. આ ઉપરાંત આરએઆઇ આઇઆઇએમ સંબલપુર ખાતે વાર્ષિક રિટેઇલ કોન્ક્લેવના આયોજનમાં સહયોગ કરશે તેમજ અગ્રણી વૈશ્વિક રિટેલરો સાથે ક્યુરેટેડ મુલાકાતો અને સંવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય એક્સપોઝર પ્રદાન કરશે.


