Friday, June 5, 2026
HomeNew Delhiકુલદીપ સેંગરને કોઇ પણ કેસમાં જેલમાંથી ના છોડશો : સુપ્રીમનો આદેશ

કુલદીપ સેંગરને કોઇ પણ કેસમાં જેલમાંથી ના છોડશો : સુપ્રીમનો આદેશ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ઉત્તર પ્રદેશના ઉન્નાવના ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા અપાઇ હતી, આ સજાને સસ્પેન્ડ કરવા ઉપરાંત જામીન મંજૂર કરવાના દિલ્હી હાઇકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મુકી દીધો છે. હાઇકોર્ટના નિર્ણય સામેની કેન્દ્રીય એજન્સી સીબીઆઇની અપીલ પર સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો છે. સાથે જ બળાત્કારના દોષિત કુલદીપ સેંગરને પણ નોટિસ મોકલીને આ અપીલ પર જવાબ માગવામાં આવ્યો છે.  ૨૦૧૭ના ઉન્નાવ બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કુલદીપ સેંગરની સજા સસ્પેન્ડ કરવા અને જામીન મંજૂર કરવા સામે સીબીઆઇ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાઇ હતી, સીબીઆઇ તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે એક સગીરા પર અત્યંત જઘન્ય બળાત્કારનો ગુનો આચરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટને વિનંતી છે કે તે હાઇકોર્ટના નિર્ણય પર સ્ટે આપે. જ્યારે આ ઘટનાને અંજામ અપાયો ત્યારે સેંગર તાકતવર ધારાસભ્ય હતો. જ્યારે સેંગરના વકીલે સીબીઆઇની માગણીનો વિરોધ કર્યો હતો અને હાઇકોર્ટના નિર્ણયમાં દખલ ના દેવા અપીલ કરી હતી. બન્નેની દલીલ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે કુલદીપ સેંગરને કોઇ પણ કેસમાં છોડવામાં ના આવે, સેંગર વિરુદ્ધના આરોપો ગંભીર છે. આ ગુનેગારને કોઇ પણ મામલામાં જામીન આપવામાં ના આવે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જે. કે. મહેશ્વરી, ન્યાયાધીશ ઓગસ્ટીન જ્યોર્જ મસિહની બેંચ દ્વારા બાદમાં કુલદીપ સેંગરને જામીન અને સજા સસ્પેન્ડ કરવાના હાઇકોર્ટના નિર્ણય પર સ્ટે મુકી દેવાયો હતો. હવે ચાર સપ્તાહ બાદ આ મામલામાં વધુ સુનાવણી કરવામાં આવશે. 

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here