Tuesday, October 6, 2026
HomeGujaratજેતલસર જંકશન રેલવે સ્ટેશન પર વિસ્તૃત ફૂટ ઓવર બ્રિજ (FOB)નો શુભારંભ

જેતલસર જંકશન રેલવે સ્ટેશન પર વિસ્તૃત ફૂટ ઓવર બ્રિજ (FOB)નો શુભારંભ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

યાત્રિયોની સુવિધા અને સુરક્ષિત અવરજવર વધુ મજબૂત બનાવવા માટે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા જેતલસર જંકશન રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ (FOB) નું સફળતાપૂર્વક વિસ્તરણ કરીને તેને મુસાફરો માટે સમર્પિત કરવામાં આવ્યો છે.
જેતલસર જંકશન, જે ઢસા, રાજકોટ, વેરાવળ તથા વાંજસલિયા મારફતે પોરબંદર અને સોમનાથને જોડતું એક મહત્વપૂર્ણ રેલવે જંકશન છે, તે વિસ્તારનું એક મુખ્ય વ્યાવસાયિક કેન્દ્ર પણ છે. અહીં કપાસ અને રેશમી કપડાં પર કઢાઈનું કામ, હીરા પોલિશિંગ ઉદ્યોગ સાથે સાથે મોટું APMC અને અન્નધાન્ય કેન્દ્ર આવેલ હોવાથી આ સ્ટેશનનું મહત્વ વધુ વધે છે.
મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ સ્ટેશન પર અગાઉ ઉપલબ્ધ ફૂટ ઓવર બ્રિજ, જે પ્લેટફોર્મ નંબર 1 અને 2/3 ને જોડતો હતો, તેનું વિસ્તરણ કરીને તેને પ્લેટફોર્મ નંબર 4/5 સુધી જોડવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ, આ વિસ્તૃત ફૂટ ઓવર બ્રિજને તારીખ 16 માર્ચ 2026 ના રોજ શરૂ કરીને મુસાફરો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. વિસ્તૃત FOB અંતર્ગત 9.95 મીટર અને 22.46 મીટર સ્પાનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની રેલવે ટ્રેકથી ઊભી ઊંચાઈ 6.60 મીટર છે.
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ નંબર 1 અને 2/3 પર લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને દિવ્યાંગજનોને વિશેષ સુવિધા મળશે। પ્લેટફોર્મ નંબર 4/5 પર લિફ્ટ લગાવવાનું કામ પ્રગતિ હેઠળ છે.
આ નવી સુવિધા મુસાફરોના સુરક્ષિત, સરળ અને ઝડપી અવરજવરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમજ સ્ટેશન પર ભીડ વ્યવસ્થાપનને પણ વધુ સુદ્રઢ બનાવશે.

અતુલ કુમાર ત્રિપાઠી
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here