Wednesday, October 7, 2026
HomeGujaratSuratસુરત મનપામાં AAP-કોંગ્રેસના સૂપડાં સાફ, 120માંથી 115 બેઠક ભાજપને

સુરત મનપામાં AAP-કોંગ્રેસના સૂપડાં સાફ, 120માંથી 115 બેઠક ભાજપને

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

સુરત મહાનગરપાલિકાની કુલ 120 બેઠકો માટે થયેલા સરેરાશ 59.21% મતદાન બાદ જે પરિણામો આવ્યા છે તે ચોંકાવનારા છે.

ગુજરાતના રાજકારણમાં શહેરી વિસ્તારો હંમેશા ભાજપનો મજબૂત ગઢ રહ્યા છે, અને આ વખતે સુરત મહાનગરપાલિકાના પરિણામોએ સાબિત કરી દીધું છે કે આ ગઢ વધુ અભેદ્ય બન્યો છે. છેલ્લા ત્રણ દાયકાથી સુરત પર શાસન કરી રહેલી ભારતીય જનતા પાર્ટીને સુરતીઓએ આગામી પાંચ વર્ષ માટે ફરી સત્તાની ચાવી સોંપી છે. સ્થાનિક ચૂંટણીમાં મનાઈ રહ્યું હતું કે સુરતમાં આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપી રહી છે પરંતુ પરિણામ આવતા AAPના ગાજ્યાં ઢોલ વાગ્યા નહીં, અને ગત ચૂંટણી કરતાં પણ નબળું પ્રદર્શન સામે આવ્યું છે.ભાજપે 120માંથી રેકોર્ડબ્રેક 115 બેઠકો પર વિજય મેળવ્યો. જ્યારે 2021માં 27 બેઠકો જીતનાર આમ આદમી પાર્ટી આ વખતે માત્ર 4 બેઠકો પર સમેટાઈ ગઈ છે. ગત ચૂંટણીમાં શૂન્ય પર રહેલી કોંગ્રેસ આ વખતે માત્ર નામ પૂરતી 1 બેઠક મેળવી શકી છે. આ ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 16માં જોવા મળ્યો છે.ભાજપે 120માંથી રેકોર્ડબ્રેક 115 બેઠકો પર વિજય મેળવ્યો. જ્યારે 2021માં 27 બેઠકો જીતનાર આમ આદમી પાર્ટી આ વખતે માત્ર 4 બેઠકો પર સમેટાઈ ગઈ છે. ગત ચૂંટણીમાં શૂન્ય પર રહેલી કોંગ્રેસ આ વખતે માત્ર નામ પૂરતી 1 બેઠક મેળવી શકી છે. આ ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 16માં જોવા મળ્યો છે.સુરત મનપાના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયાની વોર્ડ નંબર 16 માં હાર થઈ છે. અહીં ભાજપે ‘આપ’ પાસેથી સીટો છીનવીને આખી પેનલ જીતી લીધી છે. પોતાની હાર સ્વીકારતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, ‘અમારી મહેનતમાં કચાસ રહેતા હાર થઈ છે, આગામી પાંચ વર્ષ ફરી મહેનત કરીશું.’એકતરફ ‘આપ’ ના દિગ્ગજો હાર્યા છે, ત્યારે વોર્ડ નંબર 3 માં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. અહીં અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યા કથીરિયાએ પ્રચંડ જનસમર્થન સાથે ભવ્ય વિજય મેળવ્યો છે. વોર્ડ નંબર 3 માં ભાજપની આખી પેનલ વિજેતા જાહેર થતા જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.સુરતના પરિણામો સ્પષ્ટ કરે છે કે 2021 માં જે ‘આપ’ એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી હતી, તેને ભાજપે સંગઠન અને વ્યૂહરચનાથી પછાડી દીધી છે. ભાજપે 115 બેઠકો કબજે કરીને સુરતને પોતાનું અજેય કેન્દ્ર સાબિત કરી દીધું છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here