Wednesday, August 5, 2026
HomeNew Delhiપરિણામ પહેલા જ CM વિજયને સોશિયલ મીડિયા પરથી 'મુખ્યમંત્રી' શબ્દ હટાવ્યો

પરિણામ પહેલા જ CM વિજયને સોશિયલ મીડિયા પરથી ‘મુખ્યમંત્રી’ શબ્દ હટાવ્યો

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

કેરળ વિધાનસભા ચૂંટણી-2026નું ચોથી મેએ પરિણામ જાહેર થાય તે પહેલા રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પોતાના સોશિયલ મીડિયા બાયોમાંથી ‘મુખ્યમંત્રી’ શબ્દ હટાવી દેતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. વિજયને સત્તા પરિવર્તનના સંભવિત સંકેત આપ્યા હોયો, તેવી રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હવે તેમના બાયોમાં ‘પોલિત બ્યુરો સભ્ય, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)’ લખેલું દેખાઈ રહ્યું છે.સીએમ પિનરાઈ વિજયન (CM Pinarayi Vijayan)ના આ નિર્ણય બાદ અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને ચોથી મેએ પરિણામ જાહેર થયા પહેલા તેમણે ‘બાયો ફેરફાર’ કર્યો છે. કેટલાક લોકો આ ફેરફારને રાજકીય સંદેશ માની રહ્યા છે, તો કેટલાક લોકો તેને સામાન્ય બાબત કહી રહ્યા છે. બીજીતરફ આ મુદ્દે મુખ્યમંત્રી કે તેમના ભારતીય સામ્યવાદી પક્ષ માર્ક્સવાદી) (CPIM) પક્ષ તરફથી કોઈપણ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.સીએણ વિજયન ધર્મદમ બેઠક પરથી ત્રીજી વખત ચૂંટણી લડ્યા છે. જ્યારે આ બેઠક પર કોંગ્રેસના સાથી પક્ષ લોકશાહી મોરચા (UDF)એ વીપી અબ્દુલ રશીદને અને ભાજપે કે. રંજીતને ઉમેદવાર બનાવ્યા હતા. પિનરાઈ વિજયને 2021ની વિધાનસભા ચૂંટણીમાં ધર્મદમ બેઠક પરથી 59.8 ટકા વોટ મળ્યા હતા, જ્યારે UDF ઉમેદવારને લગભગ 28.4 ટકા વોટ મળ્યા હતા. તો 2016માં તેમણે પહેલીવાર આ બેઠક પરથી ચૂંટણી લડતા આશરે 30 હજાર મતોના અંતરથી જીત નોંધાવી હતી.આ વખતે આવેલા એક્ઝિટ પોલના આંકડાઓમાં ડાબેરી લોકશાહી મોરચા (LDF)ને ફટકો પડવાના સંકેત મળ્યા છે. અનેક સર્વેક્ષણોમાં કોંગ્રેસના સાથી પક્ષ UDFને લીડ મળતી દેખાઈ રહી છે. કેટલાક અનુમાનમાં UDFને સ્પષ્ટ બહુમતી મળવાની શક્યતા છે, જ્યારે LDFની બેઠકોમાં ઘટાડો થવાનું અનુમાન છે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA)ને મર્યાદિત બેઠકો મળવાનું અનુમાન છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here