Sunday, October 4, 2026
HomeNew Delhiકેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને એક શિપ રિપેર ફેસિલિટીને...

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને એક શિપ રિપેર ફેસિલિટીને મંજૂરી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

જેમાં કુલ રોકાણનો આંકડો રૂપિયા 1.64 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. આ નિર્ણય ગુજરાતને વૈશ્વિક સેમિકન્ડક્ટર નકશા પર મજબૂત સ્થાન અપાવવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે, જે અંતર્ગત રાજ્યમાં રૂપિયા 3,900 કરોડથી વધુના કુલ રોકાણ સાથે વધુ બે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત વાડીનાર ખાતે એક આધુનિક શિપ રિપેર ફેસિલિટીની સ્થાપનાને પણ લીલીઝંડી આપવામાં આવી છે.

 2,230 લોકો માટે રોજગારીની તકો ઊભી થશે

વધુ બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ પ્રોજેક્ટ્સ દ્વારા ભારત હવે કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર-આધારિત ‘મિની/માઇક્રો LED’ ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે ડગ માંડશે. આ નવી સુવિધાઓથી રાજ્યમાં અંદાજે 2,230 કુશળ પ્રોફેશનલ્સ માટે રોજગારીની નવી તકો ઊભી થશે. ઉલ્લેખનીય છે કે, ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ (ISM) હેઠળ અત્યાર સુધીમાં કુલ 12 પ્રોજેક્ટ્સ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં કુલ રોકાણનો આંકડો રૂપિયા 1.64 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. આ નિર્ણય ગુજરાતને વૈશ્વિક સેમિકન્ડક્ટર નકશા પર મજબૂત સ્થાન અપાવવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે.આ ઉપરાંત ગુજરાતના વાડીનાર ખાતે એક અત્યાધુનિક શિપ રિપેર ફેસિલિટી સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ દીનદયાલ પૉર્ટ ઑથોરિટી (DPA) અને કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL) દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકવામાં આવશે, જેમાં અંદાજે રૂપિયા 1,570 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ સુવિધા કાર્યરત થવાથી હવે ભારતમાં જ મોટા જહાજોનું ઉચ્ચ મૂલ્ય ધરાવતું સમારકામ શક્ય બનશે, જેના પરિણામે વિદેશી શિપયાર્ડ પરની નિર્ભરતા ઘટશે અને દેશના કિંમતી વિદેશી હૂંડિયામણને બચાવવામાં મોટી મદદ મળશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here