
SINE IIT બોમ્બેના સહયોગથી આયોજિત જ્વેલસ્ટાર્ટ ઈન્ડસ્ટ્રી ઈનોવેશન ચેલેન્જ,સમગ્ર ભારતના ટેક સ્ટાર્ટઅપ્સને ઉદ્યોગના મહત્વના પડકારોનો ઉકેલ લાવવા માટે આમંત્રિત કરે છે — જેમાં AI-આધારિત ડિઝાઈનથી લઈને સસ્ટેનેબિલિટી મેન્યુફેક્ચરિંગ સુધીના ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
ભારતમાં અગ્રણી વેપાર સંસ્થા જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ(GJEPC)એ SINE, IIT બોમ્બેના સહયોગથી સૌપ્રથમ જ્વેલસ્ટાર્ટ ઈન્ડસ્ટ્રી ઈનોવેશન ચેલેન્જ(JewelStart Industry Innovation Challenge) શરૂ કરવાની જાહેરાત કરી છે. આ એક રાષ્ટ્રીય પ્રોગ્રામ છે જે ભારતની સૌથી પ્રતિષ્ઠિત નિકાસકર્તા સેક્ટરો પૈકીના એક જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝમાં પરિવર્તન લાવનારા ઈનોવેશન તથા ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સને ઓળખવા અને તેમને ઝડપથી આગળ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ માટે અરજી પ્રક્રિયા 25 મે 2026ના રોજથી શરૂ થઈ ચૂકી છે અને પાંચ તબક્કાની યોગ્ય મૂલ્યાંકન પ્રક્રિયા બાદ ઓગસ્ટ 2026માં અંતિમ વિજેતા સમૂહ ની જાહેરાત કરવામાં આવશે તેવી અપેક્ષા છે.
આ પડકાર સ્ટાર્ટઅપ્સ, ઈનોવેટર્સ અને ટેકનોલોજી સોલ્યુશન પ્રોવાઈડર્સને જ્વેલરી ઉદ્યોગની સંપૂર્ણ વેલ્યુ ચેઈન કે જેમાં મેન્યુફેક્ચરિંગ,રિટેલ,સપ્લાય ચેઈન,સસ્ટેનેબિલિટી, ઓટોમેશન,ટ્રેસેબિલિટી,ડિઝાઇન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો સમાવેશ થાય છે — તેની મહત્વની જરૂરિયાતોને ઉકેલવા માટે આમંત્રિત કરે છે.
GJEPCના ચેરમેન કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કે, “ભારતનો જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ હંમેશા કારીગરી એટલે કે ક્રાફ્ટ્સમેનશીપ અને વૈશ્વિક વિશ્વાસના પાયા પર નિર્માણ પામ્યો છે.આજે અમારે અમારું ધ્યાન ઈનોવેશન અને ટેકનોલોજી પર કેન્દ્રિત કરવું જ પડશે. જ્વેલસ્ટાર્ટ ઈન્ડસ્ટ્રી ઈનોવેશન ચેલેન્જએ સુનિશ્ચિત કરવા માટેની અમારી પ્રતિબદ્ધતા છે કે આ સેક્ટરના વિકાસની હવે પછીની લહેર ઈનોવેશન-આધારિત હોય. અમે ફક્ત ઉકેલો જ નથી શોધી રહ્યા પણ — અમે સ્ટાર્ટઅપ્સની એક એવી લાંબાગાળાની ચેઈન તૈયાર કરી રહ્યા છીએ કે જે ભારત અને સમગ્ર વિશ્વમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ,ડિઝાઇન અને વેપારનું ભવિષ્ય સુનિશ્ચિત કરશે.”
GJEPC એ ઉદ્યોગની સમગ્ર વેલ્યુ ચેઈનમાં એવા આઠ ઉચ્ચ-પ્રાથમિકતા ધરાવતા પડકારો નક્કી કર્યા છે, જ્યાં સ્ટાર્ટઅપ્સનું ઈનોવેશન સ્પષ્ટ અને માપી શકાય તેવું પરિણામ લાવી શકે છે:
સ્માર્ટ ફેક્ટરી મોનિટરિંગ — મશીનો અને ઉત્પાદન પ્રક્રિયા પર રિયલ-ટાઇમ નજર રાખવી, જેથી કામ અટકવાનો સમય (ડાઉનટાઇમ) ઘટાડી શકાય અને કાર્યક્ષમતામાં સુધારો કરી શકાય.
પ્રેશિયસ મેટલ ઈન્વેન્ટરી એન્ડ કેપિટલ ઓપ્ટિમાઇઝેશન — કિંમતી ધાતુઓની ઈન્વેન્ટરી અને મૂડીનું યોગ્ય આયોજન કરવા માટે AI-આધારિત ઈન્ટેલિજન્સનો ઉપયોગ,જેથી વર્કિંગ કેપિટલ બ્લોક થવાનું અને મટીરિયલનું નુકસાન ઘટાડી શકાય.
સ્માર્ટ ઓટોમેશન— સ્ટોન સેટિંગ,પોલિશિંગ અને ફિનિશિંગ માટે અદ્યતન ઓટોમેશન,જેથી ગુણવત્તામાં એકરૂપતા લાવી શકાય અને ઉત્પાદન ક્ષમતા વધારી શકાય.
સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ — પર્યાવરણને અનુકૂળ કેમિકલના વિકલ્પો, વેસ્ટ ટ્રીટમેન્ટ સિસ્ટમ અને કિંમતી ધાતુઓ રિકવર કરવા માટેના ઉકેલો.
એફોર્ડેબલ જ્વેલરી પ્રોટોટાઈપિંગ— ડિઝાઈનમાંથી મોડલ બનાવવા માટેના પરવડે તેવા ઉકેલો,જે પ્રોડક્ટ ડેવલપમેન્ટના સમયગાળા અને ખર્ચમાં ઘટાડો કરે છે.
AI-પાવર્ડ ક્વોલિટી કંટ્રોલ— મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયાના દરેક તબક્કે ખામી શોધવા અને ગુણવત્તાની ચકાસણી કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ટેકનોલોજીનો ઉપયોગ.
2D-થી-3D CAD કન્વર્ઝન માટે AI — સ્કેચ અને સંદર્ભ ચિત્રોને પ્રોડક્શન-રેડી CAD મોડલ્સમાં આપમેળે રૂપાંતરિત કરવાની સિસ્ટમ.
જ્વેલરી ડિઝાઇન માટે જનરેટિવ AI— ટ્રેન્ડ્સ , સ્ટાઈલ્સ અને રેફરન્સ ચિત્રોના આધારે ડિઝાઇનની અસંખ્ય વિવિધતા તૈયાર કરતા AI-આધારિત પ્લેટફોર્મ્સ.
GJEPCના વાઈસ ચેરમેન શ્રી શૌનક પરીખે જણાવ્યું હતું કે, “જેમ્સ અને જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝ ભારતની નિકાસ અર્થવ્યવસ્થામાં ખૂબ મોટું યોગદાન આપે છે તેમ છતાં જ્યારે ટેકનોલોજી અપનાવવાની વાત આવે છે ત્યારે અમે હજુ ફક્ત શરૂઆત જ કરી છે. આ ચેલેન્જ એ વાસ્તવિકતાને બદલવા માટે છે. ઉત્સાહી સ્ટાર્ટઅપ્સને ઉદ્યોગની ખરી સમસ્યા અને આ સેક્ટરના વાસ્તવિક હિતધારકો સાથે જોડીને અમે એવા ઉકેલો માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરી રહ્યા છીએ જેને વાસ્તવમાં અપનાવી શકાય અને મોટાપાયે લાગુ કરી શકાય છે.આ રીતે અમે ભારતીય જ્વેલરી મેન્યુફેક્ચરિંગને વૈશ્વિક સ્તરે મોખરે લઈ જઈશું — ફક્ત કલા-કારીગરીમાં જ નહીં પણ ક્ષમતામાં પણ છે.”
જ્વેલસ્ટાર્ટ ઈન્ડસ્ટ્રી ઈનોવેશન ચેલેન્જ પાંચ વ્યવસ્થિત તબક્કા હેઠળ ચાલશે.આ કાર્યક્રમ માટે અરજી પ્રક્રિયા રાષ્ટ્રીય સ્તરે 25 મે 2026ના રોજ શરૂ થઈ ચૂકી છે.ત્યારબાદ 22 જૂન સુધી અરજીનું શોર્ટલિસ્ટિંગ અને સ્ક્રીનિંગ કરવામાં આવશે,જે પછી 20 જુલાઈના રોજ નિષ્ણાત જ્યુરી સાથે એક વર્ચ્યુઅલ ઈવેલ્યુએશન રાઉન્ડ યોજાશે. શોર્ટલિસ્ટ થયેલી ટીમો ઓગસ્ટ 2026માં આયોજિત ફિઝિકલ ઈન્ડસ્ટ્રી શોકેસમાં પોતાની પ્રસ્તુતિ આપશે અને તેના થોડા સમય બાદ જ અંતિમ વિજેતા સમૂહ એટલે કે કેહોર્ટની જાહેરાત કરવામાં આવશે.
આ કાર્યક્રમ ટેકનોલોજી રેડીનેસ લેવલ(TRL) 4 અને તેથી વધુ સ્તર ધરાવતા રજિસ્ટર્ડ ભારતીય સ્ટાર્ટઅપ્સ માટે ખુલ્લો છે, જેમાં ઓછામાં ઓછા એક ફુલ-ટાઇમ સ્થાપક ભારતીય નાગરિક હોવા અનિવાર્ય છે. વિશેષ વાત એ છે કે આ પડકાર ફક્ત જ્વેલરી ક્ષેત્રમાં પહેલેથી કાર્યરત કંપનીઓ પૂરતો મર્યાદિત નથી — AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), IoT (ઈન્ટરનેટ ઓફ થિંગ્સ),રોબોટિક્સ,સસ્ટેનેબિલિ ટી ટેકનોલોજી,ફિનટેક અને લોજિસ્ટિક્સ જેવા અન્ય સંબંધિત ક્ષેત્રોના સ્ટાર્ટઅપ્સને પણ આમાં અરજી કરવા માટે ખાસ પ્રોત્સાહિત કરવામાં આવે છે, જો તેમના ઉકેલોને આ ઉદ્યોગની જરૂરિયાતો મુજબ અનુકૂળ કરી શકાતા હોય.આ કાર્યક્રમ માટે કોઈ અરજી ફી નથી.
