Monday, July 6, 2026
HomeEducationતમારા માટે આ પ્રવચન,મારા માટે સ્વાધ્યાય છે:બાપુ

તમારા માટે આ પ્રવચન,મારા માટે સ્વાધ્યાય છે:બાપુ

Date:

Related stories

જગધાત્રી અને શિવાયના લગ્ન પહેલા ચાહકોએ ‘કેળવણ’નું આયોજન કરવા...

ઝી ટીવીનો જગધાત્રી એ હવે ચર્ચાનો વિષય બન્યો છે,...

નેક્સ્ટ ભારત વેન્ચર્સે ભારતનાં સૌથી મોટા ઇમ્પેક્ટ ફંડ પૈકીનું...

નેક્સ્ટ ભારતનું બીજું ફંડ, જેનું નેતૃત્વ મુખ્ય LP તરીકે...

ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન સર્વિસિસ લોંચ...

બેંગ્લોર, જુલાઇ, 2026: ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકે તાજેતરમાં તેની...

આઇડીએફસી ફર્સ્ટ બેંક એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) પ્લેટફોર્મ...

એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ), શ્રમ અને રોજગાર મંત્રાલય,...

અમદાવાદ ડિવિઝન દ્વારા અત્યાધુનિક સંકલિત નિયંત્રણ કેન્દ્રનું ઉદ્ઘાટન

અમદાવાદ ડિવિઝન દ્વારા અત્યાધુનિક સંકલિત નિયંત્રણ કેન્દ્રનું ઉદ્ઘાટન ડિવિઝનલ રેલ્વે...

રથયાત્રાના 13 દિવસ પહેલાં જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ઝડપાયા

ગુજરાતમાં સંગઠન એક્ટિવ કરતા હતા, મધ્યપ્રદેશ-ગુજરાતમાં ATSનું ઓપરેશન રથયાત્રાના 13...

બુદ્ધપુરુષનાંઅધરથી નીકળેલું વચનામૃત ખરેખર અધરામૃત છે.

ઘણા લોકો માટે આ રામચરિતમાન મહાકાવ્ય છે, સાધુઓ માટે મહામંત્ર છે.

શ્રોતાઓ માટે જ્ઞાન હોઈ શકે,વક્તા માટે એ ગાન છે.

પહોંચેલો મહાપુરુષ પામી ગયા પછી પણ ગાવાનું છોડતો નથી.

ભારત માતા પરમ અમૃત છે.

ગીતા પૃથ્વીનું અમૃત છે.

પાપનાશિનીગંગામૈયાનીગોદમાંવહેતીકથાધારા શનિવારે જ્યારે પાંચમાં દિવસમાં પહોંચી.શરૂમાંપૂછાયું હતું કે ધરામૃત અને અધરામૃત એક છે કે અલગ?પૃથ્વી પણ અમૃત છે.પૃથ્વીને આપણે વિષાક્ત-ઝેરીલી બનાવી એ અલગ વાત છે.પણ પૃથ્વી ધરામૃતછે.અધરામૃતનો અર્થ,બધા જાણીએ છીએ એ સ્થૂળ અર્થ છે.આપણા જેવા લોકો માટે આ અર્થ બરાબર છે.પરંતુ આ તો આપણા લેવલનાં લોકો માટે,પણ સાધુ-સંતો અર્થ કરે છે કે જે ધરાનું અમૃત નથી એ અધરામૃતછે.ધરતીમાંથી જે કંઈ નીકળી રહ્યું છે એ અમૃત છે પણ એને આપણે કોઈને વેંચીએ છીએ,વેપાર કરીએ છીએ.અધરામૃત ઉપરનું અમૃત છે,જે વેંચાતું નથી પણ વહેંચાય છે. હોઠોનું અમૃત એ લૌકિક અર્થ છે.માણસ પાસે જીભ કંઠ,દાંત,ગલોફું આ બધું હોય પણ હોઠ ન હોય તો સ્પષ્ટ બોલી શકતો નથી.હોઠને કારણે આપણે શબ્દનો વિનિમય કરી શકીએ છીએ.શુકદેવજીઅધરામૃતની વાત કરે છે ત્યારે માત્ર આટલો જ અર્થ ન હોય,લૌકિક તો છે જ,પણ એનો આધ્યાત્મિક અર્થ એ છે કે બુદ્ધપુરુષનાંઅધરથી નીકળેલું વચનામૃત ખરેખર અધરામૃતછે.ઉપનિષદનાં, ભાગવતનાં વચનામૃત,બ્રહ્મસૂત્રોના વચન, વ્યાસપીઠનાંઅધરામૃતછે.આ લૌકિક નહીં અલૌકિક છે.

પૂછાયેલું કે આપ રામચરિત માનસને માણસને કઈ દ્રષ્ટિથી જુઓ છો?અમારે કંઈ દ્રષ્ટિથી જોવું જોઈએ બાપુએ કહ્યું કે કથામાં આવ્યા પછી આપ અને હમ, તમે અને અમેનો ભેદ મિટાવી દઈએ.શ્રોતા-વક્તા જ્ઞાનનિધિ-બંને સમ છે.તમે કઈ રીતે જુઓ એ તમે કહો ત્યારે ખબર પડે.આંખ બે હોય નજર એક,પગ બે પણ ગતિ એક,હાથ બે પણ કર્મ એક હોય છે. ઘણા લોકો માટે આ રામચરિતમાન મહાકાવ્ય છે સાધુઓ માટે મહામંત્ર છે.

સદગુરુ જ્ઞાન બિરાગ જોગ કે;

બિબુધબૈદ ભવ ભીમ રોગ કે.

ગોસ્વામીજીની અંતરંગ વાતો પકડીએ તો,કહે છે કે આ ગુરુ નથી પરમગુરુછે.હું મારો મત આપુ તો તમારા માટે આ પ્રવચન છે,મારા માટે સ્વાધ્યાય છે. ઉપનિષદે સ્વાધ્યાય અને પ્રવચનમાં પ્રમાદ ન કરવાની આજ્ઞા કરી છે.ખરેખર વક્તા છે એણે આ ધ્યાનમાં રાખવું જોઈએ કે હું બોલી નથી રહ્યો,આ મારો સ્વાધ્યાય છે.વેદાંતની પ્રક્રિયામાં શ્રવણ પહેલો પડાવ છે.પછી મનન છે.અક્ષર સરળ,શબ્દ સરળ,અર્થ સરળ હોવા જોઈએ-વૈરાગ્ય સાંદિપનીમાંતુલસીજી એવું કહે છે.એટલે કહું છું માત્ર સાંભળો.એ પણ પર્યાપ્ત છે.પછીનિદિધ્યાસન અને છેલ્લો પડાવ સાક્ષાતકારકહેવાયોછે.શ્રદ્ધાવાન માટે આ ગુરુ છે સાધુઓ માટે સદગુરુ છે.શ્રોતાઓ માટે જ્ઞાન હોઈ શકે,વક્તા માટે એ ગાન છે.પહોંચેલો મહાપુરુષ પામી ગયા પછી પણ ગાવાનું છોડતો નથી.જ્ઞાનમાં અખંડ એકાગ્રતા રહે કે નહીં ખબર નહીં,પણ ગાનમાં તાલ,સૂર,લયનો ભેદ ન થાય એવી એકાગ્રતા રાખવી પડે છે.આખી પૃથ્વી અમૃત,એમાંય ભારત માતા પરમ અમૃત છે.ગીતા પૃથ્વીનું અમૃત છે.

આજે કથા શ્રવણ માટે આવેલા યોગઋષિ બાબા રામદેવે કથાને અંતે આશીર્વાદક વચનો અને યોગ નિદર્શન પણ કર્યું હતું.

Box

યોગામૃત અને માનસનાં અમૃત

શૃણ્વન્તુવિશ્વેઅમૃતસ્યપુત્રા

આ યેધામાનિદિવ્યાનિતસ્થુ:

-શ્વેતાશ્વતરોપનિષદ(અધ્યાય-૨,શ્લોક-૫)

યોગ પણ અમૃત છે,વિયોગ પણ અમૃત છે.વિરહનાંમંથનથીનીકળતો પ્રેમ-અમૃત છે.આશ્લોકમાં શરતો રાખી છે,યોગ માટે.જ્યાં સમતા હોય,સ્થૂળ રૂપમાં સમથળ ભૂમિ,પવિત્ર ભૂમિ,શબ્દોનો કોલાહલ ન હોય,આંખને પીડે નહીં એવો પ્રકાશ,જ્યાં વાયુનું વધારે આવાગમન ન હોય-આવા યોગામૃતનાંપાનથી રોગ નથી થતો,બુઢાપો નથી આવતો,મૃત્યુ નથી આવતું,શરીર યોગાગ્નિમય થઈ જાય છે,વર્ણ પરિવર્તન થાય છે,આત્મા બદલાય છે,સ્વર પાકે છે, એક પ્રકારની ડીવાઇનસ્મેલયોગામૃતનીફળશ્રુતિ છે.

શિવચરિત્ર-કલ્યાણામૃત,સિતારામચરિત્ર-સત્યામૃત, ભરતચરિત્ર-પ્રેમનું અમૃત,હનુમંત ચરિત્ર વૈરાગ્ય અમૃત અને ભુશંડીચરિત્ર-સાધુ અમૃત છે.

આપણે ત્યાં એક શબ્દ પંચામૃત આવ્યો,એ પણ અમૃત છે જ.આધ્યાત્મિકરૂપથી જોઈએ તો દૂધ ધર્મામૃતછે.દહીં મંથન-સાધુનું હૃદયામૃત છે. દૂધ એ ધર્મ અમૃત છે.સાધુનું હૃદય ભજન કરે તો મધુરતા આવે છે-એ મધ છે.

રામચરિતમાનસમાં નયનામૃત,સાધુ રૂપ અમૃત,સંત અમૃત,વાણી અમૃત,કૃપામૃત,સરિતામૃત,રૂપમૃત, સ્નેહામૃત,પ્રેમામૃત,સુખામૃત,નામામૃત,શ્રવણામૃત, વચનામૃત,કથામૃત વગેરે શબ્દો મળે છે.

જગધાત્રી અને શિવાયના લગ્ન પહેલા ચાહકોએ ‘કેળવણ’નું આયોજન કરવા...

ઝી ટીવીનો જગધાત્રી એ હવે ચર્ચાનો વિષય બન્યો છે,...

નેક્સ્ટ ભારત વેન્ચર્સે ભારતનાં સૌથી મોટા ઇમ્પેક્ટ ફંડ પૈકીનું...

નેક્સ્ટ ભારતનું બીજું ફંડ, જેનું નેતૃત્વ મુખ્ય LP તરીકે...

ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન સર્વિસિસ લોંચ...

બેંગ્લોર, જુલાઇ, 2026: ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકે તાજેતરમાં તેની...

આઇડીએફસી ફર્સ્ટ બેંક એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) પ્લેટફોર્મ...

એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ), શ્રમ અને રોજગાર મંત્રાલય,...

અમદાવાદ ડિવિઝન દ્વારા અત્યાધુનિક સંકલિત નિયંત્રણ કેન્દ્રનું ઉદ્ઘાટન

અમદાવાદ ડિવિઝન દ્વારા અત્યાધુનિક સંકલિત નિયંત્રણ કેન્દ્રનું ઉદ્ઘાટન ડિવિઝનલ રેલ્વે...

રથયાત્રાના 13 દિવસ પહેલાં જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ઝડપાયા

ગુજરાતમાં સંગઠન એક્ટિવ કરતા હતા, મધ્યપ્રદેશ-ગુજરાતમાં ATSનું ઓપરેશન રથયાત્રાના 13...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here