
લેખક:દીપક જગતાપ
આકાશી વીજળી :ધ્વનિ અને પ્રકાશનો અદભુત અલૌકિક ખેલ છે.
…………………………
વિજળીનો એક લીસોટો ૧૦ કરોડ વોલ્ટની ક્ષમતા ધરાવે છે.
…………………………
પૃથ્વી પર પ્રતિ સેકંડે ૧૦૦ વીજળી ત્રાટકે છે.
…………………………
લેખક :દીપક જગતાપ
…………………………
ચોમાસામાં ગાજવીજ સાથે વરસાદ પડે ત્યારે કડાકાભેર આકાશમાં
વીજળી ચમકે ત્યારે સમગ્ર આકાશ ઝળાહળાં થઈ જતું હોય છે. વીજળીનો ચમકારો અને કડાકાભેર અવાજ ભલભલાના હાજા ગગડાવી દે તેવો અદ્ભત ખરેખર તો ધ્વનિ અને પ્રકાશનો અલૌકિક ખેલ છે. વીજળી ત્રાટકવાના સમાચારો વાંચીએ છીએ. તેમાં ઘરોપર, વૃક્ષો પર, માનવો-પશુ પર વીજળી પડે ત્યારે ભયંકર નુકસાન પણ
થાય છે. આમ વીજળીનો ચમકારો અને ગડગડાટ આનંદ અને ભીતિનો અહેસાસ એક સાથે કરાવે છે.
અમેરિકામાં જ માત્ર પ્રતિવર્ષ વીજળી ત્રાટકવાથી ૧૦૦ વ્યક્તિમોતને ભેટે છે. અમેરિકાની ભૂમિ પર પ્રતિ વર્ષ ૨ કરોડ જેટલી વાર વીજળી ત્રાટકે છે. તેને કારણે અનેક લોકો દાઝી જાય છે. પ્રતિ વર્ષ 1OOO લોકો દાઝે છે. જેમાં ફલોરિડા તો અમેરિકાનું વીજળી ત્રાટકવાનું પાટનગરગણાય છે. વીજળી ત્રાટકવાની ઘટનાને કારણે અમેરિકાના અર્થતંત્ર પરપ્રતિવર્ષ પાંચ અબજ ડોલર જેટલી વિપરીત અસર પડે છે.
હકીકતમાં આકાશમાં વીજળીનો જોવા મળતો નજારો તો એક
વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. વિજળીનો એક લીસોટો ૧૦ કરોડ વોલ્ટની ક્ષમતા ધરાવે છે. સામાન્ય રીતે આપણા ઘરોમાં વપરાતા વીજળીના સાધનો ૧૦ એમ્પિયરથી ઓછી ક્ષમતાના હોય છે. જ્યારે વીજળીનો એક લીસોટો જ ૩૦,૦૦૦એમ્પિયરનો પ્રવાહ ધરાવે છે. વીજળી જ્યારે ત્રાટકે છે ત્યારે તેની આસપાસનું વાતાવરણ અતિશય ગરમ થઈ જાય છે. આજુબાજુની હવા
૫૦,૦૦૦ અંશ ફેરનહીટ ગરમી પકડે છે ! વીજળી જ્યારે ત્રાટકે છે ત્યારે
સૂર્યની સપાટી કરતાં ત્રણ ગણી ગરમી અર્થાત્ ૨૦,૦૦૦ અંશ સેલ્સિયસ ગરમી છૂટી પડે છે. પૃથ્વી પર પ્રતિ સેકંડે ૧૦૦ વીજળી ત્રાટકે છે. એક જ ઇંચની પહોળાઈ ધરાવતા વીજળીના લીસોટાની અદ્દભુત શક્તિનો ખ્યાલ હવે આવી ગયો હશે.
આમ તો વીજળીનો નજારો મનુષ્ય, વૈજ્ઞાનિકો માટે રહસ્યમ
અને રોમાંચનો વિષય રહ્યો છે. ૧૮ મી સદીમાં વિજ્ઞાની બેન્જામિન ફેન્કલિનથી માંડીને આધુનિક કાળની અમેરિકી અંતરિક્ષ સંસ્થા “નાસા” વીજળીનો તાગ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. તેમની સમજ એટલેસુધી જઈને અટકી ગઈ છે કે આકાશમાં દેખાતી વીજળી તે વિદ્યુતનું જ સ્વરૂપ છે. વાદળોમાં ધનભાર-ઋણભાર સર્જાતાં વીજળી સર્જાય છે. એવા સિધ્ધાંત સુધી બધા પહોંચ્યા છે. પરંતુ આ સંશોધનોને પણ હજી ભ્રમ જ માનવામાં આવે છે. વિજ્ઞાનીઓના મતે વીજળી ત્રાટકવાનીઘટના સમયે વાદળોમાં ૨૦,૦૦૦ અંશ સેલ્સિયસ જેટલો વિદ્યુતભાર છૂટો પડે છે. અર્થાત્ તેટલી હદે ગરમી છૂટી પડે છે. ક્ષણિક ધોરણેછૂટી પડતી ગરમી આસપાસની હવામાં આંચકા સર્જે છે અને તેથી જ વીજળીના ચમકારાની સાથોસાથ ગડગડાટ પણ સંભળાય છે. પ્રકાશ
કરતાં અવાજની ગતિ ઓછી હોવાથી વીજળીનો ચમકારો પહેલા દેખાયછે અને ગડગડાટ પાછળથી સંભળાય છે.
વીજળીના ચમકારાના અનેક સ્વરૂપો છે. તેને રીબન લાઈટનિંગ,બોલ લાઈટનિંગ, બીડ લાઈટનિંગ, રેડ પ્રાઈટ કે બ્લ્યુ જેન્ટ્સ જેવા નામો પણ અપાયા છે. પરંતુ તેમાં વાદળામાંથી પૃથ્વી પર ત્રાટકતી વીજળીસૌથી ઘાતક છે. દરમિયાન વાદળની અંદર સર્જાઈને વાદળની અંદર જ સમાઈ જતી વીજળનું પણ એક સ્વરૂપ છે. બે વાદળોની કિનાર પરઆગળ વધતી વીજળીને મહદઅંશે આપણે જોતા હોઈએ છીએ. આ વીજળી વાહક બળને શોધતી આગળ વધે છે.
વિજ્ઞાનીઓના મતે પૃથ્વીના જળચક્ર સાથે જ વીજળી ત્રાટકવાની
ઘટના સંકળાયેલી છે. પ્રવાહી કે પછીના પાણીના બાષ્પીભવનની પ્રક્રિયા વખતે જ પ્રવાહી ગરમી શોષીને બાપ્પનું સ્વરૂપ લે છે. બાષ્પના અણુઝડપથી તરતા તરતા પૃથ્વીની સપાટી છોડી દે છે. આકાશમાં ઊંચાઈએ પહોંચતાં ત્યાં પૂર્વ તરફ રહેલી ઠંડક બાપ્પમાંની ગરમી શોષવા માંડે છે.આ પ્રક્રિયા આપણાં ઘરેલું રેફ્રિજરેટર જેવી જ છે. ગરમી શોપીને બાપ્પ
બનીને ઊડેલું પાણી વાતાવરણમાં ગરમી શોષાઈ જતા પ્રવાહી સ્વરૂપ
લેવા માંડે છે. અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણબળને કારણે વાતાવરણમાં સર્જાયેલું એ પાણી પાછું પૃથ્વી તરફ પાછું ફરે છે. કેટલીકવાર વાતાવરણમાંએટલી હદે ઘનીભવન સર્જાય છે કે તે બરફનું સ્વરૂપ પકડી લે છે.વાદળો સર્જાવાની કે ઘનીભવનની આ પ્રક્રિયામાં જ વીજળીનુંરહસ્ય અકબંધ જળવાઈ રહ્યું છે. વાદળોમાં આ વિદ્યુતભાર કઈ રીતે
સર્જાય છે તેનો ભેદ હજી ખૂલ્યો નથી. પરંતુ ગળે ઊતરે તેવા કારણોઆપવા જરૂરથી પ્રયાસ થાય છે. વાદળા એક કેપિસીટરનું રૂપ લઈ લે છે. વાદળના ઉપરના હિસ્સામાં ધનભાર સર્જાય છે. દરમિયાન થીજીગયેલી બાષ્પના કારણે સર્જાયેલી બરફની કરચો અને બાધ્ય ટકરાવાની
ઘટના જ બાષ્પમાં રહેલા ઇલેકટ્રોનને છંછેડે છે. વાદળની ઉપરની સપાટીએથી છૂટા પડેલા ઇલેક્ટ્રોન વાદળની નીચલી સપાટીએ એકત્ર થાય છે. અને એ રીતે વાદળની નીચલી સપાટીમાં ઋણભાર સર્જે છે.વાદળની ઉપરની સપાટી પર સર્જાતી ટકરાવાની ઘટના થકી ઇલેક્ટ્રોન
છૂટા પડીને વાદળની નીચલી સપાટીએ એકત્ર થતાં વાદળની ઉપરની સપાટીએ ધનભાર જ બચે છે. આ રીતે ધનભાર અને ઋણભારના વીજક્ષેત્રનું નિર્માણ થાય છે. આ રીતે વાદળમાં સંગીન વીજક્ષેત્રનું નિર્માણ થાય છે. અને પછી માત્ર વાહકપથ મળી જાય તેની જ રાહ જોવાય છે.
આસપાસની હવામાં પણ “આયોનાઈઝ” પ્રક્રિયા શરૂથાય છે. આ“આયન્સ” ધાતુ જેવી વિદ્યુત વાહકની ભૂમિકા અદા કરે છે. આ વાહકપથ એક નિસરણી જેવું સ્વરૂપ લે છે અને “આયન’ની આ નિસરણી જવીજળીને પૃથ્વી સુધી ઢસડી લાવે છે.
એકવાર વાહકપથ તૈયાર થઈ જતાં એક શક્તિશાળી આંચકાનુંસર્જન થાય છે અને તે આંચકો મોટા પાયે ઊર્જા છૂટી પાડે છે. તેજ લીસોટો
અને ગડગડાટ તે ઊર્જાનું જ સ્વરૂપ છે.આમ તો પૃથ્વી સાથે સંકળાયેલી આ સતત પ્રક્રિયા છે. આ વીજળીઓ સતત ના ત્રાટકે તો પૃથ્વી એક જ કલાકમાં પોતાનો સંપૂર્ણ વીજભાર ગુમાવી દે. પ્રત્યેક પળે પૃથ્વી પર ૧૮00 વાર વીજળી ત્રાટકતી જ રહે છે. વીજળી ત્રાટકવાની આ ઘટનાને કારણે જ પૃથ્વી પર પ્રતિ વર્ષ ૧કરોડ ટન જેટલો નાઇટ્રોજન છૂટો પડતો રહે છે. વીજળી ત્રાટકવાની આ
પ્રક્રિયા અટપટી જરૂર છે. પરંતુ કુદરતનો આ પ્રકાશિત રંગીન નજારો પણ અદ્ભુત છે.
