Friday, July 10, 2026
HomeWorldવિશ્વની વસ્તી વર્ષ 2030 સુધીમાં લગભગ 8 અબજ 60 લાખ સુધી પહોંચી...

વિશ્વની વસ્તી વર્ષ 2030 સુધીમાં લગભગ 8 અબજ 60 લાખ સુધી પહોંચી જશે.  

Date:

Related stories

સાબરમતી ખાતે કાર્યરત રેલવે ટ્રેક ઉપર અમદાવાદ–મુંબઈ હાઈ સ્પીડ...

અમદાવાદ–મુંબઈ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી ખાતે વધુ...

બેચરાજીના ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોરે DRM અને CRS સાથે...

બેચરાજીના ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોરે DRM અને CRS સાથે...

ઓમકારેશ્વરમાં સ્થાપિત સ્ટેચ્યુ ઓફ વનનેસ સંપૂર્ણપણે છે સલામત અને...

આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ટેકનિકલ ધોરણો પર ખરી ઉતરી ૧૦૮...

શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રીય ફલક પર ચમક્યું ગુજરાત: ધોળકા તાલુકાની...

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાના મૂલ્યાંકનમાં...

ઇન્ડિયન કેન્સર સોસાયટી ‘સી પોઝિટિવ એવોર્ડ 2026 – એનજીઓ...

મુંબઈ, 9 જુલાઈ 2026: કેન્સર નિયંત્રણ માટે સમર્પિત ભારતની...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન be10x નાફાઉન્ડર્સ સાથે...

અમદાવાદ: વ્યક્તિઓ અને વ્યવસાયોને તેમના રોજિંદા કામમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને...

11, જૂલાઈ, વિશ્વ વસ્તી દિવસ
………………………………..

લેખક :દીપક જગતાપ

………………………………..
વિશ્વ વસ્તી વિસ્ફોટ: એક ગંભીર સમસ્યા
……………………………….
2026માં વિશ્વની વસ્તી 8.296 અબજ (8,296,294,606)થઈ છે,
………………………………..
વિશ્વની વસ્તી વર્ષ 2030 સુધીમાં લગભગ 8 અબજ 60 લાખ સુધી પહોંચી જશે.  
………………………………..
યુએનના અંદાજ મુજબ, વિશ્વની વસ્તી 2025 સુધીમાં 8.2 અબજ, 2037 સુધીમાં 9 અબજ અને 2057 સુધીમાં 10 અબજ સુધી પહોંચવાની શકયતાઓ  છે.
……………………………….
જનસંખ્યાના ક્રમાંકમાં ભારતપ્રથમ ક્રમે અને હવે ચીન બીજા ક્રમે
………………………………..
જયારે પૃથ્વી મનુષ્યોથી ઉભરાઈ જશે ત્યારે મનુષ્યને બીજા ગ્રહ પર રહેવાનો વારો આવે તો નવાઈ નહીં
………………………………..
દર વર્ષે 11જુલાઈ વિશ્વ વસ્તી દિવસ ઉજવાય છે. દર વર્ષે વસ્તી વિસ્ફોટ અંગે ચિંતા વ્યક્ત થાય છે. પણ એને નથી શકાતો નથી.સમગ્ર વિશ્વમાં કુદકેને ભુસકે વધતી જતી વસ્તી ચિંતાનો વિષય બન્યો છે. વસ્તી વધારવી કે ઘટાડવી એ મનુષ્યના જ હાથમા હોવા છતાં સરકાર તેને કાબુમાં લઈ શકી નથી જેને કારણે અનેક સમસ્યાઓ ઉભી થઈ છે.યુએનના અંદાજ મુજબ, વિશ્વની વસ્તી 2025ના અંત સુધીમાં 8. 2અબજ,હતી. હવે 2026ની છેલ્લી લેટેસ્ટ યુએન વસ્તીનાં આંકડા મુજબ, વિશ્વની વસ્તી 8.296 અબજ (8,296,294,606)થઈ છે, જે 9 જૂન 2026 સુધીનો આંકડો છે.

2030 માં 8.5 અબજ,2037 માં 9 અબજ,
2050 માં 9.7 અબજ,2057 સુધીમાં 10 અબજ અને 2100માં 10.4 અબજ વસ્તી થઈ જશે

જનસંખ્યાના ક્રમાંકમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે.આજે ભારત દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. જે 1.46 અબજથી વધુ લોકો સાથે વસ્તીની દ્રષ્ટિએ ચીનને પાછળ છોડી દિધું છે.

ભારતની છેલ્લી વસ્તી: ૧૪૨.૮૬ કરોડ (૧.૪૨૮૬ અબજ)છે. જયારે
ચીનની છેલ્લી વસ્તી:૧૪૨.૫૭ કરોડ (૧.૪૨૫૭ અબજ)છે. એ જોતા દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ:l ભારત છે
તેની વસ્તી: ૧૪૨.૮૬ કરોડ (૧,૪૨૮,૬૨૭,૬૬૩ લોકો) છે

સંયુક્ત રાષ્ટ્ર (UN)ના ડેટા અનુસાર ભારત ચીનને પછાડીને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો છે.ભારતમાં ચીન કરતાં લગભગ ૨૯ લાખ વધુ લોકો છે
સંયુક્ત રાષ્ટ્રનું માનવું છે કે,ભારત સરકારે વસ્તી નિયંત્રણ માટે કુટુંબ નિયોજન અને કલ્યાણ કાર્યક્રમો જેવી અનેક પહેલો હાથ ધરી છે. વસ્તી નિયંત્રણમાં રાખવા માટે નાગરિકોએ પોતપોતાની સરકારો દ્વારા લેવામાં આવેલા પગલાંને અનુસરીને સહકાર આપવો જોઈએ.

વિશ્વ વસ્તી દિન એ દર વર્ષે 11મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે, આ ઉજવણી વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતી આવે તે માટે કરવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં ‘સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ’ની સંચાલન પરિષદ દ્વારા 1989માં કરવામાં આવેલ. 11 જુલાઈ 1987 નાં દિવસે વિશ્વની જનસંખ્યાલગભગ 5 અબજને પાર કરી ગયેલ, જે દિવસ ‘પાંચ અબજ દિન’ તરીકે ઓળખાવાયો, અને આ દિવસથી પ્રેરીત થઇ જનહીતમાં  વિશ્વ વસ્તી દિન ઉજવવામાં આવે છે.

રશિયામાં વધુ બાળકોવાળા કુટુંબોને ઈનામો અને પ્રોત્સાહન મળતું હોય, જાપાનમાં સરેરાશ ઉંમર વધતાં યુવા વસ્તીની ઘટ પડતી હોય, યુરોપમાં મધ્ય-પૂર્વમાંથી ગૃહ યુદ્ધ અને આતંકવાદનો ભોગ બનેલ લાખો અને કરોડો શરણાર્થીઓ સમાવી લેવાતાં હોય, અમેરિકા જેવા વિકસિત દેશમાં વિશ્વભરમાંથી લોકોને ઉચ્ચ જીવનધોરણ આપી વસાવાતા હોય અને આ બધું યોજના બદ્ધ રીતે આયોજન કરી કરાતું હોય ત્યારે ભારત માટે વસ્તી વધારો એ ચિંતાનો વિષય છે.
વસ્તી વૃદ્ધિની સમસ્યા સમજવા માટે વિશ્વભરમાં વસ્તીના વિતરણ અને કુદરતી સંપત્તિના વૈશ્વિક વિતરણને સમજવું જરૂરી છે. યૂરોપના દેશોમાં બે વિશ્વયુદ્ધો દરમિયાન મોટાપાયે યુવાવસ્તી મૃત્યુ પામી. જેના કારણે વસ્તીવૃદ્ધિનો દર ખૂબ ઘટી ગયો. વસ્તીમાં વૃદ્ધોનું પ્રમાણ વધતાં ઉત્પાદક-વસ્તી (18 થી 40 વર્ષ) ઉપર વૃદ્ધોને નીભાવવાની જવાબદારી વધી. તેમ છતાં આ દેશોમાં આર્થિક અને ઔદ્યોગિક વિકાસ વધું થયેલૂંં હોઈ અને વિશ્વના દેશોનું વિશ્વયુદ્ધો પહેલાના સમયમાં સામ્રાજ્યવાદી નિતિથી અથવા અનિતિથી શોષણ કરેલું હોઇ યૂરોપમાં જીવનધોરણ ઊંચું જળવાઈ રહેલ છે. એ જ પરિસ્થિતિ અમેરિકા, જાપાન અને અન્ય વિકસિત દેશોની છે. વિકસિત દેશોમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું હોય છે અને ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત લોકો ઓછી વસ્તી પેદા કરવાનું વલણ ધરાવે છે. કેટલાંક દેશોમાં તો લગ્ન અને કુટુંબ જેવી સામાજિક સંસ્થાઓનું અસ્તિત્વ પણ સંકટમાં છે. યુવક-યુવતીઓ પોતાની જવાબદારી ન વધારવાની વૃત્તિથી લગ્ન વિના ચલાવી લેવાનું વલણ ધરાવતા થયા છે. તેની સામે ખાસ કરીને એશિયા એટલે કે દુનિયાનો સૌથી જૂનો અને સૌથી ગીચ વસ્તી ધરાવતો ખંડ એ પ્રમાણમાં અવિકસિત અથવા વિકાસશીલ દેશોનો ખંડ છે. અહીં પરિસ્થિતિ તદ્દન વિરોધી છે. વસ્તીનો ઉચ્ચ વૃદ્ધિ દર, વસ્તીની અતિશય ગીચતા, અશિક્ષા, ગરીબી, બીમારી વગેરે વિકાસશીલ દેશોની સૌથી મોટી સમસ્યાઓ છે. હાલમાં સમગ્ર દુનિયાની વસ્તી 7.02 અબજ જેટલી છે. ભારતમાં કુલ વસ્તી 1.3 અબજ એટલે કે અમેરિકા, જાપાન, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ અને બાંગ્લાદેશ જેવા દેશોની કુલ વસ્તીની સમકક્ષ છે. છેલ્લી વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતની વસ્તી 6.03 કરોડ નોંધવામાં આવી હતી.આજે 6.5કરોડ થઈ ગઈ છે.

યુનાઈટેડ નેશન્સના એક અહેવાલ મુજબ છેલ્લા પચાસ વર્ષોમાં વિશ્વની વસ્તી બમણી થઈ ગઈ છે. વસ્તી વિસ્ફોટ એ આજે એશિયાના દેશો માટે મુખ્ય સમસ્યા બની ગઈ છે. એક ગણતરી પ્રમાણે વિશ્વભરમાં દર એક સેકંડમાં લગભગ ચાર બાળકો જન્મે છે. આટલી ઝડપે વસ્તીમાં વધારો થતો રહેવાના કારણે વર્ષભરમાં આંકડો અધધ કહેવાય તેટલા નવા આંકડાને સ્પર્શતો રહે છે.
કુદકે-ભુસકે વધતી જનસંખ્યા પર ખરેખર નિયંત્રણની જરૂર છે. જેનાથી ભવિષ્યમા સર્જાનારી મૂશ્કેલીઓને આપણે દૂર રાખી શકીએ.જેવી રીતે ભારતમાં બેરોજગારીનું સ્તર ઊંચું છે તેવી જ રીતે આરોગ્યની દ્રષ્ટિએ એટલું જ કથળેલું પણ છે. આરોગ્યની બાબતમાં ભારતનું સ્થાન વિશ્વમાં 111 મું છે. વસ્તી વધારાને કારણે, પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે ગરીબી અને અજ્ઞાનતા વધે છે. જેને કારણે લોકોમાં જાગૃતિનો અભાવ ગંદકી અને રોગચાળાનું નિમિત્ત બને છે. ગરીબ લોકો જાગૃતિના અભાવે વસ્તીવધારાના ગંભીર પરિણામોને ગંભીરતાથી લેતાં જ નથી. આના સીધા પરિણામ રૂપે ધનિકો વધુ ધનિક બની રહ્યા છે અને અભણ-ગરીબ વર્ગ વધુ ગરીબ બની રહ્યા છે. ભણતરથી સામાન્ય સમજ તથા જાગૃતિ આવે છે અને દરેક પરિસ્થિતિના ભાવિ પરિણામો વિશેની સભાનતા કેળવાય છે જે નીચલા વર્ગમાં સ્વાભાવિકપણે જ ઓછી દેખાય છે. ભારત દેશ આજે વિકાસશીલ દેશ મટી વિકસિત દેશોની હરોળમાં ઊભો થઈ રહ્યો છે, વિકાસની કેડી પકડી ચૂક્યો છે પણ ધારી સફળતા મળતી નથી. દેશનું અર્થતંત્ર ધીમું પડે, તેની ગતિ-પ્રગતિ અવરોધાય એટલી હદે અને એ ઝડપે વસ્તી દર વધી રહ્યો છે. આ સમસ્યા માત્ર ભારતને જ નહીં સમગ્ર એશિયાના દેશો માટે માથાના દુઃખાવા સમાન બની ગઈ છે. વિશ્વ વસતી દિવસની હોંશભેર ઉજવણી ના કરવાની હોય પણ જે ઝડપે વિશ્વભરની વસતી બોમ્બ સમાન વિસ્ફોટક બની રહી છે, વૃદ્ધિ દર બેફામ રીતે વધી રહ્યો છે તેના પરત્વે યુદ્ધના ધોરણે પગલાં લેવાવા જોઈએ. જે ઘરમાં બેથી વધુ બાળકો હોય તેને અમુક તમુક સરકારી લાભોથી યોજનાઓથી વંચિત રાખવાની જાહેરાત પણ થઈ જ ગયી છે. બાળલગ્નો અટકાવવા પણ એટલા જ જરૂરી છે. વધુ બાળકો જન્મવા માટે બાળલગ્નો પણ એટલા જવાબદાર છે.
1.46 અબજને આંબી ગયેલી ભારત દેશની વસતીમાં હજુ લાખો, કરોડો પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છે. નથી તેમની પાસે ઘરનું ઘર કે નથી આવકનું કોઈ નક્કર સાધન. છતાં નવાઈની વાત એ છે કે તેમના કહેવાતા ઘરોમાં એક એક પરિવારમાં ચારથી પાંચ નાગા-ભૂખ્યા બાળકો તો જોવા મળશે જ! દેશની આશરે 60 % ઉપરની વસતી ગરીબી રેખા નીચે જીવી રહી છે છતાં વસતીવધારા જેવી રાષ્ટ્રીય તથા વ્યક્તિગત વિકાસને રુંધતી સમસ્યા કાબૂમાં આવવાનું નામ નથી લેતી. જળ-જમીન જેવા કુદરતી સંસાધનો, પર્યાવરણ જેવા મહત્વના મુદ્દે દબાણ કરતા વસ્તી વિસ્ફોટના મહાપ્રશ્નનો યોગ્ય સમયે, યોગ્ય રીતે ઉકેલ લાવવાની શરૂઆત નહીં કરાય તો શક્ય છે કે એક દિવસ એવો પણ આવશે કે ના તો રસ્તા પર ચાલવાની કે વાહનો ચલાવવાની જગ્યા રહેશે કે ના ઘરોમાં કે જાહેર સ્થળો પર શ્વાસ લેવા જેટલી જગ્યા બચશે.

જો આપણે સમય રહેતા સભાનતા દાખવી વધતી વસ્તીને રોકવા પ્રયત્ન નહી કરીએ તો એક દિવસ ભૂખમરો અને જળ સંકટનો સામનો કરવો પડશે. વસ્તી વધારાને નાથવા દરેક વ્યક્તીએ સભાનતા દાખવી પડશે. ભગવાન આપણને બાળક આપે છે આ માનસિકતાને આપણે છોડવી પડશે નહિતર આવનારા સમય પરીસ્થિતિ વધારે કથળી શકે છે.

દર મિનટે વિશ્વમા એક બાળક જન્મ લે છે.આ લોકો અવસાન પણ પામે છે પણ તે જન્મદરથી બહુ ઓછો છે.
વિશ્વમાં જેટલી તેજીથી વસ્તી વધી રહી છે, તેટલી જ તેજીથી ખેત માટે અને રહેવા માટે જમીન ઓછી થઈ રહી છે. લોકો માટે જમવાનુંની અછત થવા લાગી છે. ભારતમાં તો સ્થિતી તદ્દન ખરાબ છે…એક સર્વે મુજબ ભારતમાં 25 ટકા લોકો ગરીબી રેખા થી નીચુ છેએજ સ્થિતિ પાણી ને લઈને પણ છે. કેમ કે જેમ જેમ વસ્તી વધી રહી છે તેમ-તેમ પીવા લાયક પાણી ની પણ ઓછો થવા લાગ્યુ છે. અને રહેવા માટે જમીન પણ કમ પડી રહી છે, જેથી જંગલોની કટાઈ થઈ રહી છે અને જાનવર શહેરની ઓર દોરી રહ્યા છે. જો એવી રીતે જ વસ્તી વધતી રહેશે તો માણસો રહશે ક્યાં. જો વસ્તી વિસ્ફોટને નાથીશું નહીં તો ઘણી વિકટ સમસ્યા ઉભી થશે. જયારે પૃથ્વી મનુષ્યોથી ઉભરાઈ જશે ત્યારે મનુષ્યને બીજા ગ્રહ પર રહેવાનો વારોઆવે તો નવાઈ નહીં.

દરરોજ વિશ્વની વસ્તીમાં અંદાજે 3,68,000નો વધારો થઈ રહ્યો છે.

સબ-સહારન આફ્રિકામાં 16 દેશો 2025માં વિશ્વના ટોપ 20 ઝડપી વધતા દેશોમાં છે
આ પ્રદેશની વસ્તી આગામી 30 વર્ષમાં 79% વધીને 2054માં 2.2 અબજથવાની શકયતા છે.નિગરમાં વસ્તી 2024-2100 દરમિયાન 581% વધવાની ધારણા છે.
આન્ગોલા અને તંઝાનિયા માં પણ 473% અને 378% વધારો થવાની શક્યતા છે.
યુએનના અંદાજ મુજબ, 2080 સુધીમાં વિશ્વની વસ્તી 1000 કરોડ થવાની ધારણા છે.વસ્તી વૃદ્ધિ દરની દ્રષ્ટિએ વિશ્વના સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર ધરાવતા દેશો મુખ્યત્વે ઈસ્ટર્ન યુરોપ અને એશિયા માં સ્થિત છે, અને કેટલાક દેશોમાં વસ્તી ઘટાડો જોવા મળે છે.

ઈસ્ટર્ન યુરોપ સૌથી વધુ વસ્તી ઘટાડો અનુભવે છે, મુખ્યત્વે ઇમિગ્રેશને કારણે
બુલગેરિયા, લિથુઆનિયા, અને લેટ્વિયા ની વસ્તી 2050 સુધીમાં 20%+ ઘટવાની શક્યતા છે.જાપાનની વસ્તી 2008માં 128 મિલિયન પર પહોંચી હતી, અને 2025માં 123 મિલિયન થઈ ગઈ છે.3 મિલિયનનો ઘટાડો 5 વર્ષમાં થયો છે.ચીન 2024માં વસ્તીમાં 1.4 મિલિયનનો ઘટાડો નોંધ્યો, ત્રીજો સતત ઘટાડો. 63 દેશો વસ્તીની ટોચ પર પહોંચી ગયા છે, અને અડધા યુરોપમાં છે.UNના અંદાજ મુજબ, 59 દેશો 2025-2050 દરમિયાન વસ્તી ઘટાડો અનુભવશે, અને 90 દેશો 2025-2100 દરમિયાન ઘટશે.વિશ્વના સૌથી ઓછો ફર્ટિલિટી રેટ ધરાવતા દેશો મુખ્યત્વે એશિયા અને યુરોપમાં સ્થિત છે.

ઈસ્ટર્ન યુરોપ સૌથી વધુ વસ્તી ઘટાડો અનુભવે છે, મુખ્યત્વે ઇમિગ્રેશને કારણે
બુલગેરિયા, લિથુઆનિયા, અને લેટ્વિયા ની વસ્તી 2050 સુધીમાં 20%+ ઘટવાની શક્યતા છે.જાપાનની વસ્તી 2008માં 128 મિલિયન પર પહોંચી હતી, અને 2025માં 123 મિલિયન થઈ ગઈ છે.3 મિલિયનનો ઘટાડો 5 વર્ષમાં થયો છે.ચીન 2024માં વસ્તીમાં 1.4 મિલિયનનો ઘટાડો નોંધ્યો, ત્રીજો સતત ઘટાડો. 63 દેશો વસ્તીની ટોચ પર પહોંચી ગયા છે, અને અડધા યુરોપમાં છે.UNના અંદાજ મુજબ, 59 દેશો 2025-2050 દરમિયાન વસ્તી ઘટાડો અનુભવશે, અને 90 દેશો 2025-2100 દરમિયાન ઘટશે.
વિશ્વના સૌથી ઓછો ફર્ટિલિટી રેટ ધરાવતા દેશો મુખ્યત્વે એશિયા અને યુરોપમાં સ્થિત છે.

સાબરમતી ખાતે કાર્યરત રેલવે ટ્રેક ઉપર અમદાવાદ–મુંબઈ હાઈ સ્પીડ...

અમદાવાદ–મુંબઈ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી ખાતે વધુ...

બેચરાજીના ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોરે DRM અને CRS સાથે...

બેચરાજીના ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોરે DRM અને CRS સાથે...

ઓમકારેશ્વરમાં સ્થાપિત સ્ટેચ્યુ ઓફ વનનેસ સંપૂર્ણપણે છે સલામત અને...

આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ટેકનિકલ ધોરણો પર ખરી ઉતરી ૧૦૮...

શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રીય ફલક પર ચમક્યું ગુજરાત: ધોળકા તાલુકાની...

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાના મૂલ્યાંકનમાં...

ઇન્ડિયન કેન્સર સોસાયટી ‘સી પોઝિટિવ એવોર્ડ 2026 – એનજીઓ...

મુંબઈ, 9 જુલાઈ 2026: કેન્સર નિયંત્રણ માટે સમર્પિત ભારતની...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન be10x નાફાઉન્ડર્સ સાથે...

અમદાવાદ: વ્યક્તિઓ અને વ્યવસાયોને તેમના રોજિંદા કામમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here