લેખીકા : જ્યોતિ જગતાપ
……………………………….
સોયાબીન :પ્રોટીનથી ભરપૂર એવું
એકવીસમી સદીનું શ્રેષ્ઠ ધાન્ય પુરવાર થયું છે
………………………………..
સોયાબીનને ચીનના લોકોએ ખોરાક તરીકે સ્થાન આપી છે.
…………………………………
સોયાબીનમાં40 ટકા જેટલું પ્રોટીન છે. જે બીજા કોઈ ધાન્યમાં નથી.
…………………………………
ભારતમાં દર વર્ષે લાખો બાળકો કુપોષણનો શિકાર બની રહ્યા છે. દેશના લાખો ગરીબોને બે ટંક પણ પૂરતું ખાવા મળતું નથી. જેને કારણે ભૂખમરો કુપોષણની સમસ્યા દિન-પ્રતિદિન ગંભીર બનતી જાય છે.આપણે ત્યાં દૂધ અને મધ્યાહન ભોજન જેવા સરકારી કાર્યક્રમો પણ દેશના કરોડો બાળકોની કુપોષણની સમસ્યા નો ઉકેલ શોધી શક્યા નથી, ત્યારે પોષણની સમસ્યાના ઉકેલ માટે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વિજ્ઞાનીઓએ મોટા પાયા પર પ્રોટીનસભર સોયાબીનના ઉત્પાદન પર ભાર મૂક્યો છે.
આપણે ત્યાં સોયાબીન ધાન્ય બહુ ઓછું જાણીતું અને ઓછા ઘરમાં વપરાતા સોયાબીન પ્રતિ વિશ્વના બધા દેશોની અને વિજ્ઞાનીઓની નજર કરી છે.કારણ કે સોયાબીનમાં વિશ્વનું શ્રેષ્ઠ ઉત્તમ પ્રોટીન હોવાનું પુરવાર થયું છે. કઠોળ વર્ગની ગણાતી આ વનસ્પતિ એકવીસમી સદીનું શ્રેષ્ઠ ધન્ય પુરવાર થાય એમ છે.તથા જ્યારે ભવિષ્યમાં દુકાળ પડશે.ત્યારે આ સોયાબીન જ માનવજાત માટે શ્રેષ્ઠ અને પૌષ્ટિક આહાર પુરવાર થવાનું છે.
પોષણની દ્રષ્ટિએ સોયાબીનનું મહત્વ હવે વિશ્વના દરેક દેશોની સમજાવા લાગ્યું સોયાબીનને ચીનના લોકોએ ખોરાક તરીકે સ્થાન આપી છે. સોયાબીનમાં
40 ટકા જેટલું પ્રોટીન છે. જે બીજા કોઈ ધાન્યમાં નથી. તો રોના માસમાં અને માછલીમાં 18% જ પ્રોટીન છે.જ્યારે ઇંડા કરતા અને ઘઉં કરતાં સોયાબીનમાં ત્રણ ગણું પ્રોટીન છે.
સોયાબીન દુનિયાનો સૌથી સસ્તો અને પોષક ખોરાક બની શકે એમ છે.સોયાબીન વિશ્વના રોગચાળાને અટકાવવાના પાયાની આશા છે. સામાન્ય રીતે મનુષ્યને પોષણ માટે 8 જાતના એમિનો એસિડ જોઈએ છે.જે બધા સોયાબીન મોજૂદ છે.પણ મીથિયોનાઈન નામનું એમિનો એસિડ ઓછું છે.રાંધવાથી સોયાબીન વધુ પચ્યા છે.સોયાબીનમાં લઈસીન નામનું એમીનો એસિડ અને પુષ્કળ પ્રમાણમાં મળે છે. ઘઉં અને બીજા અનાજમાં લઈસીન બહુ ઓછું હોય છે.
છેલ્લા 3000 વર્ષથી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા સોયાબીનને ચીનના લોકોએ ખોરાક તરીકે સ્થાન આપી છે. જ્યારે અન્ય દેશો તેનો સદુપયોગ કરવાની બદલે મરઘા બતકા તથા ઢોરો વગેરેને ખવડાવી દે છે. હાલ જગતમાં જે પાક થાય છે તે જગતના એક અબજ લોકો અને પ્રોટીન પૂરું પાડી શકે એવી ક્ષમતા ધરાવે છે.
અમેરિકા સોયાબીનને પહેલા નંબરનો ભાગ ગણે છે.અમેરિકામાં સોયાબીનનું ઉત્પાદન 80000 અબજ ટન જેટલું થાય છે. જગતના સોયાબીનના કુલ ઉત્પાદનમાંથી 85 % જેટલું ઉત્પાદન એકલું અમેરિકા જ કરે છે. રશિયાને યુરોપ મળીને જેટલું સોયાબીન પેદા કરે છે. તેના કરતાં અનેક ગણું સોયાબીન નું ઉત્પાદન અમેરિકાનું કેન્સાસ પેદા કરે છે. અમેરિકાથી સોયાબીન ભરેલી સ્ટીમરો જાપાનના બંદરે લાંગરે છે.જાપાનમાં સોયાબીનની વિશિષ્ટ વાનગી સોયાબીનનું દહીં જેને ટોફ કહે છે. તેની ખૂબ માંગ રહે છે.આ ટોફ વેચવાની દુકાનો જાપાનમાં 25700 થી વધુ છે. અહીંની ફાઈવ સ્ટાર હોટલમાં સોયાબીનની વિવિધ વાનગીઓનો ધૂમ વેચાણ થાય છે.અમેરિકાનું સોયાબીન ની જમીનનું સોનું તરીકે ઓળખે છે.જ્યારે સોયાબીનમાં સૌથી વધુ જથ્થો ઉઘાડનાર રાજ્યો
છે. ઈલી નોઇસ અમેરિકા પોતાના ઉત્પાદનનું અડધો ઉત્પાદન યુરોપ,જાપાન, ચીન,ભારત અને પાકિસ્તાન જેવા દેશોને મોકલે છે.
જ્યારે બીજા નંબર જાપાનનો આવે છે.જાપાન 400 રતલ વધારે પાક લે છે. જાપાન પાસે પૂરતા પ્રમાણમાં ઉત્પાદન જમીન ન હોવા છતાં સોયાબીનનો ઉત્પાદન વધારવાનો આગ્રહ રાખે છે.
પૂર્વના દેશોમાં સોયાબીન સીધા ખોરાક તરીકે વપરાય છે.જ્યારે પશ્ચિમના દેશો અને એનું મોટા ભાગનો ઉપયોગ પ્રાણીજ ખોરાક તરીકે અને ઉદ્યોગપતિ તેમજ ખોરાકની વિવિધ પેદાશો બનાવવામાં કરે છે.
જાપાનની પ્રજા નૂતનવર્ષની ઉજવણી સોયાબીન થી જ શરૂ કરી છે.જાપાનના લોકો સોયાબીનને ખૂબ જ શુકનિયાળ ગણે છે.લગભગ 220 વર્ષ પહેલા સેમ્યુલ બોટોન નામના વૈજ્ઞાનિક દ્વારા જાપાનથી જ્યોરજિયામાં લાવવામાં આવ્યું હતું હવે વિશ્વના 3/4 ભાગની સોયાબીનની ખેતી ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં થાય છે.પૂર્વ ચીનના મુખ્ય ઉત્પાદક છે.
સોયાબીન કઠોડ વર્ગની શિમ્બી કૂળની વનસ્પતિ છે.તે ગમે ત્યાં સહેલાઈથી ઉગી શકે છે. સોયાબીનના છોડ 2 થી 3 ફૂટ ઊંચા હોય છે. તેમાં પાપડીના બીની માફક ગોઠવાયેલા હોય છે. ઈલીનોઇસ યુનિ.માં સોયાબીનની 7359 જાતોનો સંગ્રહ કરવામાં આવેલો છે.તેના દાણા ધોળા વટાણા જેવાની લિસા અને ચળકતા હોય છે. સોયાબીનની બીજી એક જાત ફિક્કી પીળી હોય છે.જેમાં ફરતે એક કાળી રેખા હોય છે.તે દ્વિદળ કઠોળની હોવાથી તેને બે સરખા ભાગમાં વહેંચી શકાય છે.તેના ફૂલ દિવાસળીના ટપકા જેવા અને જાંબુડી રંગના હોય છે. તેના ફૂલ એકસરખા હોય છે.દરેક ફૂલમાં નર-માદા હોવાથી તેની વર્ણસંકર જાતો વ્યાપારી ધોરણે વિકસાવાઈ નથી.
આમ સોયાબીન શ્રેષ્ઠ પ્રોટીનયુક્ત અને ઉત્તમ ખોરાક બની શકે એમ છે.21 મી સદી નું સોયાબીન શ્રેષ્ઠ ધાન્ય બની રહે તો નવાઈ નહીં
