- 756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ પ્રોજેક્ટ એનર્જી સ્ટોરેજ પ્રદાન કરશે, જે પીક ડિમાન્ડના સમયગાળા દરમિયાન વિશ્વસનીય પાવર સપ્લાય સુનિશ્ચિત કરશે
મુંબઈ, તા. 21 જુલાઈ, 2026: ટાટા પાવરને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં સ્થિત ભિવપુરી ખાતે આવેલા 1000 મેગાવોટ (MW) પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ (PSP)માંથી 324 મેગાવોટ પાવરના સપ્લાય માટે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (SECI) તરફથી લેટર ઓફ એવોર્ડ (LoA) મળ્યો છે.
આ પ્રોજેક્ટ દેશમાં સ્થાપિત થઈ રહેલા પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ્સમાંથી 1500 મેગાવોટ/12,000 MWh પાવરના સપ્લાય માટે SECIના ટેરિફ-આધારિત ગ્લોબલ કોમ્પિટિટિવ બિડિંગ (PSP-I) હેઠળ સુરક્ષિત કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ ઈ-રિવર્સ ઓક્શન દ્વારા હાંસલ કરવામાં આવ્યો છે. તેની પાસે 40 વર્ષનો પમ્પ્ડ સ્ટોરેજ પર્ચેઝ એગ્રીમેન્ટ (PPA) છે અને તે 2029 સુધીમાં કાર્યરત થવા માટે નિર્ધારિત છે.
આ પ્રોજેક્ટ બિલ્ડ, ઓન, ઓપરેટ (BOO) મોડલ હેઠળ વિકસાવવામાં આવશે અને તે
આઠ કલાકનું એનર્જી સ્ટોરેજ પ્રદાન કરશે, જે પીક ડિમાન્ડ (મહત્તમ માંગ)ના સમયગાળા દરમિયાન વીજળીના વિશ્વસનીય પુરવઠાને સક્ષમ બનાવશે. તે 765/400 kV સાઉથ કળંબ સીટીયુ સબસ્ટેશન સાથે જોડાયેલો હશે, જે એક ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ (ISTS) છે.
SECIના આ એવોર્ડે લાંબા ગાળાની એનર્જી સ્ટોરેજમાં ટાટા પાવરની સ્થિતિને વધુ મજબૂત બનાવી છે, જે વધારાની વીજનું ઉત્પાદન, ડિસ્પેચેબલ અને ચોવીસ કલાક પાવરમાં રૂપાંતરિત કરીને ભારતની ઝડપથી વધી રહેલી સોલાર અને વિન્ડ કેપેસિટીને ગ્રીડમાં એકીકૃત કરવા માટેનું એક મુખ્ય કેન્દ્ર છે. ટાટા પાવર દ્વારા હાંસલ એવોર્ડમાં સામેલ ક્ષમતા 1000 મેગાવોટના ભિવપુરી PSP પ્રોજેક્ટનો હિસ્સો છે. કંપનીના બે મોટા પમ્બ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ પૈકી એક પશ્ચિમ ઘાટમાં 1800 મેગાવોટના શિરવતા PSP પ્રોજેક્ટમાં તે આગળ વધી રહી છે. જેની સંયુક્ત પાઇપલાઇન 2800 મેગાવોટની છે. આ એવોર્ડ ટાટા પાવરની વ્યાપક ક્લીન-એનર્જી સ્ટ્રેટેજી અને તેના નેટ ઝીરો 2045ના લક્ષ્યાંક સાથે સુસંગત છે.
કંપનીનો ક્લીન અને ગ્રીન પોર્ટફોલિયો હવે 17,5 GW પર પહોંચી ગયો છે, જેમાં 9.6 GW પાઇપલાઇનનો સમાવેશ થાય છે, જેમાંથી 2.8 GW પમ્પ્ડ સ્ટોરેજ છે. જેમ જેમ ભારતની પીક ડિમાન્ડ વધી રહી છે અને વેરિયેબલ રિન્યુએબલ્સનો હિસ્સો વધી રહ્યો છે, તેમ લાંબા ગાળાની સ્ટોરેજ એ ગ્રીડ ફ્લેક્સિબિલિટી અને ચોવીસ કલાક વિશ્વસનીય ગ્રીન પાવરનો આધાર બની રહ્યો છે, આ એક એવું ક્ષેત્ર છે, જ્યાં ટાટા પાવરની લાંબા સમયની હાજરી અને પશ્ચિમ ઘાટમાં સાનુકૂળ હાઇડ્રો-જીઓગ્રાફી તેને એક વિશિષ્ટ લાભ આપે છે.
