Monday, August 24, 2026
HomeBusinessએક્સિસ બેન્કે મજબૂત એમએસએમઈ અને બ્રાન્ચ બેંકિંગ ક્ષમતાઓ દ્વારા ગુજરાતના વિકાસ પ્રત્યેની...

એક્સિસ બેન્કે મજબૂત એમએસએમઈ અને બ્રાન્ચ બેંકિંગ ક્ષમતાઓ દ્વારા ગુજરાતના વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત કરી

Date:

Related stories

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગુજરાત વિધાનસભા ખાતે વેસ્ટર્ન રિજન...

ગાંધીનગર, ઓગસ્ટ, 2026: વેસ્ટર્ન રિજન રાઉન્ડ ઓફ યંગ ઇન્ડિયન્સ...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

ૐ કારનો અનાહત નાદ એટલે સાધકને સમાધિ તરફ ધકેલતું...

સદગુરુ કૃપા હી કેવલમ. રવિવાર. શ્રાવણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક- વાંચન...

ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક એક્સિસ બેન્કે ગુજરાતમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવવાનું ચાલુ રાખ્યું છે. ગુજરાત બેન્કના સૌથી મહત્વપૂર્ણ વિકાસ બજારોમાંનું એક છે. બેન્કે પોતાની શાખાઓના નેટવર્ક, એમએસએમઈ ક્ષેત્રની ક્ષમતાઓ અને ગ્રાહકકેન્દ્રિત ઉકેલોમાં રોકાણ કરીને રાજ્યમાં પોતાની હાજરીને વધુ મજબૂત બનાવી છે. મજબૂત ઔદ્યોગિક આધાર, વિકસતું ઉદ્યોગસાહસિક વાતાવરણ અને વિવિધ ક્ષેત્રોમાં વધી રહેલી વ્યવસાયિક તકોને કારણે ગુજરાત બેંક માટે મહત્વપૂર્ણ બજાર બની રહ્યું છે.

અમદાવાદમાં યોજાયેલી મીડિયા રાઉન્ડટેબલ બેઠક દરમિયાન વિજય શેટ્ટી, ગ્રુપ હેડ – કોમર્શિયલ બેન્કિંગ ગ્રુપ, પ્રશાંત ટી.એસ., ગ્રુપ હેડ – મિડ કોર્પોરેટ્સ એન્ડ એમઈજી અને સંજીવ મોઘે, ગ્રુપ હેડ – બ્રાન્ચ બેન્કિંગ, સાઉથ સહિતના એક્સિસ બેંકના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે બેન્ક સ્થાનિક સંબંધો, એમએસએમઈ ક્ષેત્રની નિપુણતા અને ડિજિટલ ક્ષમતાઓને એકસાથે લાવીને ગુજરાતના વ્યવસાયો, ઉદ્યોગસાહસિકો અને સમુદાયોને સહયોગ આપી રહી છે.

બ્રાન્ચ બેન્કિંગમાં નવા યુગની શરૂઆત
એક્સિસ બેન્ક પોતાના ફિઝિકલ બ્રાન્ચ નેટવર્કને સતત મજબૂત બનાવી રહી છે અને ગ્રાહકોના વિશ્વાસ તથા સ્થાનિક સંબંધોના મહત્વને ધ્યાનમાં રાખી રહી છે. 30 જૂન, 2026 સુધીમાં બેન્કનું દેશભરમાં સ્થાનિક શાખાઓનું નેટવર્ક 6,295 શાખાઓનું હતું, જે દેશભરમાં આશરે 5.4 કરોડ ગ્રાહકોને સેવા આપે છે.

દેશવ્યાપી હાજરી ઉપરાંત, એક્સિસ બેન્કે ગુજરાતમાં પણ નોંધપાત્ર વિસ્તરણ કર્યું છે. છેલ્લા 33 વર્ષથી વધુ સમયથી ગુજરાત બેન્કની વિકાસયાત્રામાં મહત્વપૂર્ણ બજાર રહ્યું છે. અમદાવાદનું આ વિકાસયાત્રામાં વિશેષ સ્થાન છે, કારણ કે બેન્કના નેટવર્કના વિસ્તરણ દરમિયાન અહીં તેની પ્રથમ, 2,500મી અને 5,000મી શાખા શરૂ થઈ હતી.

  • ગુજરાતમાં નેટવર્ક: 475 શાખાઓ, 311 એટીએમ અને 597 કેશ રિસાયકલર્સ
  • અમદાવાદમાં નેટવર્ક: શહેરમાં 95 શાખાઓ અને 206 એટીએમ તથા કેશ રિસાયકલર્સ
  • જિલ્લાકક્ષાએ પહોંચ: ગુજરાતના તમામ 32 જિલ્લાઓમાં હાજરી
    (ઉપરોક્ત આંકડા 30 જૂન, 2026 સુધીના છે.)

આ નેટવર્કને વધુ વિસ્તારતા એક્સિસ બેન્કે ગુજરાતમાં મજબૂત ભારત બેન્કિંગ હાજરી ઊભી કરી છે. 30 જૂન, 2026 સુધીમાં રાજ્યમાં 200થી વધુ ભારત બેન્કિંગ શાખાઓ અને 1,000થી વધુ વિલેજ લેવલ એન્ટરપ્રેન્યોર (વીએલઈ) બિઝનેસ કોરસ્પોન્ડન્ટ્સ કાર્યરત હતા. આ નેટવર્ક ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોના લોકો સુધી બેન્કિંગ સેવાઓ પૂરી પાડે છે. તેમાં અગાઉ બેન્કિંગ સેવાથી વંચિત રહેલાં 58 ગામોનો પણ સમાવેશ થાય છે, જેના દ્વારા રાજ્યમાં નાણાંકીય સમાવેશને પ્રોત્સાહન મળી રહ્યું છે.

ગ્રાહકોની સેવા વધુને વધુ ડિજિટલ માધ્યમો તરફ આગળ વધી રહી હોવાથી, શાખાઓ હવે માત્ર વ્યવહારો કરવા પૂરતી સીમિત રહી નથી, પરંતુ સલાહ, રિલેશનશિપ મેનેજમેન્ટ અને નાણાંકીય આયોજન માટેનાં કેન્દ્રો તરીકે વિકસી રહી છે. બેન્કના “બ્રાન્ચ ઓફ ધ ફ્યુચર” કાર્યક્રમ હેઠળ હવે શાખાઓની 76 ટકા સર્વિસ રિક્વેસ્ટ્સ ડિજિટલ રીતે પૂરી કરવામાં આવે છે. આથી ગ્રાહકોને રોજિંદી સેવાઓ સરળતાથી મળી રહે છે અને શાખાના કર્મચારીઓ વધુ મહત્વપૂર્ણ તથા મૂલ્યવર્ધક ગ્રાહક સેવાઓ પર ધ્યાન આપી શકે છે.

ગુજરાત આ પરિવર્તનમાં અગ્રેસર છે, જ્યાં ગ્રાહકો ડિજિટલ બેન્કિંગ, પેમેન્ટ્સ અને સેલ્ફસર્વિસ માધ્યમોનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે. આ બદલાવને પૂરક બનાવવા માટે એક્સિસ બેન્કે એઆઈ આધારિત ડિજિડેસ્ક સુવિધાઓ ધરાવતી એક્સપ્રેસ બેન્કિંગ લોબી જેવી નવીનતાઓ દ્વારા પોતાની ફિજિટલ સર્વિસની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી છે. તાજેતરમાં આઈઆઈએમ અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવેલી એક્સપ્રેસ બેન્કિંગ લોબી દ્વારા ડિજિટલ રીતે ખાતું ખોલવું, સર્વિસ રિક્વેસ્ટ્સ કરવી, લોન અને વીમા સંબંધિત પ્રક્રિયાઓ, કેવાયસી સ્કેનિંગ અને બિલની ચુકવણી જેવી સેવાઓ ઉપલબ્ધ બની છે.

રોજિંદા વ્યવહારો વધુને વધુ ડિજિટલ બનતાં શાખાના કર્મચારીઓ હવે એસેટ મેનેજમેન્ટ, ધિરાણ, રોકાણ અને બિઝનેસ બેન્કિંગ જેવા ક્ષેત્રોમાં ગ્રાહકો સાથે વધુ અર્થપૂર્ણ રીતે જોડાઈ શકે છે. આ બદલાવ ગુજરાતના જીવંત એમએસએમઈ ક્ષેત્ર માટે ખાસ મહત્વનો છે, જ્યાં ઉદ્યોગસાહસિકો સરળ ડિજિટલ સેવાઓની સાથે વિશ્વાસપાત્ર સંબંધો, સ્થાનિક બજારની સમજ અને વ્યક્તિગત નાણાંકીય માર્ગદર્શનને પણ મહત્વ આપે છે.

ગુજરાતની એમએસએમઈ ઇકોસિસ્ટમને વેગ
ગુજરાત ભારતના સૌથી મોટા આર્થિક અને ઉદ્યોગસાહસિક કેન્દ્રોમાંનું એક છે. રાજ્યમાં 30 લાખથી વધુ નોંધાયેલા એમએસએમઈ, 200થી વધુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (એસઈઝેડ) તેમજ વિવિધ ક્ષેત્રોના વિશિષ્ટ બિઝનેસ ક્લસ્ટર્સનું મજબૂત નેટવર્ક છે. અમદાવાદ રાજ્યના વ્યાવસાયિક અને નાણાંકીય કેન્દ્ર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જ્યારે વડોદરા, રાજકોટ, સુરત, મોરબી અને સાણંદ વિવિધ ઉત્પાદન અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

આ સમગ્ર ઇકોસિસ્ટમના વ્યવસાયોને સહયોગ આપવા માટે એક્સિસ બેન્ક પોતાની એમએસએમઈ ફ્રેન્ચાઇઝ અને બ્રાન્ચ બેન્કિંગ નેટવર્કની ક્ષમતાઓને એકસાથે લાવે છે. આમાં પાયાના સ્તરે પહોંચ, સંબંધો આધારિત ગ્રાહક સેવા અને ડિજિટલ-ફર્સ્ટ ક્ષમતાઓ દ્વારા વિવિધ પ્રકારના વ્યવસાયોના વિકાસને સહયોગ આપવામાં આવે છે.

આ વ્યાપક કામગીરીને દેશવ્યાપી વૈવિધ્યસભર એમએસએમઈ ફ્રેન્ચાઇઝનું સમર્થન છે. જૂન 2026 સુધીમાં એક્સિસ બેન્કની સ્મોલ બિઝનેસ બેન્કિંગ, એસએમઈ અને મિડ-કોર્પોરેટ બુક મળીને રૂ. 3.06 લાખ કરોડની હતી, જે બેન્કની કુલ લોન બુકના 24 ટકા જેટલી છે. કોમર્શિયલ બેન્કિંગ ફ્રેન્ચાઇઝ મારફતે બેન્ક દેશભરમાં આશરે 10 લાખ એમએસએમઈ ગ્રાહકોને સેવા આપે છે.

અમદાવાદ ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ટેક્સટાઇલ્સ, ઓટો કમ્પોનન્ટ્સ, ફૂડ પ્રોસેસિંગ અને ગિફ્ટ સિટી મારફતે નાણાંકીય સેવાઓ જેવા ક્ષેત્રોનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. આ ક્ષેત્રોમાં બેન્કિંગ, ધિરાણ અને એડવાઇઝરી સોલ્યુશન્સની મજબૂત માંગ સતત જોવા મળી રહી છે. એક્સિસ બેન્ક વિકેન્દ્રિત ક્રેડિટ મંજૂરી, કેશ ફ્લો આધારિત અન્ડરરાઇટિંગ, સમર્પિત એમએસએમઈ રિલેશનશિપ મેનેજર્સ અને મહત્વપૂર્ણ ક્લસ્ટર્સ માટે ક્ષેત્ર-વિશિષ્ટ અભિગમ દ્વારા આ ઇકોસિસ્ટમને સહયોગ આપે છે. ધિરાણ ઉપરાંત, બેન્ક વર્કિંગ કેપિટલ, કેશ મેનેજમેન્ટ, સપ્લાય ચેઇન ફાઇનાન્સ, ટ્રેડ અને ફોરેક્સ, મર્ચન્ટ એક્વાયરિંગ તથા પ્રમોટર બેન્કિંગ જેવી વિવિધ સેવાઓ પણ પૂરી પાડે છે.

બેન્ક એક્સિસ સ્ટાર્ટઅપ બેન્કિંગ, એક્સિસ ACE (એક્સિસ ક્રિએટ્સ એન્ટ્રપ્રેન્યોર્સ), NEO ફોર કોર્પોરેટ્સ અને ઇન્વોઇસમાર્ટ (A.TReDS) જેવા વિશિષ્ટ પ્લેટફોર્મ દ્વારા ગુજરાતના નવી પેઢીના ઉદ્યોગસાહસિકોને પણ સહયોગ આપે છે. ઇન્વોઇસમાર્ટે દેશભરમાં રૂ. 3.05 લાખ કરોડથી વધુના એમએસએમઈ ઇન્વોઇસ ફાઇનાન્સિંગની સુવિધા પૂરી પાડી છે, જેના કારણે વ્યવસાયોને વર્કિંગ કેપિટલ મેળવવામાં અને પોતાની કામગીરીનું વિસ્તરણ કરવામાં મદદ મળી છે.

ડિજિટલ ક્રેડિટથી નાણાં મેળવવાની પ્રક્રિયા વધુ ઝડપી
ગુજરાતના વ્યવસાયો વધુને વધુ ઔપચારિક અને ડિજિટલ રીતે જોડાયેલા બની રહ્યા છે ત્યારે એક્સિસ બેન્ક ડેટા અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ક્રેડિટ મૂલ્યાંકનની પ્રક્રિયાને વધુ ઝડપી અને અસરકારક બનાવી રહી છે. બેન્ક વર્કિંગ કેપિટલ, ટર્મ લોન, ટ્રેડ, ફોરેક્સ અને કેશ મેનેજમેન્ટ સહિત 35થી વધુ એમએસએમઈ પ્રોડક્ટ્સ ઓફર કરે છે, જેને 15થી વધુ ડિજિટલ પ્રક્રિયાઓનું સમર્થન છે.

સ્મોલ બિઝનેસ બેન્કિંગ હેઠળની અનસિક્યોર્ડ લોનની આશરે 75 ટકા રકમ હવે શરૂઆતથી અંત સુધીની ડિજિટલ પ્રક્રિયા દ્વારા આપવામાં આવે છે. ક્રેડિટ મૂલ્યાંકન માટે બેન્ક સ્ટેટમેન્ટ, જીએસટી ફાઇલિંગ, ટ્રાન્ઝેક્શન ફ્લો અને ક્રેડિટ બ્યુરોના રેકોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે વધુ ઝડપી અને માહિતીસભર ક્રેડિટ નિર્ણયો લેવામાં મદદ મળે છે.

બેન્કની ડિજિટલ અનસિક્યોર્ડ લોન સેવાઓમાં રૂ. 20 લાખ સુધીની મર્ચન્ટ કેશ એડવાન્સ અને જીએસટી આધારિત ઓવરડ્રાફ્ટ સુવિધાઓનો સમાવેશ થાય છે. આના દ્વારા વ્યવસાયો પોતાના દ્વારા ભરવામાં આવેલા જીએસટી રિટર્નના આધારે ક્રેડિટ મેળવી શકે છે. બેંકનું AXIOM એઆઈ ઓપરેટિંગ મોડલ દસ્તાવેજો વાંચવા, ઓનબોર્ડિંગમાં સહાય, આરએમ કોપાઇલટ, ગ્રાહકો સાથેની વાતચીત અને લોન પોર્ટફોલિયોની દેખરેખ જેવી કામગીરીને સહયોગ આપે છે.

ટેક્નોલોજી આધારિત ઝડપી સેવા સાથે સંબંધો આધારિત બેન્કિંગનું સંયોજન કરવામાં આવ્યું છે, જેથી વ્યવસાયોને ઝડપી ધિરાણ મેળવવાની સુવિધા સાથે સ્થાનિક બજારની નિપુણતાનો પણ લાભ મળે.

એક્સિસ બેન્ક વંચિત અને ઉભરતા ગ્રાહક વર્ગો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેમાં માઇક્રો એન્ટરપ્રાઇઝિસ અને મહિલાઓના નેતૃત્વ હેઠળના એમએસએમઈનો સમાવેશ થાય છે. જરૂરિયાત મુજબની ધિરાણ યોજનાઓ, વિશિષ્ટ કાર્યક્રમો અને સંયુક્ત બેન્કિંગ સેવાઓ દ્વારા બેંક ઔપચારિક ધિરાણ અને વિકાસ માટેની મૂડી સુધીની પહોંચ વિસ્તારી રહી છે.

માત્ર નાણાંકીય સહાય પૂરતી સીમિત ન રહેતાં, એક્સિસ બેંક Evolve અને Digital Evolve જેવી નોલેજ-શેરિંગ પહેલ દ્વારા ઉદ્યોગસાહસિકોને પણ સહયોગ આપે છે. આ કાર્યક્રમો નિષ્ણાંતો દ્વારા જાણકારી, વ્યવહારુ માર્ગદર્શન અને નેટવર્કિંગની તકો પૂરી પાડે છે. 2014થી આ કાર્યક્રમ 50થી વધુ સ્થળોએ 10,000થી વધુ એમએસએમઈ સુધી પહોંચ્યો છે.

આ પ્રયાસોને બેંકના અલગ પ્રકારના One Axis અભિગમનું પણ સમર્થન છે, જેમાં બેન્કિંગ, ધિરાણ, ટ્રેઝરી, ટ્રેડ, વેલ્થ અને ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગ જેવી સેવાઓ એક જ સંબંધ હેઠળ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આથી વ્યવસાયોને વધુ સંકલિત નાણાંકીય ઇકોસિસ્ટમનો લાભ મળે છે.
એક્સિસ બેન્ક India SME Forum SME Awards માટે મુખ્ય બેન્કિંગ ભાગીદાર પણ છે. 2026ના સ્ટેટ એસએમઈ એવોર્ડ્સ માટે ગુજરાતને પ્રારંભિક સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે.

બેન્કના લીડર્સનું નિવેદન
એક્સિસ બેન્કના ગ્રુપ હેડ – કોમર્શિયલ બેંકિંગ ગ્રુપ વિજય શેટ્ટીએ જણાવ્યું હતું કે, “ગુજરાત ભારતની ઉદ્યોગ આધારિત અર્થવ્યવસ્થાની વ્યાપકતા અને મહત્વાકાંક્ષાનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં મેન્યુફેક્ચરિંગ, નિકાસ, એન્જિનિયરિંગ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ્સ અને ઉભરતા ક્ષેત્રો સહિત વિવિધ ક્ષેત્રોમાં એમસએમઈનો મજબૂત આધાર છે. આ વ્યવસાયોનો વ્યાપ વધતાં તેમની જરૂરિયાતો માત્ર ધિરાણ પૂરતી સીમિત રહી નથી, પરંતુ હવે ટ્રેડ, ફોરેક્સ, સપ્લાય ચેઇન અને ટ્રાન્ઝેક્શન સોલ્યુશન્સની પણ જરૂરિયાત વધી રહી છે. અમારી મુખ્ય પ્રાથમિકતા અમારી એમએસએમઈ ફ્રેન્ચાઇઝ અને શાખા નેટવર્કની તાકાતને ડિજિટલ ક્ષમતાઓ સાથે જોડીને વ્યવસાયોને તેમની વિકાસયાત્રામાં સહયોગ આપવાની છે.”

એક્સિસ બેંકના ગ્રુપ હેડ – મિડ કોર્પોરેટ્સ એન્ડ એમઈજી પ્રશાંત ટી.એસ.એ જણાવ્યું હતું કે, “એમએસએમઈના વિકાસનો આગામી તબક્કો વધુ ઔપચારિક વ્યવસ્થાઓ, ટેક્નોલોજીનો સ્વીકાર અને સંસ્થાકીય મૂડી સુધી વધુ સારી પહોંચથી આકાર લેશે. જીએસટી અને બેન્કિંગ વ્યવહારો દ્વારા વ્યવસાયો વધુ ડિજિટલ રેકોર્ડ ઊભા કરી રહ્યા હોવાથી ડેટા આધારિત અન્ડરરાઇટિંગ ક્રેડિટનું મૂલ્યાંકન વધુ ઝડપી અને અસરકારક બનાવી શકે છે. ગુજરાતના મજબૂત મેન્યુફેક્ચરિંગ અને નિકાસ ક્ષેત્રને જોતા આ પરિવર્તન માટે રાજ્ય ખાસ અનુકૂળ સ્થિતિમાં છે. અમે પોર્ટફોલિયોની ગુણવત્તા પર મજબૂત ધ્યાન જાળવીને ડિજિટલ ક્રેડિટ પ્રક્રિયાઓને સંબંધો આધારિત માર્ગદર્શન સાથે જોડી રહ્યા છીએ.”

એક્સિસ બેન્કના ગ્રુપ હેડ – બ્રાન્ચ બેન્કિંગ, સાઉથ સંજીવ મોઘેએ જણાવ્યું હતું કે, “બેન્કિંગ ક્ષેત્રમાં માળખાકીય પરિવર્તન જોવા મળી રહ્યું છે. વ્યવહારો વધુને વધુ ડિજિટલ બની રહ્યા હોવા છતાં નાણાંકીય નિર્ણયો હજુ પણ વ્યક્તિગત વિશ્વાસ અને જરૂરિયાતો સાથે જોડાયેલા છે. તેથી શાખાઓ હવે સલાહ અને ગ્રાહક સંબંધો આધારિત કેન્દ્રો તરીકે વિકસી રહી છે, જ્યાં ગ્રાહકો સંપત્તિ નિર્માણ, રોકાણ, ધિરાણ અને વ્યવસાયના વિકાસ અંગે માર્ગદર્શન મેળવવા આવે છે. ગુજરાત, ખાસ કરીને અમદાવાદ, અમારા માટે સૌથી મહત્વપૂર્ણ બજારોમાંનું એક છે અને ગ્રાહકોને સરળ ફિજિટલ બેન્કિંગનો અનુભવ આપવા માટે અમે ફિઝિકલ હાજરી તેમજ ડિજિટલ ક્ષમતાઓ બંનેમાં સતત રોકાણ કરી રહ્યા છીએ.”

ગુજરાતમાં સર્વસમાવેશક વિકાસને વેગ
એક્સિસ બેન્ક શાખા આધારિત સંપર્ક, નાણાંકીય સાક્ષરતા પહેલ અને સમુદાયકેન્દ્રિત કાર્યક્રમો દ્વારા ગુજરાતમાં ગ્રાહકો સાથેના જોડાણને સતત મજબૂત કરી રહી છે. આ પ્રયાસોનો હેતુ ગ્રાહકો સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો, સુરક્ષિત બેન્કિંગ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો અને શહેરી, અર્ધશહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં નાણાંકીય સેવાઓની પહોંચ વધારવાનો છે.

બેન્ક PMJDY, PMJJBY, PMSBY અને APY જેવી રાષ્ટ્રીય પહેલોને સક્રિયપણે સહયોગ આપે છે. આ ઉપરાંત, તેની શાખાઓ અને બિઝનેસ કોરસ્પોન્ડન્ટ નેટવર્ક દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, સરકારી યોજનાઓમાં નોંધણી અને ડિજિટલ બેંકિંગ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. બેંક પીએમ મુદ્રા યોજના, CGTMSE આધારિત ધિરાણ, નાબાર્ડ સાથે જોડાયેલી કૃષિ ધિરાણ પહેલો અને ગ્રામ્ય તથા અર્ધશહેરી બજારોમાં ઔપચારિક બેન્કિંગ સેવાઓ સુધીની પહોંચ વધારતી ભાગીદારીઓ દ્વારા ખેડૂતો, ગ્રામ્ય ઉદ્યોગસાહસિકો અને નાના વ્યવસાયોને પણ સહયોગ આપે છે.

નિયમિત નાણાંકીય સાક્ષરતા શિબિરો, બેન્કિંગ મેળાઓ અને સુરક્ષિત બેન્કિંગ અંગેના જાગૃતિ કાર્યક્રમોમાં ડિજિટલ પેમેન્ટ્સ, સાયબર સુરક્ષા, પાક વીમા અને સરકારી યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

બેન્કિંગ ક્ષેત્રથી આગળ વધીને, પોતાની ‘દિલ સે ઓપન’ વિચારધારા અનુસાર એક્સિસ બેન્ક ગ્રામ્ય આજીવિકા, કૌશલ્ય વિકાસ, શિક્ષણ, પર્યાવરણીય સ્થિરતા અને નાણાંકીય સમાવેશ પર કેન્દ્રિત પહેલો દ્વારા ગુજરાતના સર્વસમાવેશક વિકાસમાં યોગદાન આપવાનું ચાલુ રાખે છે. બેન્કે રાજ્યમાં સીએસઆર પહેલો માટે રૂ. 81 કરોડથી વધુની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ પહેલો દ્વારા 62,000થી વધુ ગ્રામ્ય પરિવારોને સહયોગ મળ્યો છે, 6,700થી વધુ યુવાનોને તાલીમ આપી તેમને રોજગાર અપાવવામાં આવ્યો છે, શિક્ષણ કાર્યક્રમો દ્વારા 43,300થી વધુ વિદ્યાર્થીઓ અને 2,100 શિક્ષકો સુધી પહોંચવામાં આવ્યું છે તથા 3 લાખથી વધુ રોપાઓનું વાવેતર કરીને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

ઉદ્યોગસાહસિકો અને વ્યવસાયોને સહયોગ આપવાથી લઈને નાણાંકીય સમાવેશ અને સમુદાયના વિકાસને મજબૂત બનાવવા સુધી, એક્સિસ બેન્ક ગુજરાતની લાંબા ગાળાની વિકાસયાત્રામાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે.

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગુજરાત વિધાનસભા ખાતે વેસ્ટર્ન રિજન...

ગાંધીનગર, ઓગસ્ટ, 2026: વેસ્ટર્ન રિજન રાઉન્ડ ઓફ યંગ ઇન્ડિયન્સ...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

ૐ કારનો અનાહત નાદ એટલે સાધકને સમાધિ તરફ ધકેલતું...

સદગુરુ કૃપા હી કેવલમ. રવિવાર. શ્રાવણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક- વાંચન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here