Sunday, March 8, 2026
Homenationalપાકની સાથે સેના પરંપરાગત યુદ્ધ માટે તૈયાર હતી

પાકની સાથે સેના પરંપરાગત યુદ્ધ માટે તૈયાર હતી

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

સેના પાકિસ્તાનના કોઇપણ જમીની હુમલાઓને પહોંચી વળવા, દુશ્મનની જમીન ઉપર લડવા તૈયાર હતી

નવી દિલ્હી, તા. ૧૯
બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ ભારતીય સેના પાકિસ્તાન સાથે કોઇપણ પ્રકારના યુદ્ધ સાથે સંપૂર્ણપણે તૈયાર હતી. એટલું જ નહીં સેના યુદ્ધને પાકિસ્તાનની જમીન પર લડવા માટે પણ તૈયાર હતી. આ અંગેની માહિતી ગુપ્તરીતે સપાટી ઉપર આવી છે. સેના સાથે જાડાયેલા સુત્રોએ કહ્યું છે કે, બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ સેના પ્રમુખ જનરલ બિપીન રાવતે સાફ શબ્દોમાં સરકારને કહી દીધું હતું ેકે તેમની સેના પાકિસ્તાનના કોઇપણ જમીની હુમલાનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. યુદ્ધને દુશ્મનની જમીન ઉપર લઇ જવા માટે પણતૈયાર છે. ભારતીય સેના પાકિસ્તાન સાથે પરંપરાગત યુદ્ધ માટે પણ તૈયાર છે જેમાં પાકિસ્તાનની સરહદ પાર કરવાની બાબત પણ સામેલ છે. આર્મી ચીફે સરકારને પોતાની સેનાની તૈયારી અંગે માહિતી આપી હતી. મામલો એ વખતનો છે જ્યારે પાકિસ્તાનને પુલવામા પર બોધપાઠ ભણાવવા માટે અનેક પ્રકારના વિકલ્પો ઉપર કામ ચાલી રહ્યું હતું. આર્મી ચીફે સેનાના રિટાયર્ડ થનાર અધિકારી સાથે બંધ બારણે રુમમાં કહ્યું હતું કે, બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ સેના પાકિસ્તાન સાથે કોઇપણ પ્રકારના યુદ્ધ માટે તૈયાર હતી. આર્મી ચીફના નિવેદનને મતલબ એ હતો કે, ભારતીય સેના યુદ્ધને પાકિસ્તાનના ક્ષેત્રમાં લઇ જવા માટે પણ તૈયાર હતી. ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ આશરે ૧૧૦૦૦ કરોડ રૂપિયાના હથિયારો ખરીદવાની મંજુરી આપી હતી જે પૈકી ૯૫ ટકા હિસ્સો મેળવી લેવામાં આવ્યો છે. જરૂરી હથિયારોની ખરીદી માટે ૭૦૦૦ કરોડની કિંમતના ૩૩ કોન્ટ્રાક્ટ ફાઇનલ થઇ ચુક્યા છે. ૯૦૦૦ કરોડ રૂપિયાની એક વધારાની ખરીદી પણ એડવાન્સ તબક્કામાં છે. પુલવામા હુમલા બાદ ભારતે બાલાકોટમાં ઘુસીને ત્રાસવાદી અડ્ડાઓને હવાઈ હુમલા મારફતે ફૂંકી માર્યા હતા. ત્યારબાદ પાકિસ્તાને હુમલાના પ્રયાસ કર્યા હતા પરંતુ સફળતા મળી ન હતી.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here