Monday, September 7, 2026
HomeAhmedabadઅમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો અકસ્માત,3ના કમકમાટીભર્યા મોત

અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો અકસ્માત,3ના કમકમાટીભર્યા મોત

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઈવે પર આજે વહેલી સવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગમખવાર અકસ્માતમાં પતિ-પત્ની અને તેમના વહાલાસોયા પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી છવાઈ ગઇ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મૃતદેહોને બહાર કાઢવા માટે પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.મળતી માહિતી મુજબ, ધોળકા-બગોદરા હાઈવે પરથી પસાર થઈ રહેલી એક આઈસર ટ્રકના ચાલકે આગળ જઈ રહેલા કોઈ અજાણ્યા વાહનની પાછળ ટ્રક ધડાકાભેર ભટકાડી દીધી હતી. અકસ્માત સમયે ટ્રકની ગતિ એટલી પ્રચંડ હતી કે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો હતો. ટ્રકમાં સવાર પરિવાર કંઈ સમજે તે પહેલા જ કાળનો પંજો તેમના પર ફરી વળ્યો હતો. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.આ દુર્ઘટનામાં ટ્રકમાં સવાર પતિ, પત્ની અને તેમના પુત્રના ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. સ્થાનિક રાહદારીઓએ તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી 108ની ટીમે ત્રણેય સભ્યોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત આઈસર ચાલકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.ઘટનાની જાણ થતા જ ધોળકા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતકોના દેહને પોસ્ટમોર્ટમ (PM) માટે ધોળકાના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા છે. ઉપરાંત પોલીસ પણ હરકતમાં આવી હતી. સમગ્ર મામલે તપાસ આદરી હતી. અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ માટે પોલીસે હાઈવે પરના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની તજવીજ હાથ ધરી છે. અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ પોલીસે ક્રેન દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનને હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here