Monday, September 28, 2026
HomeAhmedabadસાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટીમાં પોલીસના દરોડા, દારૂ-હુક્કાની મહેફિલ માણતાં 80 યુવક-યુવતીને ઝડપ્યાં

સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટીમાં પોલીસના દરોડા, દારૂ-હુક્કાની મહેફિલ માણતાં 80 યુવક-યુવતીને ઝડપ્યાં

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં સાણંદ પોલીસે બાતમીને આધારે રેડ કરીને એક નિર્વાણા ગ્રીન્સના વિકેન્ડ હોમમાં ચાલતી દારૂની મહેફિલ ગત રાત્રે ઝડપી પાડી છે. પોલીસે 80 જેટલા યુવક અને યુવતીની અટકાયત કરવામાં આવી છે. આ તમામના મેડિકલ ટેસ્ટ રાતે જ કરવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે, પોલીસ આ રેડ અંગે તમામ સામે ફરિયાદ નોંધી મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાણંદના ગોરસ સિમ નજીક આવેલા નિર્વાણા ગ્રીન વિકેન્ડ હોમમાં એક પ્રાઈવેટ બંગલોમાં એક 25મી એનિવર્સરીની પાર્ટી હતી. જેમાં દારૂની મહેફિલનું આયોજન કરાયું હતું. જે અંગે બાતમી મળતા પોલીસની ટીમે રેડ કરીને 80 જેટલા યુવક અને યુવતીની ધરપકડ કરી હતી. આ સાથે જ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, સાણંદના ગોરસ સિમ નજીક એક પ્રાઈવેટ વિકેન્ડ હોમમાં AVની 25મી એનીવર્સરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરાયા હતાં. અહીં ફૂડ કાઉન્ટર ગોઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત 11 જેટલા ટેબલ પર પર કેક, હુક્કો અને દારૂ પીરસવામાં આવ્યો હતો. પોલિસે રેડ કરતા જ મહેફિલમાં ભંગ પડ્યો હતો અને ત્યાં હાજર યુવક અને યુવતીઓમાં અફરાતફરી મચી ગઇ હતી. પોલીસ 80 જેટલા યુવક યુવતીની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને ત્યાંથી સાણંદની સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયા હતા. માહિતી અનુસાર મહિલાઓને સાડા ત્રણ વાગ્યે વહેલી સવારે જ્યારે પુરુષોને સાડા પાંચ વાગ્યે વહેલી સવારે જ મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. મહિલાઓને મેડિકલ તપાસ બાદ નોટિસ ફટકારીને છોડી મૂકવામાં આવી હતી. જ્યારે પુરુષો હજુ પણ પોલીસની જ કસ્ટડીમાં છે.  સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગોરજ ગામની સીમમાં ‘સફલ નિર્વાણા ગ્રીન્સ’ ખાતે યોજાયેલી એક હાઈ-પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈના મરીન ડ્રાઇવ વિસ્તારના રહેવાસી 49 વર્ષીય અમિત ગોપીલાલ પચેરીવાલે પોતાના સાઢુ આદર્શ અગ્રવાલની 25મી લગ્નતિથિ (Anniversary) ની ઉજવણી કરવા માટે આ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ માટે તેમણે તેમના મિત્ર રવી ગોરખપુરીયાના સફલ નિર્વાણા ગ્રીન્સ ખાતેના પ્લોટ નં. 200નો ઉપયોગ કર્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ મિત્રોને આમંત્રિત કરી પરપ્રાંતિય વિદેશી દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી. પોલીસે આ સ્થળેથી કુલ 81 વ્યક્તિઓની અટકાયત કરી છે, જેમાં 43 પુરુષો અને 38 મહિલાઓનો સમાવેશ થાય છે.પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કુલ 2,91,84,250 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલી વસ્તુઓની વિગત નીચે મુજબ છે:

દારૂનો જથ્થો: વિદેશી દારૂની 08 સીલબંધ બોટલ (કિંમત 43,550), 07 અડધી ભરેલી બોટલો અને 03 ખાલી બોટલો તેમજ દારૂ પીવા માટેના 70 કાચના ગ્લાસ.

હુક્કા અને ફ્લેવર્સ: રબ્બરની પાઇપવાળા 10 હુક્કા (કિંમત 10,000), હુક્કા ફ્લેવર્સના 08 પેકેટ અને 33 પ્લાસ્ટિકના ડબ્બા.

મોબાઈલ અને વાહનો: આરોપીઓ પાસેથી મળી આવેલા 74 મોબાઈલ ફોન (કિંમત 26,30,000) અને સ્થળ પરથી 22 લક્ઝરી ફોર-વ્હીલર ગાડીઓ (કિંમત 2,65,00,000) કબજે કરવામાં આવી છે.

આ મામલે પોલીસે આયોજક અમિત પચેરીવાલ અને અન્ય હાજર લોકો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો જેવી કે 65(A)(A), 116(B), 66(1)(B), 75(A), 85(1)(3), 81, 84 અને 86 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here